યોગ્ય રીતે સાઈકલિંગ ન કરવાથી થાય છે આ ભયંકર નુકશાન, આ ટિપ્સનું કરો પાલન થશે ગજબના ફાયદા

સાયકલિંગ એ ખૂબ સારી શારીરિક પ્રવૃત્તિ છે. કોરોના મહામારીમાં જ્યારે બધુ બંધ થઈ ગયું હતું ત્યારે લોકોએ ફરીથી સાયકલ ચલાવવાનું પસંદ કર્યું. અમેરિકા જેવા દેશમાં જ્યાં છેલ્લા બે મહિનામાં તેનું વેચાણ ડબલ થઈ ગયું છે. ભારતમાં સેંકડો મજૂરો સાયકલ ચલાવીને પોતાના વતન જવા માટે નીકળી પડ્યા હતા. બિહારની પુત્રી જ્યોતિ તેના પિતાને લઈને સાયકલ પર હજાર કિલોમીટરનું અંતર કાપ્યું હતું. શરીરને તેની નિયમિત પ્રેક્ટિસથી ઘણા ફાયદાઓ મળે છે. તમને ફીટ રાખે છે અને બોડી ટોન્ડ રાખે છે. દરરોજ સાયકલ ચલાવવાથી તમારી સ્ટેમિના પણ વધે છે. પરંતુ સાયકલ ચલાવતા પહેલા તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આજે અમે તમને કેટલીક ટીપ્સ આપી રહ્યા છીએ જેની સાયકલ ચલાવતા પહેલા તમારે કાળજી લેવી જોઈએ.

ગિયર સેટ ન કરો

કેટલાક લોકો તેમની સાયકલ રાઈડને સરળ અને મનોરંજક બનાવવા માટે પહેલેથી જ ગિયર સેટ કરે છે, જે ક્યારેય ન કરવું જોઈએ. કારણ કે તેનાથી ઘા લાગવાની અને સાયકલ પરથી પડવાની સંભાવના વધારે છે. તમારા શરીર અને સ્નાયુઓને નિર્ધારિત ક્ષમતાથી વધુની કસરત કરવી યોગ્ય નથી. તમારા શરીરની ક્ષમતા અનુસાર મર્યાદિત સમય માટે જ વ્યાયામ કરો.

સ્ટ્રેચિંગ એવોઈડ કરો

image source

સામાન્ય રીતે કોઈ શારીરિક પ્રવૃત્તિ પહેલાં સ્ટ્રેચિંગ કરવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ સાયકલ ચલાવતા પહેલા આવું ન કરો. કારણ કે આ તમારા સ્નાયુઓને નબળા બનાવી શકે છે, જેનાથી તમે સ્નાયુઓના ખેંચાવાનું જોખમ રહે છે. તમે સાયકલ ચલાવવાના ઓછામાં ઓછા 10 થી 20 મિનિટ પહેલાં સ્ટ્રેચિંગ કરી શકો છો.

ચરબીયુક્ત ખોરાક ન લો

image source

સાયકલ ચલાવતા પહેલાં તમારે એવા ખોરાકને ટાળવો જોઈએ જેમાં ચરબીનું પ્રમાણ વધારે હોય. કારણ કે તે આળસ વધે છે અને એનર્જી ઓછી કરે છે. ઉપરાંત, ચરબીવાળા ખોરાક તમારા આંતરડામાં લાંબા સમય સુધી રહે છે, જે તમારી સાયકલ સ્પિડને અસર કરી શકે છે.

વધારે પાણી પીવાનું ટાળો

image source

સાયકલ ચલાવતા પહેલા વધારે પાણી ન પીવું. હાઇડ્રેશન એ મહત્વનું છે, પરંતુ સાયકલ ચલાવવા પહેલાં તે વધારે ન પીવો. કેટલાક લોકો સાયકલ ચલાવતા પહેલા એક કે બે ગ્લાસ પાણી પીવે છે, જે સારું નથી. તમારું લીવર એક સમયમાં મર્યાદિત માત્રામાં જ પ્રક્રિયા કરવામાં સક્ષમ છે. તેથી વધારે પાણી પીવાનું ટાળો. વધુ પાણી પીવાથી દર બે મિનિટે તમને પેશાબ થશે અને પેટમાં દુખાવો અને ઉબકા પણ થઈ શકે છે. જો તમારે પાણી પીવું હોય, તો અડધો ગ્લાસ કરતાં વધુ ન પીવો. સાયકલ ચલાવતા સમયે, તમે થોડા ઘૂંટડા પાણી પી શકો છો.

કેટલો સમય સાયકલિંગ કરવું જોઈએ?

image source

તે તમારા રૂટિન પર આધાર રાખે છે. જો તમે કોઈ અન્ય ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા તો અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ (દરરોજ 40 મિનિટ) સાયકલિંગ કરવું જરૂરી છે. તેમજ જો તમે જિમ અથવા કોઈ બીજા વર્કઆઉટ કરો છો તો 15 મિનિટ સાયકલિંગ કરવું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત