જો તમે કોરોનાથી ડરીને વધુ પ્રમાણમાં ઉકાળો પીતા હોવ તો હવેથી કરી દેજો બંધ, થઇ શકે છે આ ગંભીર સમસ્યાઓ

કોરોનાથી બચવા લોકો ઘરેલૂ ઉપાયો પર નિર્ભર છે. જેમાં ખાસ કરીને લોકો ઉકાળાનું સેવન કરે છે. પણ શું તમને ખબર છે કે, વધુ પડતાં ઉકાળાની સેવન ગંભીર નુકસાનનું કારણ બની શકે છે. તેના કારણે ઈન્ટરનલ બ્લીડિંગ, આંતરડા-પેટમાં પલ્ટીપલ અલ્સર અને મોમાં ચાંદાની સમસ્યા વધુ જોવા મળે છે. લોકો દિવસમાં ઘણીવાર ઉકાળા પી રહ્યાં છે પરંતુ તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને કારણે ગંભીર તકલીફો થઈ રહી છે.

image source

ફોર્ટિસ હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર સંજય શાહે જણાવ્યું કે લગભગ એક મહિના પહેલાં અમારા ઈમરજન્સી રૂમમાં 30 વર્ષનો એક યુવાન વ્યક્તિ શ્વાસની તકલીફને કારણે આવ્યો હતો. તેને ડિટેલમાં પૂછવામાં આવ્યું તો તેમે જણાવ્યું કે તે 4-5 મહિનાથી ઉકાળો પી રહ્યો છે અને તેને 2-3 સપ્તાહથી કાળા દસ્ત થઈ રહ્યાં છે. તેને લાગ્યું કે પેટનો કચરો બહાર નીકળી રહ્યો છે પરંતુ તેને ઈન્ટરનલ બ્લીડિંગ થઈ રહી હતી. એન્ડોસ્કોપીથી ખબર પડી કે તેના પેટ અને આંતરડામાં ઘણાં અલ્સર થઈ ગયા હતા. આવું અનહદ ઉકાળો પીવાને કારણે થયું હતું.

image soucre

તમને જણાવી દઈએ કે, ઉકાળામાં પડતી હળદરથી હાર્ટ બ્લોકેજનો ખતરો ઓછો થાય છે કારણ કે તેનાથી લોહી પાતળુ થાય છે. પરંતુ ઉકાળા કે દૂધમાં તેનો વધુ ઉપયોગ કરવાને કારણે હાર્ટના દર્દીઓની સર્જરીમાં બ્લીડિંગ પ્રોબ્લેમ વધી જાય છે. હળદર નેચરલ બ્લડ થિનર છે. હાર્ટના પેશન્ટ વધુ ઉકાળો પીવે તો તેમને બ્લીડિંગનો ખતરો રહે છે. દિલ્હીની અપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલની ઓપીડીમાં લગભહ 40 ટકા દર્દીઓના મોઢામાં ચાંદા એટલે કે અલ્સર અને ગળામાં દર્દની સમસ્યા થાય છે.

image source

કોરોના પહેલાં 2-3 ટકા દર્દીઓને જ મોમાં ચાંદા અને ગળામાં દુખાવાની સમસ્યા રરહેતી હતી. વધુ ગરમ વસ્તુઓનું સેવન કરનારા લોકોની હાલત બગડી રહી છે. કપિલ ગોસ્વામી નામના દર્દીએ જણાવ્યું કે, મૈં બહુ વધુ પ્રમાણમાં આ વસ્તુઓનું સેવન કર્યું છે. કાળા મરી, ગ્રીન ટી, હળદરવાળુ દૂઘ. જ્યારે તરસ લાગે ત્યારે ગરમ પાણી પીધું. જેના કારણે મને મોંમાં ચાંદા પડી ગયા. માઉથ અલ્સર સિવાય ઉકાળા વધુ પીવાથી ગેસ્ટ્રાયટિસ, બ્લીડિંગ, કિડની સ્ટોન જેવી સમસ્યા થાય છે. આ મહામારીમાં આ ઘરેલૂ ઉપાયો ફાયદાકારક સાબિત થાય છે પરંતુ તેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જરૂરી છે. જો તમને કોઈ બીમારી છે અથવા તો તમે કોઈ દવાઓનું સેવન કરી રહ્યાં છો તો તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

image source

અત્યારે લોકો શરીરની ઈમ્યુનિટી વધારવા માટે દવા અથવા ઔષધીઓનો ઓવરડોઝ લઈ રહ્યા છે, જેનાથી તેમને ઘણી સમસ્યા થઈ રહી છે. ડો. તનુજાના જણાવ્યા પ્રમાણે, ઉકાળો બનાવતા સમયે યોગ્ય પ્રમાણમાં વસ્તુઓ હોવી જોઈએ. ઉકાળો બનાવવા માટે તજ, સૂંઠ, કાળા મરી હોવા જરૂરી છે. સૂંઠ અને કાળા મરીની તાસીર ગરમ હોય છે, તેથી જો બંને લઈ રહ્યા હોય તો એટલે કે 2-3 કાળા મરી છે તો અડધી ચમચી સૂંઠ લેવી.

image source

તે ઉપરાંત ચાર પાંદડા તુલસી, અને અડધો ભાગ તજનો લેવો અને મિશ્રણ બનાવવું. એક ચમચી મિશ્રણ પાણીમાં નાખીને ઉકાળો. તે એન્ટિવાઈરલ હોય છે, જે શરીરને બીમારી સામે લડવાની ક્ષમતા વધારે છે. જો તમે યોગ્ય પ્રમાણમાં બધી વસ્તુઓ લીધી હશે તો તે નુકસાન નહીં કરે. દરરોજ હજારો દિલ્હી પોલીસ કર્મચારીઓને આપવામાં આવે છે. આયુર્વેદ સંસ્થાના લોકો પણ લઈ રહ્યા છે. તમે ઉકાળામાં લીંબુ અથવા ગોળ ઉમેરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત