કોરોનાની ઓળખ માટે તાવ સિવાય પણ છે આ અનેક લક્ષણો, આ રીતે તમે પણ જાણી લો તમે કોરોના પોઝિટિવ છો કે નેગેટિવ

કોરોના વાયરસે બધા દેશમાં તબાહી મચાવી દીધી છે. તેને લઈને શરૂઆતથી જ વિવિધ પ્રકારના અહેવાલો સામે આવ્યા છે. કોઈ નિષ્ણાતો કહે છે કે રોગના પ્રારંભિક લક્ષણો શોધી કાઢ્યા પછી જ દર્દીનો જીવ બચાવી શકાય છે.

મોટાભાગના કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે, લોકોને શરૂઆતમાં કોરોના હોય ત્યારે તેમને હાઈ ફીવર થાય છે, તો ક્યારેક એવું પણ બને છે કે, તાવ ના હોય તો પણ કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. તેવા અનેક કિસ્સાઓ બન્યા છે. તેમાં બાકીના બીજા ઘણા લક્ષણો જોઈને પણ કોરોના વાયરસની ઓળખ કરી શકાય છે.

સતત ઉધરસ આવવી :

image source

સતત ઉધરસ આવવી એ પણ કોરોનાનું એક લક્ષણ છે. જો કે, તે ફ્લૂમાં થતી ઉધરસ પણ હોઈ શકે છે, પણ સામાન્ય ખાંસી કે પછી કોરોના દ્વારા થયેલ ખાંસી વચ્ચે ભેદ પારખવો ઘણો મુશ્કેલ છે. જો તમને સતત ઉધરસ હોય તો તમારા નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો, અને તેની દવા ચાલુ કરી દેવી.

શ્વાસ લેવામાં મુશ્કેલી થવી :

image source

કોરોનાના બીજા તરંગમાં ઘણા દર્દીઓને શ્વાસ લેવામાં ખુબ મુશ્કેલી પડે છે. આવામાં અસ્થમાનાં દર્દીઓને વધુ તકેદારી રાખવાની જરૂર છે. જો તમને પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો તરત જ ઓક્સિમીટરથી તપાસ કરો, અને ઑક્સીમીટર પર ઓક્સિજન 94 થી નીચે આવે તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો.

આંખ લાલ થવી :

image source

આ નવા તાણમાં વ્યક્તિની આંખો લાલ અથવા ગુલાબી થઈ શકે છે. આ કિસ્સામાં, વ્યક્તિના આંખમાં લાલાશ, સોજો અને આંખમાંથી નીકળતું પાણી જેવી અનેક સમસ્યા થઈ શકે છે.

છાતીમાં દુ:ખાવો :

image source

છાતીમાં દુખાવો થવો એને પણ કોરોનાનું ખતરનાક લક્ષણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવું જ આપણા માટે વધુ સારું છે.

ટેસ્ટ અને સુગંધ જતી રહેવી :

image source

સ્વાદ અને ગંધ જતી રહેવા એ કોરોનાના એકદમ સામાન્ય લક્ષણ છે. તાવ આવ્યા પહેલા આ લક્ષણ દેખાઈ છે. જે લાંબા સમય સુધી શરીરમાં રહે છે. છેલ્લે કોરોના શરીરમાંથી ગયા બાદ પણ આ અનુભવાય છે.

થાક લગાવો :

image source

ખાંસી અને તાવ ઉપરાંત કોરોના સંક્રમિત થયેલ વ્યક્તિને થાક ઘણો લાગે છે. અને શરીરમાં નબળાઈ પણ આવી જાય છે. આ થાક સહન કરવો એ ઘણો મુશ્કેલ હોય છે.

ડાયેરિયા થઈ જવા :

કોરોનાનાં નવા લક્ષણોમાં હવે ડાયેરિયાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત પેટમાં દુખાવો અને ઊલટી પણ થાય છે.

સ્નાયુઓ અને સાંધામાં દુ:ખાવો થવો :

image source

કોરોનાથી સંક્રમિત દર્દીઓ કે જે મોટાભાગે વૃધ્ધ છે, તે લોકોને આ ફરિયાદ રહેતી હોય છે. એક રિપોર્ટ મુજબ સ્નાયુઓમાં દુ:ખાવો ત્યારે થાય છે જ્યારે વાયરસ શરીરના કોષો પર હુમલો કરે છે. આ લક્ષણ ઘણા જ ગંભીર લોકોમાં જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત