રેડ વાઇન ફેસિયલના છે અનેક ફાયદાઓ, જાણો કેવી રીતે કરશો ઘરે

સુંદર દેખાવા માટે મહિલાઓ શું કરવામાં બાકી નથી રાખતી.મહિલાઓ તેમની ત્વચાની સંભાળ રાખવા માટે બ્યુટી ટિપ્સનું પણ પાલન કરે છે.લોકડાઉનના સમય દરમિયાન મહિલાઓએ સ્કિનકેર માટે એક નવો અભિગમ વાપર્યો છે.

આ દિવસોમાં,મહિલાઓ વાઇન ફેશિયલનો ઉપયોગ કરી રહી છે.સ્ત્રીઓ સુંદર અને ચમકતી ત્વચા માટે રેડ વાઇન ફેશિયલનો ઉપયોગ કરી રહી છે.રેડ વાઇન ફેશિયલના ઘણા ફાયદા છે.તો ચાલો અહીંયા અમે તમને જણાવીએ રેડ વાઇન ફેશિયલની રીત અને તેના ફાયદાઓ વિશે.

ક્લીંઝર

image source

ચહેરા પર ગ્લો લાવવા માટે ક્લીંઝર ખૂબ ફાયદાકારક છે.તમે વાઇનની મદદથી ક્લીન્સર બનાવી તમારા ચેહરાને સાફ કરી શકો છો.ક્લીંઝર બનાવવા માટે,તમારે બે ચમચી રેડ વાઇન અને બે ચમચી લીંબુનો રસ લેવાની જરૂર છે.આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો.રુની મદદથી તમે આ મિશ્રણને તમારા ચહેરા પર લગાડો અને હળવા હાથે તમારા ચહેરાની મસાજ કરો.

એક્સ્ફોલિયેશન

image source

વાઇનની મદદથી તમે એક્સ્ફોલિયેશન બનાવી શકો છો.આ બનાવવા માટે,તમારે 2 ચમચી રેડ વાઇનમાં 1 ચમચી ચોખાના પાવડરને મિક્સ કરવો.આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવીને ધીરે ધીરે માલિશ કરો.તેનાથી ચહેરા પર એકઠી થતી ગંદકી દૂર થશે.આ પછી ચહેરો પાણીથી ધોઈ લો.

માસ્કિંગ

image source

તમે તમારા ચહેરાની ચમક વધારવા માટે માસ્કનો ઉપયોગ કરી શકો છો.તમે માસ્ક બનાવવા માટે વાઇનનો ઉપયોગ કરી શકો છો.માસ્ક બનાવવા માટે, 2 ચમચી દહીંને 2 ચમચી રેડ વાઇન સાથે મિક્સ કરો,આ મિશ્રણમાં 1 ચમચી મધ નાખો.હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો.આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રાખી મુકો.ત્યારબાદ ચેહરો પાણીથી બરાબર ધોઈ લો.

ગ્લો વધારવા માટે

image source

માસ્ક ધોયા પછી,તમે તમારા ચહેરા પર રેડ વાઇન લગાવી શકો છો.તમે રેડ વાઇનને બદલે ગુલાબજળ પણ લગાવી શકો છો.આ તમારા ચહેરા પર ઠંડક વધારવાની સાથે સાથે તમારા ચહેરા પર ગ્લો વધારે છે.

રેડ વાઇન સાથે ફેશિયલના ફાયદા

ચમકદાર ત્વચા

image source

રેડ વાઇનમાં ઘણા એન્ટીઓકિસડન્ટો હોય છે જે ત્વચાને ચમકતી અને શુદ્ધ કરવાનું કામ કરે છે.કદાચ આ જ કારણ છે કે અત્યારના સમયમાં રેડ વાઇન ફેશિયલ ઘણું ચાલી રહ્યું છે.

વધતી ઉંમરના સંકેતોને ઓછા કરે છે

image source

રેડ વાઇન ત્વચાના ગ્લોને બનાવી રાખે છે,જેથી વધતી ઉંમરના સંકેતો ઓછા થાય છે.આનાથી ચહેરા પર લાઇન્સ,કરચલીઓ અને ફોલ્લીઓ નથી આવતી.

ટૈનિંગ દૂર કરવા

image source

તેનાથી ચહેરા પરની ટૈનિંગ ખૂબ જ સરળતાથી દૂર થાય છે.જેમ કે આપણે બધા જાણીએ છીએ,કે આલ્કોહોલ ત્વચા પરની ગંદકી સાફ કરવામાં મદદગાર છે.રેડ વાઈનની મદદથી ત્વચા પર એકસરખો ગ્લો આવે છે અને ત્વચાનો રંગ સામાન થઈ જાય છે.

ડેડ ત્વચાની સફાઈ

જો તમે તમારી ડેડ ત્વચાની સફાઈ ઈચ્છો છો,તો તમે દ્રાક્ષની છાલને મેશ કરીને તેમાં રેડ વાઈન નાખી તેનો એક સ્ક્રબ તરીકે ઉપયોગ કરી શકો છો.આ તમારી ડેડ ત્વચાને સાફ કરવામાં મદદ કરશે અને ઘણા સમય સુધી ચેહરાને પિમ્પલ્સ જેવી તકલીફોથી બચાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત