અજમાવો આ ઘરેલુ ઉપાયો, અને બાળકોને આવતી ઉધરસમાંથી મેળવો છૂટકારો

નાના બાળકો અને શિશુઓને જયારે ઉધરસ આવે છે,ત્યારે સારવાર માટે તમે તેઓને દવાઓ આપતા નથી,તેથી બાળકોમાં ઉધરસની સારવાર માટે ઘરેલું ઉપચાર દવાઓ કરતા વધુ સલામત અને અસરકારક છે.

ઉધરસ ખૂબ પીડાદાયક છે અને જો બાળકોને ઉધરસ આવે છે,તો મુશ્કેલીઓ વધુ તીવ્ર બને છે.તે જ સમયે,બે વર્ષથી ઓછી વયના બાળકોને આપણે ડોક્ટરને પૂછ્યા વગર કોઈ દવાઓ પણ (ઓટીસી) આપી શકાતી નથી.

image source

સલામતી માટેઆવા નાના બાળકોને ઓટીસી દવાઓ આપવી સલામત નથી,તેથી બાળકોમાં ઉધરસ માટેના ઘરેલું ઉપચારોનો વધુ ઉપયોગ કરવો જરૂરી છે.શિશુને ઉધરસ માટેના ઘરેલું ઉપાય સલામત તેમજ અસરકારક છે. તો ચાલો અહીંયા અમે તમને બાળકોની ઉધરસના ઘરેલું ઉપાય વિશે જણાવીએ.
મધ એ બાળકની ઉધરસનો ઉપચાર છે

image source

મધ એ નાના બાળકો માટે ઉધરસની દવા તરીકે કામ કરે છે. તે લાળ અને કફને પાતળું કરીને બહાર કાઢી નાખે છે. ઉધરસથી છૂટકારો મેળવવા માટે તમારે એક વર્ષથી વધુ વયના બાળકોને દરરોજ એક ચમચી મધ આપવું જોઈએ. આ ઉપચાર તેમના માટે ઘણો ફાયદાકારક રહેશે.

એન્ટી-એલર્જિક દવાઓ કરતા મધ સારું સાબિત થઈ શકે છે. તે ઉધરસને ગંભીર સ્વરૂપો લેતા અટકાવે છે અને સારી નિંદ્રા મેળવવામાં મદદ કરે છે.
બાળકોમાં કફ માટે વરાળ એ ઘરેલું ઉપાય છે

ગળામાં જામેલા કફને સાફ કરવા માટે બાળકને ગરમ વરાળ આપો.તેનાથી બાળકને આરામ મળશે.તમે તમારા બાળકને વરાળ આપવા માટે ગરમ પાણીની વરાળ કરીને તમારા બાળકને બાથરૂમમાં 2 મિનિટ સુધી રાખી શકો છો.સુરક્ષા દરમિયાન તમારે આ સમય દરમિયાન બાળક સાથે બેસવું પણ પડશે.

ઉધરસ માટે પાણી પણ એક ઘરેલું ઉપાય છે

image source

ઉધરસના કિસ્સામાં,તમારા બાળકને પુષ્કળ પાણી આપો.કૈફીન મુક્ત ચા,સૂપ અથવા લીંબુ સાથે નવશેકું પાણી પીવાથી પણ લાળ સાફ થાય છે અને ગળાની સારવાર થાય છે .આ સિવાય દિવસ દરમિયાન વધારે પાણી પીવું જોઈએ.તે કફ અથવા ઉધરસ સિવાયની પણ ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

માથું ઊંચું કરીને રાખો

તમારા બાળકને થોડું ઊંચું માથું રાખીને સુવડાવો.આનાથી તેને શ્વાસ લેવામાં સરળતા રહે છે.ગળાના પાછળના ભાગ પર ઓશીકું મૂકો જેથી બાળકનું માથું સરળતાથી ઊંચું થઈ શકે છે.

અજમા અને લસણની વરાળ

image source

નાના બાળકોમાં શરદી અને ઉધરસની સારવાર લસણ અને અજમા દ્વારા પણ કરી શકાય છે.લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે અને તેમાં અજમામાં વાયરસ અને બેક્ટેરિયાને મારી નાખવાની શક્તિ છે.જે બાળકો માટે તો ફાયદાકારક હોય જ છે પણ આ પદ્ધતિ મોટા લોકો પણ કરી શકે છે તેઓને પણ આનાથી ફાયદો મળી શકે છે.

અજમા અને લસણની વરાળ બનાવવાની રીત;

image source

લસણની બે થી ત્રણ કળીઓને અને બે ચમચી અજમા સાથે એક પેન પર એક મિનિટ માટે શેકી દો.શરદી થાય ત્યારે આ મિશ્રણ બાળકની પાસે રાખો.તેની સુગંધ બાળકની ઉધરસ અને શરદીની સારવાર કરવામાં મદદ કરશે.

ડોક્ટરને ક્યારે બતાડવું જોઈએ ?

ઘરેલું ઉપચારની મદદથી તમે તમારા બાળકમાં ઉધરસની સારવાર કરી શકો છો,પરંતુ જો તમને નીચેના લક્ષણો દેખાય તો તરત જ તમારા બાળકને બાળ ચિકિત્સકને બતાડી જુઓ:

જયારે વારંવાર ઉધરસ હોય

ઉધરસ વખતે શ્વાસ લેવામાં તકલીફ હોય

દરવખતે શ્વાસ લેવાના સમયે ત્વચા ખેંચાવી

શ્વાસ લેતી વખતે ઘરઘરાહટનો અવાજ આવવો

ઉધરસ વખતે હોઠ અથવા ચહેરાનો રંગ વાદળી થવો

છાતીમાં ભારે દુખાવો થવો

લોહી ખાંસી

104 ડિગ્રી થી વધુ તાવ

જો તમારા બાળકમાં તમને આવા લક્ષણો દેખાય છે,તો તમારે અવગણવું જોઈએ નહીં.આ ગંભીર આરોગ્ય સમસ્યાના સંકેતો હોઈ શકે છે જેનો સમયસર ઉપચાર કરવો જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત