રોટલી કરતા સમયે રાખશો આ વાતનું ધ્યાન ક્યારેય નહિ રહે કબજિયાત અને ગેસની તકલીફ.

મોર્ડન લાઈફ સ્ટાઈલના લીધે વર્તમાન સમયમાં માટી માંથી બનેલા વાસણોનો ઉપયોગ ખુબ જ ઘટી ગયો છે આવું એટલા માટે કેમ કે, વર્તમાન સમયમાં ઘણા ઓછા લોકો એવા છે જેઓ માટીના વાસણમાં બનાવેલ ભોજનનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે જાણતા હોય છે. માટીના વાસણમાં બનેલ ભોજનનું સેવન કરવાથી આપને ઘણા બધા સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે.

image source

તેમજ આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ભોજનને ધીમે ધીમે બનાવવું જોઈએ. ધીમે ધીમે ભોજન બનાવવું એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણમાં શક્ય છે નહી, એલ્યુમિનિયમ અને સ્ટીલના વાસણોમાં ભોજન જલ્દી બની જાય છે. પરંતુ માટીના વાસણમાં ભોજનને બનતા વધુ સમય લાગે છે કેમ કે, માટીના વાસણમાં ધીમા તાપે જ ભોજન બનાવવું પડે છે જો આપ વધુ તાપ પર ગેસ રાખીને માટીના વાસણમાં ભોજન બનાવો છો તો માટીનું વાસણ ફાટી જવાનો ભય રહે છે. માટીના વાસણમાં બનાવેલ ભોજન અત્યંત સ્વાદિષ્ટ હોવાની સાથે જ સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. આજે અમે આપને માટીના તવા પર બનાવેલ રોટલીનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.

ગેસથી છુટકારો.:

image source

માટીની તવી પર બનાવવામાં આવેલ રોટલીનું સેવન કરવાથી આપને થતી ગેસની સમસ્યાથી છુટકારો મળી શકે છે. જો આપને આખો દિવસ બેસીને કામ કરવાની નોકરી કરી રહ્યા છો તો આપને એના લીધે ઘણી વાર પેટમાં ગેસ થવાની સમસ્યાથી પીડાઈ શકો છો એટલા માટે આપે આજથી જ માટીની તવી પર શેકવામાં આવેલ રોટલીનું સેવન કરવાનું શરુ કરી દેવું જોઈએ.

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક :

image source

માટીની ટ્વી પર શેકવામાં આવેલ રોટલી અત્યંત સ્વાદિષ્ટ હોય છે એટલું જ નહી માટીની તવી પર રોટલી શેકવાના કારણે રોટલી માટીમાં રહેલા તત્વોને પોતાનામાં શોષી લે છે જેના કારણે રોટલીમાં પૌષ્ટિક તત્વોનું પ્રમાણ વધી જાય છે. ઉપરાંત માટીમાં રહેલ પોષકતત્વો આપને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.

કબજિયાતમાં રાહત :

image source

આ ભાગદોડ ભરેલી જીંદગીમાં ક્બ્જની સમસ્યા દરેક ઉમરની વ્યક્તિઓને થવા લાગી છે. નાના બાળકોથી લઈને વૃદ્ધોમાં પણ ક્બ્જની સમસ્યા જોવા મળી જાય છે. કબ્જ થવાનું મુખ્ય કારણ ખાવા પીવાની ખોટી આદતો હોવાનું માનવામાં એ છે. જો આપને ક્બ્જની સમસ્યા રહેતી હોય તો આપે માટીની તવી પર બનાવેલ રોટલીનું સેવન કરવાથી આપને ક્બ્જની સમસ્યા દુર થઈ શકે છે. અને આપને ક્બ્જમાં રાહત મળે છે.

માટીના તવાની વિશેષતા.:

image source

એવી માન્યતા છે કે, માટીના તવા પર રોટલી બનાવવાથી રોટલીના પોષક તત્વો નાશ પામતા નથી. જયારે અન્ય ધાતુના વાસણમાં જેવા કે, એલ્યુમિનિયમના વાસણમાં ભોજન બનાવવાથી ભોજનના ૮૭% પોષકતત્વો નાશ પામે છે. જયારે પિત્તળના વાસણમાં ભોજન બનાવવાથી ૭% પોષકતત્વો નાશ પામે છે તેમજ તાંબાના વાસણમાં ભોજન બનાવવાથી ૩% પોષકતત્વો ભોજન માંથી નાશ પામે છે ફક્ત માટીના વાસણમાં જ ભોજન બનાવવાથી ભોજનમાં બધા જ પોષકતત્વો જળવાઈ રહે છે.

માટીના વાસણ માટે આ બાબતોનું ધ્યાન રાખો.:

image source

જો આપ આપના ઘરમાં ભોજન બનાવવા માટે માટીના વાસણોનો ઉપયોગ કરી રહ્યા હ્હો તો આપે ધ્યાન રાખવું કે, માટીના વાસણને ક્યારેય ગેસ પર હાઈ ફ્લેમ પર રાખવું જોઈએ નહી કેમ કે હાઈ ફ્લેમ પર માટીના વાસણને રાખવાથી માટીનું વાસણ તૂટી જાય છે એટલા માટે આપે હંમેશા માટીના વાસણને મીડીયમ કે પછી લો ફ્લેમ પર જ રાખીને તેમાં ભોજન બનાવવું જોઈએ. તેમજ માટીના વાસણને આપે સાબુથી સાફ કરવા નહી તેના બદલે ચોખ્ખા કપડાથી કે પછી પાણીનો ઉપયોગ કરીને સાફ કરવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત