જો આ રીતે સાબુ વાપર્યા વગર ચહેરાને કરશો ક્લિન, તો ત્વચા થશે સુંવાળી અને દેખાશો યુવાન

સાબુ વાપર્યા વગર તમે આ રીતે તમારા ચહેરાને સાફ કરી શકો છો – અને તમારી ત્વચાને મુલાયમ બનાવી શકો છો

આપણી સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે ચહેરો સાફ કરવા માટે આપણે જે ખાસ સાબુ કે પછી ફેસવોશ કે પછી ફેસ ક્લિન્ઝર યુઝ કરતા હોઈ છીએ તે પુરું થઈ જાય અને તેના વગર જ કામ ચલાવવું પડે છે. પણ તમારે તેમ ન કરવું જોઈએ. આજે અમે તમને એવી કેટલીક ઘરમાં જ ઉપલબ્ધ વસ્તુઓ વિષે જણાવીશું જે તમારા ચહેરાને સ્વચ્છ તો કરે જ છે પણ તેને નીખાર પણ આપે છે અને મુલાયમ પણ બનાવે છે. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિષે.

દૂધ

image source

આ એક ક્લાસિક પસંદ છે. તમને એ ખબર છે કે ઇજીપ્તની સૌંદર્યવાન રાણી ક્લિયોપેટ્રા પોતાની ત્વચાને આ કૂદરતી ક્લીન્ઝર વડે સાફ કરતી હતી ? અને તે ક્લીન્ઝર હતું દૂધ. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે. અને તે તમારી ત્વચા પરના મૃત કોષોને દૂર કરવા માટે અસરકારક છે. તેના માટે તમારે ફેટ ફ્રી કે લો ફેટ મિલ્ક ન વાપરવું પણ ફુલ ફેટ દૂધ વાપરવું જોઈએ. તે એટલા માટે કારણ કે ફૂલ ફેટ દૂધમાં પ્રોટીન અને મોઇશ્ચરાઇઝર વધારે હોય છે જે તમારી ત્વચાને ખૂબ લાભ પહોંચાડે છે.

image source

દૂધનો પ્રયોગ કરવા માટે તમારે તમારી હથેળીમાં થોડું દૂધ લેવાનું છે અને તેનાથી તમારા ચહેરા પર હળવા હાથે મસાજ કરવાનું છે, જેવું તમે સામાન્ય ક્લીન્ઝર કે ફેસવોશ સાથે કરતા હોવ તેવી રીતે. થોડી વાર માટે તમારે દૂધવાળા હાથેથી તમારા ચહેરાને હળવું પેટ (થપાટ) કરવું જોઈએ જેનાથી તમારી ત્વચામાં દૂધ ઉતરી શકે અને તેને પોષણ મળી શકે. ત્યાર બાદ તમારે ચહેરાને ધોઈ લેવો. આ પ્રયોગ તમારી ત્વચા પર જાણે જાદૂ કરશે. તે ઓર વધારે ઉજળી અને સુંવાળી બનશે. અને જે મહિલાઓ સેન્સીટીવ સ્કીન ધરાવતી હોય, તેમણે ફૂલ ફેટ મિલ્ક સાથે એલોવેરાનો ઉપયોગ કરવો જોઈએ, અને ડ્રાઇ સ્કીન વાળાએ તો ચીંતા જ ન કરવી જોઈએ. તેઓ ખાલી ફૂલફેટ દૂધનો પણ ઉપયોગ કરી શકે છે અને તેમાં તમે ફેંટેલું ઇન્ડુ પણ ઉમેરી શકો છો. આ સિવાય તમે દૂધથી નાહી પણ શકો છો. તેનાથી તમારા શરીરની બધી જ ત્વચાને તેનો લાભ મળશે.

લીંબૂ

image source

લીંબૂ તમને ઘણી બધી રીતે મદદ કરે છે. તે એક ઉત્તમ ડીટોક્સીફાઇંગ અને વેઇટ લોસ ફૂડ છે. તમારે રોજ એક લીંબુનો રસ પીવો જોઈએ. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે તે તમારી ત્વચાને ખૂબ જ અસરકારક રીતે સ્વચ્છ બનાવે છે. ખાસ કરીને જે છોકરીઓની ત્વચા ઓઈલી હોય તેમની ત્વચા લીંબૂથી સાફ કરવાથી ખૂબ જ સ્વચ્છ થઈ જાય છે. આ સિવાય તે ત્વચાને યુવાન અને ઉજળી પણ બનાવે છે. તેના માટે તમારે કશું જ નથી કરવાનું. તમારે એક તાજુ લીંબુ લેવાનું છે તેનો જ્યુસ કાઢવાનો છે અને તેને તમારા ચહેરા પર લગાવવાનો છે, ચહેરા પર લીંબૂનો રસ લગાવી તેને થોડી ક્ષણો તેમ જ રહેવા દો જેથી કરીને તે તમારી ત્વચામાં ઉતરી શકે ત્યાર બાદ ચહેરો ધોઈ લેવો અને તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરી લેવી. જો કે લીંબૂનો રસ લગાવ્યા બાદ ચહેરો ધોયા વગર મોઇશ્ચરાઇઝર લગાવશો તો પણ સારું રહેશે. કદાચ તમને એવું લાગે કે તેનાથી તમને બળતરા થશે તો તેવું નહીં થાય. ઉરલટાનું તેનાથી તમને તાજગી લાગશે, જો કે લીંબુનો રસ લગાવતી વખતે તમારે તમારી આંખોને સુરક્ષિત રાખવી જોઈએ કારણ ત્યાં તો તમને બળતરા થશે જ. આ સિવાય તમે તેનો ઉપયોગ ફેશિયલ ક્લિન્ઝર તરીકે એક નોન-સ્ક્રબીંગ એક્સફોલીએટર તરીકે પણ કરી શકો છો. જો તમને ક્રીમ જેવું ક્લીન્ઝર જોઈતુ હોય તો તમે લીંબૂ સાથે દહીં અથવા દૂધ પણ મિક્સ કરી શકો છો.

મધ

image source

મધ તમારી ત્વાચને કૂદરતી રીતે સ્વચ્છ કરે છે અને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. મધ એક કૂદરતી હ્યુમેક્ટન્ટ છે જે હવામાંથી મોઇશ્ચર ખેંચી લાવે છે. તે તમારી ત્વચાને મુલાયમ બનાવે છે, અને તેને એક કૂદરતી ચમક આપે છે. સામાન્ય રીતે ઓર્ગેનિક હની તમારી ત્વચા પર વધારે અસરકારક રહે છે પણ તમે કાચુ મધ પણ વાપરી શકો છો. પણ તમારે પ્રોસેસ્ડ મધ ન વાપરવું જોઈએ કારણ કે તેમાં કંઈ ખાસ પોષકતત્ત્વો નથી હોતા. કાચા મધના ખૂબ ફાયદા ત્વચાને થાય છે. કાચા મધમાં ઘણી બધી હીલીંગ પ્રોપર્ટીઝ રહેલી છે, તે ત્વચાને થતા ઇરીટેશનથી બચાવે છે તેમજ ત્વચા પરની લાલાશને દૂર કરે છે.

મધ અને ઓલીવ ઓઇલ ભેળવીને તમે મોઇશ્ચરાઇઝીંગ ક્લીન્ઝર બનાવી શકો છો. આ મિશ્રણનો ઉપયોગ તમે ઓવરનાઇટ માસ્ક તરીકે પણ કરી શકો છો.

ખાંડ અથવા બ્રાઉન શુગર

image source

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે બ્રાઉન શુગર કે પછી સાદી ખાંડ એક એક્સફોલીએટીંગ એટલે કે સ્ક્રબર તરીકે ઉત્તમ કામ કરે છે. તેનાથી તમાચી ત્વચા પરની મૃત ચામડી દૂર થઈ જાય છે. પણ તે સાથે સાથે ખાંડ એક ઉત્તમ ક્લીન્ઝર પણ છે. તમારે થોડા તેલ સાથે થોડી ખાંડ ઉમેરવી જોઈએ. તેલમાં તમે ઓલીવ ઓઈલનો ઉપયોગ કીર શકો છો, આ સિવાય તમે કોપરેલ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

કોપરેલ તેલ તેમજ ઓલીવ ઓઇલ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે અને તેમાં રહેલી ખાંડ તમારી ત્વચા પરના મૃત કોષોને દૂર કરશે. પણ જો તમારી ત્વચા ઓઈલી હોય તો તમારે માત્ર ખાંડનો જ ઉપયોગ કરવો જોઈએ, અને તેલની જગ્યાએ તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવો. હવે આ બન્ને વસ્તુના મિશ્રણથી તમારે તમારા ચહેરા પર ખૂબ જ હળવાશથી મસાજ કરવું. ચહેરા ઉપરાંત તમે તમારા શરીર પર પણ તેનાથી મસાજ કરી શકો છો. ત્યાર બાદ ચહેરો ધોઈ લેવો. તમારી ત્વચા તમને ખૂબ જ સ્મૂધ અને સોફ્ટ લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત