ચોખાના લોટથી બનેલી આ ઘરેલુ રેસીપી ચહેરાની સુંદરતામાં વધારો કરે છે

આજના સમયમાં,દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે.ચહેરાના સૌંદર્ય માટે ઘણા લોકો વિવિધ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે પરંતુ પરિણામો માત્ર થોડા સમય માટે જ રહે છે અને પછી વ્યક્તિનો ચેહરો પેહલા જેવો જ થઈ જાય છે.કોરોનાના સમયમાં પાર્લરમાં જવું અથવા તો બજારમાં મળતી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી આપણને ડર લાગે છે.તેથી આજે અમે તમને ચોખાના લોટનો ઘરેલુ ઉપાય જણાવીશું જે એકદમ સરળ છે અને ચોખા તો બધાના ઘરમાં સરળતાથી મળી રહે છે.

image source

આપણે વાઈટ ત્વચા મેળવવા માટે કંઈપણ કરી શક્યે છીએ.તો આજે અમે જણાવેલ આ ઘરેલુ ઉપાય જરૂરથી ટ્રાય કરજો.આ ઘરેલું ઉપાય કરવામાં કોઈ નુકસાન નથી.આજે અમે તમને ચોખાના લોટના ઘરેલું ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી ત્વચાને ખૂબ જ સુંદર અને ચોખ્ખી બનાવશે.આ વસ્તુઓનો ઉપયોગ કર્યા પછી તમારે કોઈ બ્લીચ અથવા ફેશિયલની જરૂર રહેશે નહીં.

image source

ચોખાનો લોટ ચહેરાના વર્તુળોને સમાપ્ત કરવા માટે ખૂબ ઉપયોગી છે.કાચા દૂધમાં ચોખાનો લોટ મિક્સ કરીને એક પેસ્ટ બનાવો.આ પેસ્ટને ચહેરા પર 10 થી 15 મિનિટ માટે રહેવા દો.ત્યારબાદ તે સૂકાયા પછી તમે તમારા હાથથી આ પેસ્ટ ઘસીને દૂર કરી શકો છો.આ કરવાથી,ત્વચા નરમ અને મજબૂત બની જશે.અને ચહેરા પર ગ્લો પણ આવશે.આ ઉપાય ચેહરા માટે ખુબ જ ફાયદાકારક રહેશે.

image source

ચહેરાની સુંદરતા માટે તમે દહીં અને ચોખાના લોટના બનેલા ફેસ પેકનો પણ ઉપયોગ કરી શકો છો.આ ફેસ પેક બનાવવા માટે,ચમચીમાં ચોખાના લોટમાં દહીં,હળદર અને મધ નાખીને પેસ્ટ બનાવો.આ પેસ્ટને અઠવાડિયામાં 2-3 વાર ચહેરા પર લગાવો.સૂકાયા પછી આ ફેસ પેકને તમારા હાથથી ઘસીને દૂર કરો. હાથથી ઘસીને ફેસ-પેક દૂર કરવાથી તમારા ચેહરા પર થતી ગંદકી લાંબા સમય સુધી દૂર થશે અને ચહેરો સંપૂર્ણ ચમકદાર થશે.

image source

દાળ તમારી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે.દાળને લગભગ 8 કલાક પાણીમાં પલાળી રાખો.પછી દાળમાં દૂધ નાખીને તેને પીસી લો.પેસ્ટ તૈયાર થયા પછી તેમાં હળદર અને મધ નાખીને એક ફેસ પેક તૈયાર કરો.આ પેકને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો.આ કરવાથી તમારો ચહેરો ચમકશે.

image source

લીંબુ અને મધ પણ ચહેરાની સુંદરતામાં વધારો કરે છે.જો તમારે ઉતાવળમાં ક્યાંક જવું હોય અને ફેશ્યિલ અથવા તો બ્લીચ કરવાનો સમય ન હોય,તો લીંબુ અને મધના ઉપયોગથી તમારા ચહેરાને ચમકદાર બનાવવાની ખૂબ જ સરળ રીત છે.1 ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ અને ગ્લિસરિનને મિક્સ કરો.ત્યારબાદ આ મિક્ષણને તમારા ચેહરા પર ઓછામાં ઓછા 10 મિનિટ માટે લગાવો.જ્યારે આ પેક થોડું સૂકાઈ જાય,ત્યારે ગુલાબજળથી તમારા ચહેરા પર હળવા હાથથી ઘસીને આ પેક દૂર કરો.પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો.આ કરવાથી તમારો ચહેરો વધુ ચમકદાર બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત