બાળકોને દરરોજ નાસ્તામાં બ્રેડ અને જામ આપવાથી સ્વાસ્થ્યને થાય છે આ તકલીફો, જાણો તમે પણ અને બદલો આ આદત

આ નાસ્તો સરળતાથી બની પણ જાય છે અને આની સાથે તમે તમારો સમય પણ બચાવી લો છે અને બાળકો પણ તે ખૂબ જ ઉત્સાહથી ખાય છે,પરંતુ બ્રેડ અને જામના ઘણા ગેરફાયદા છે જે બાળકોને આપવાથી બાળકો માટે તે નુકશાનકારક પણ થઈ શકે છે.બધા લોકોને એવું લાગે છે કે આ જામ ફળોમાંથી બનાવવામાં આવ્યું છે અને તેમાં ઘણા પ્રકારના ન્યુટ્રીશ્યન હોય છે અને બાળકો સ્વસ્થ રહે છે પરંતુ આજે અમે તમને તેની હકીકત વિશે જણાવીશું.

image source

જામ બનાવવા માટે ફળો ઉકાળવામાં આવે છે,ઉકાળતી કરતી વખતે,તેમાં પાણીની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે,આ ઉપરાંત ફળોમાં હાજર પોષક તત્વોનો પણ નાશ થાય છે,જામ બનાવતી વખતે જે ફળોમાં વિટામિન-સી હોય છે,ઉકાળતી વખતે તે વિટામિન તેમાંથી નીકળી જાય છે.

image source

જામ વધુ પડતું મીઠું બનાવવામાં આવે છે જે બાળકો માટે ખૂબ જોખમી હોય છે,તે બાળકોના સ્વાસ્થ્યને અસર કરે છે અને 1 ચમચી જામમાં 2 ચમચી ખાંડનો સમાવેશ હોય છે.તેથી બાળકોના શરીરમાં ખાંડનું પ્રમાણ વધી જાય છે અને તેનાથી હૃદયને લગતી બીમારીઓ પણ થાય છે.

image source

ખાંડનો વધુ ઉપયોગ માત્ર જામમાં જ નહીં,પરંતુ કેચઅપ અને અન્ય મીઠા ખોરાકમાં પણ થાય છે,મીઠું હોવાના કારણે બાળકો તેને જરૂરથી વધુ ખાય છે,આ ખાવાથી બાળકોના મગજમાં પણ ઘણી અસર થાય છ અને બાળકોને મગજમાં એવું જ રહી જાય છે કે તેમનું પેટ ભરેલું છે અને આ કારણ છે કે તેઓ ખોરાકને અવગણે છે.

image source

જે બાળકો નિયમિતપણે જામનું ખાય છે તેઓને વધુ પડતું જાડાપણું આવે છે આની પાછળનું કારણ એ છે કે જામ વધુ પડતો કેલરી વાળો ખોરાક છે.
બ્રેડ જામ વધુ પડતા ખાવાથી દાંતોને નુકસાન પણ થઈ શકે છે,વધુ પ્રમાણમાં બ્રેડ-જામ ખાવાથી દાંત ધીરે-ધીરે સડવાનું શરુ કરી દે છે.

સફેદ બ્રેડ પણ શરીર માટે નુકસાનકારક થઈ શકે છે,બ્રેડમાં સેચ્યુરેટેડ અને ટ્રેસ ચરબી હોય છે જે ચેહરામાં ખીલનું પ્રમાણ વધારે પ્રમાણમાં પેદા કરે છે.જે ચહેરા પર ખીલ થવાનું જોખમ વધારે છે.

image source

આપણા શરીરને કાર્બોહાઈડ્રેટની મર્યાદિત માત્રામાં જરૂર હોય છે.પરંતુ જ્યારે આપણે તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ,ત્યારે તે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે.વધુ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ખાવાથી બ્લડ સુગર ઉપર નીચે થયા કરે છે.જેના કારણે ડાયાબિટીઝ,હાર્ટ એટેક અને મગજમાં નુકસાન શરૂ થાય છે.

image source

બ્રેડમાં લોટનું પ્રમાણ વધુ હોવાથી તે શરીર માટે ખુબ જ નુકસાનકારક થઈ શકે છે,જે સેલિયાક જેવા રોગને આમંત્રણ આપે છે.ઘણી વખત આપણે બ્રેડનો વધુ ઉપયોગ કરીએ છીએ.જેના કારણે આપણું પેટ તકલીફમાં મુકાય જાય છે.દરેકને આ સમસ્યાનો સામનો કરવો પડતો નથી,પરંતુ હજી પણ આપણે સાવચેત રહેવું જોઈએ.જેથી આવતી બીમારીઓથી બચી શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત