ચહેરા પરના ના ગમતા વાળને દૂર કરો આ સરળ રીતે…

ચેહરા પરથી વાળ હટાવો

દરેક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવી રાખવાની ઈચ્છા ધરાવે છે. આવી ઈચ્છા મહિલાઓમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળે છે. જો કોઈ સ્ત્રી કે છોકરીને પોતાના ચહેરા પર નાનોકડો ખીલ કે ડાઘ પણ દેખાઈ જાય તો તે તરત જ ગભરાઈ જાય છે અને કોઈને કોઈ ઉપાય કરીને તે ડાઘ કે ખીલને દૂર કરવા ઈચ્છે છે. આવી જ એક સમસ્યા છે ચહેરા પર વાળનું હોવું. ચહેરા પર વાળ હોવાથી ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે. કેટલીક સ્ત્રીઓ પોતાના ચહેરા પરના વાળને દૂર કરવા માટે કેટ કેટલાય ઉપાયો કરે છે.

જ્યારે કેટલીક મહિલાઓ ચહેરા પરથી વાળને દૂર કરવા માટે બ્યુટી પાર્લરમાં જઈને મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવાથી અચકાતી નથી. ઘણીવાર અજાણતા કરાવવામાં આવેલ બ્યુટી ટ્રીટમેન્ટની ઉંધી અસર પણ થઈ શકે છે. તેમજ લાંબાગાળે સ્કિન વધારે શ્યામ પણ થઈ જાય છે અને તકલીફ દૂર થવા કે ઘટવાને બદલે વધી જાય છે. આ બધી મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ દરેક સ્ત્રી માટે કરાવવી શક્ય નથી એટલા માટે અમે આપને કેટલાક એવા ઘરેલુ ઉપાયો વિશે જણાવીશું. જેને અજમાવીને આપના ચહેરા પરથી વાળ તો દૂર થઈ જ જશે. ઉપરાંત ચહેરામાં નિખાર લાવવા પણ મદદ કરશે.

ચહેરા પરથી વાળ દૂર કરવાના ઉપાયો નીચે જણાવવામાં આવ્યા છે.:

-નારંગી અને ઓલિવ ઓઇલ.:

નારંગીના છોતરાને ફેંકી દેવાના બદલે તેને તાપમાં સૂકવીને પાવડર બનાવી લેવો. ત્યાર પછી આ નારંગીના પાવડરમાં જરૂરિયાત મુજબ ઓલિવ ઓઇલ ભેળવીને એક પેસ્ટ બનાવી લો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર જ્યાં વાળ હોય ત્યાં લગાવો. નારંગીના પાવડર અને ઓલિવ ઓઇલની આ પેસ્ટને દસ મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. દસ મિનિટ પછી આ પેસ્ટને ચોખ્ખા પાણીથી ધોઈ લેવો. આ ઉપચાર નિયમિત રીતે અપનાવવાથી આપને આપના ચહેરા પરના વાળથી છુટકારો અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

-ચણાનો લોટ.:

દરેક ઘરના કિચનમાં સરળતાથી ઉપલબ્ધ ચણાનો લોટ આપને આપના ચહેરા પરથી વાળને દુર કરવામાં મદદ કરે છે. ચણાના લોટની એક પેસ્ટ બનાવવા માટે ચણાના લોટમાં ખાંડ અને લીંબુનો રસ ભેળવીને એક પેસ્ટ તૈયાર કરો. પેસ્ટ તૈયાર કરી લીધા પછી આ પેસ્ટને વ્યવસ્થિત રીતે ચહેરા પર લગાવવી. આ પેસ્ટને ચહેરા પર સુકાઈ જાય ત્યાં સુધી લગાવીને રાખો. કેટલાક સમય પછી જયારે ચણાના લોટની પેસ્ટ સુકાઈ ત્યારે આપે આપના ચહેરાને હુંફાળા ગરમ પાણીથી સાફ કરી લો. આપના ચહેરા પરથી વાળને દુર કરવા માટે ચણાના લોટની પેસ્ટ એક અચૂક ઉપાય છે.

-મધ અને જવનો લોટ.:

મધ એક કુદરતી એંટી-ઓક્સીડન્ટ છે. જયારે જવનો લોટ સ્કીન પરથી વધારાના તેલને દુર કરે છે. મધમાં જવનો લોટ ભેળવીને એક સ્મુધ પેસ્ટ તૈયાર કરો. મધ અને જવના લોટની આ પેસ્ટને આપે આપના ચહેરા પર દસ મિનીટ જેટલા સમય સુધી લગાવી રાખો. આ પેસ્ટ લગાવ્યાની દસ મિનીટ પછી આપે આપના ચહેરાને ચોખ્ખા પાણીથી સાફ કરી લેવો. મધ અને જવના લોટના આ ઉપાયને નિયમિત રીતે આપે આપના ચહેરા પર કરવાથી ચહેરા પર જે વાળ આવી જાય છે તેનો ગ્રોથ ધીરે ધીરે ઘટવા લાગે છે.

-ચણાનો લોટ અને હલ્દી.:

ચારથી પાંચ ચમચી ચણાનો લોટ લેવો. ત્યાર પછી આ લોટમાં અડધી ચમચી હળદર અને ચણાનો લોટ અને હળદર મિક્સ થાય એટલા પ્રમાણમાં દૂધ લેવું. ચણાના લોટ અને હળદરની આ પેસ્ટને આપે આપના ચહેરા પર લગાવી લેવી. આ પેસ્ટને આપે આપના ચહેરા પર સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દેવાની છે. હવે જયારે પેસ્ટ સુકાઈ જાય ત્યારે સુકાઈ ગયેલ પેસ્ટ આપના ચહેરા પર સ્ક્ર્બનું કામ કરી શકે છે. સુકાઈ ગયેલ પેસ્ટ હવે એક દાણાદાર સ્ક્રબની જેમ આપે ધીરે ધીરે હળવા હાથે ચહેરા પર સ્ક્રબની જેમ મસાજ કરો. આ રીતે ચણાના લોટ અને હળદરની સુકાઈ ગયેલ પેસ્ટથી મસાજ કરી લીધા પછી આપે પેસ્ટને ચહેરા પરથી દુર કરવા માટે હુફાળા ગરમ પાણીથી ચહેરાને સારી રીતે ધોઈ લેવો. આ ઘરેલું ઉપાય એકદમ સચોટ ઉપાય છે.

-પૈપયુ.:

પૈપયાની મદદથી આપ આપના ચહેરાના વાળને દુર કરી શકો છો. તેના માટે આપે સૌપ્રથમ પૈપયાની પેસ્ટ બનાવી રહેશે. જેના માટે આપે પૈપયાના દસથી બાર ટુકડા લેવાના રહેશે. ત્યાર બાદ આ ટુકડાને એક મિક્સર જારમાં નાખી દો. પૈપયાના ટુકડાની સાથે થોડીક હળદર પણ ઉમેરી દેવી. આ બન્ને વસ્તુઓને મિક્સર જારમાં એકસાથે પીસીને પેસ્ટ બનાવી લેવી. હવે તૈયાર થયેલ પેસ્ટને આપે આપના ચહેરા પર અને ગરદન પર વ્યવસ્થિત રીતે લગાવવી. આ પેસ્ટને આપ પંદર મિનીટ સુધી ચહેરા પર રહેવા દેવી. પંદર મિનીટ પછી આપે આપના ચહેરાને સાફ પાણીથી ધોઈ લો.

-મીઠાવાળું પાણી.:

મીઠું દરેક કિચનમાં સરળતાથી મળી જાય છે. એક વાટકી જેટલા પાણીમાં અડધી ચમચી જેટલું મીઠું ઓગળીને ત્યાર પછી આપે આ મીઠાવાળા પાણીમાં કોટન બોલને પલાળીને ચહેરા પર લગાવો. આ મીઠાવાળા પાણીનો ઉપાય આપે દરરોજ નિયમિત રીતે બે વાર ચહેરાની મસાજ કરવી. આ ઉપાય આપે સતત પાંચથી સાત દિવસ સુધી નિયમિતપણે કરવાનો રહેશે. આ ઉપાય કરવાથી આપના ચહેરાના વાળ ધીરે ધીરે ઘટવા લાગશે.

નોંધ.:

ઉપરોક્ત દર્શાવવામાં આવેલ ઉપાયો ઘરેલું ઉપાયો હોવાથી આપને તાત્કાલિક પરિણામ જોવા મળી શકશે નહી. પરિણામ મેળવવા માટે આપે તે ઉપાયને સતત કેટલાક સમયાન્તરે કરતા રહેશો તો આપને પરિણામ જોવા મળી શકે છે. આ ઉપાયો આપના ચહેરાની સુંદરતાને પણ નિખારવામાં મદદ કરે છે.