માત્ર થોડુ ચોખાનું પાણી પીવાથી પેટ રહે છે સાફ, સાથે આ બીમારીઓને પણ કરે છે છૂ, જાણો અઢળક ફાયદાઓ

ભારતમાં ઘરે ઘરે ચોખાનો ઉપયોગ થાય છે. કારણ કે ચોખા લગભગ બધા લોકોને ખૂબ પસંદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ચોખાનું પાણી પણ ખૂબ ઉપયોગી વસ્તુ છે? ચોખાનું પાણી, જેને ભારતના ઘણા ભાગોમાં રેતી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ કરવાથી ધણા ફાયદાઓ થાય છે.

ચોખાનું પાણી શરીરને હાઇડ્રેટ કરે છે :

image source

ચોખાનું પાણી શરીર ને હાઇડ્રેટેડ રાખવા માટે ખૂબ સારું માનવામાં આવે છે, હકીકતમાં ચોખામાં વિવિધ પ્રકારના પોષક તત્વો હોય છે. જ્યારે આપણે ચોખા ધોઈએ છીએ, ત્યારે તે પાણીમાં આ પોષક તત્વો બહાર આવે છે. આવી સ્થિતિમાં ચોખાનું પાણી પીવા થી આપણું શરીર હાઇડ્રેટેડ રહે છે, અને આપણું શરીર નબળું પડતું નથી.

બ્લડપ્રેશર નિયંત્રિત રાખે છે :

image source

ચોખાનું પાણી પણ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. વાસ્તવમાં ચોખાના પાણીમાં સોડિયમ ભરપૂર હોય છે. આથી બ્લડ પ્રેશર ધરાવતા લોકોને ચોખાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જે લોકોને આ સમસ્યા છે તેઓ ચોખાના પાણીનો ઉપયોગ કરી શકે છે.

પેટને સાફ રાખે છે :

image source

ચોખાનું પાણી પીવાથી પેટ સાફ રહે છે. જે ડિસોપશન સિસ્ટમને પણ સ્વસ્થ રાખે છે. ચોખાના પાણીનો ઉપયોગ કરો તો તેનાથી ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે, તેથી તે ચોખાના પાણી થી દૂર થઈ જાય છે. આથી પેટ ને સાફ રાખવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.

ત્વચા માટે ફાયદાકારક :

image source

ચોખાના પાણીમાં ખનિજ, વિટામિન, એમિનો એસિડ અને એન્ટિ ઓક્સિડન્ટ્સ ફેરુલિક એસિડ હોય છે. આ બધા પોષણ આપણી ત્વચા અને વાળ માટે વરદાનથી ઓછું નથી. ચોખાનું પાણી ત્વચા ની ચમક વધારવા માટે સારું છે. સૂકી ત્વચા, ખુલ્લા છિદ્રો અને ખીલ જેવી સમસ્યાઓનો સામનો કરવા માટે ચોખાના પાણીનો ઉપયોગ કરવો પણ સલાહભર્યું છે. ચોખાના પાણીનો ઉપયોગ નરમ ત્વચાને જાળવી રાખવા માટે પણ કરી શકાય છે.

શરીરમાં રહે છે ઊર્જા :

ચોખાનું પાણી શરીર માં ઊર્જા જાળવે છે. ચોખાનું પાણી શરીર ની ઊર્જાનો ઉત્તમ સ્ત્રોત છે જે કાર્બોહાઇડ્રેટ થી સમૃદ્ધ છે. સવારે આ પાણી પીવું એ ઊર્જાને વેગ આપવાનો એક વધતો માર્ગ છે. જો તમે દરરોજ એક ગ્લાસ ચોખાના પાણીનું સેવન કરશો, તો તે તમારા શરીરને પુષ્કળ ઊર્જા આપશે અને તમને આખો દિવસ મજબૂત રાખશે. તેથી તંદુરસ્ત શરીર માટે ચોખાના પાણીનો ઉપયોગ કરી શકાય છે.

કેન્સરથી બચાવ થાય :

image source

ચોખાના પાણી પીવાથી કેન્સર જેવી ભયંકર બીમારી માંથી રાહત મળી શકે છે. વિજ્ઞાનિક નું માનવું છે કે ચોખામાં ટ્યુમર ને દબાવવા વાળા તત્વો જોવામાં આવ્યા , કદાચ આ આંતરડાના કેન્સરથી બચવાનું કારણ છે.

ઘટ ચમકદાર વાળ :

image source

વાળ માટે ચોખાનું પાણી ખુબ જ ફાયદાકારક થાય છે. જો તમારા વાળ પાતળા અને નિર્જીવ થવા ની તકલીફ થી પરેશાન છો તો ચોખાના પાણી થી વાળ ધુવો. ચોખાના પાણીથી વાળ ધોવાથી વાળ ઘટ થાય , સાથે સાથે વાળમાં ચમક પણ જળવાય રહે છે. ચોખાનું પાણી ને તમારા વાળમાં લગાવીને વીસ મિનીટ માટે છોડી દો. પછી શેમ્પુ અને કન્ડીશનર થી ધોઈ લો. તમે મોંઘી સારવાર સિવાય મેળવી શકો છો, સુંદર અને ચમકતા વાળ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત