શું તમે ડાઘ,દાદર અને ખંજવાળની સમસ્યાથી કંટાળી ગયા છો? તો અપનાવો આ રામબાણ ઇલાજ અને માત્ર બે દિવસમાં કરી દો આ સમસ્યાને દૂર

ડાઘ,દાદર અને ખંજવાળ એક ત્વચારોગ વિરોધી રોગ છે જે અમુક પ્રજાતિઓના ફૂગથી થાય છે.આ ફૂગ માઇક્રોસ્પોરોન,ટ્રાઇકોફિટોન,એપિડરમોફાઈટોન અથવા ટીનીયા પ્રજાતિની હોય છે.દાદરનો રોગ ઘણા સ્વરૂપો પર શરીરના ભાગો પર હુમલો કરે છે.માથાની ચામડીના વાળના મૂળના ફૂગના આક્રમણને કારણે આ રોગ થાય છે.આ રોગ બાળકો અને યુવાનોમાં વધુ જોવા મળે છે.આ રોગ થવાથી વાળ મૂળની નજીકથી તૂટી જાય છે. માઇક્રોસ્કોપથી જોવામાં આવે ત્યારે વાળની ​​આસપાસ માઇક્રોસ્કોપિક બેક્ટેરિયા દેખાય છે.તેની સારવાર ખુબ મુશ્કેલ છે.આ રોગની સારવાર એક્સ-કિરણો દ્વારા કરવામાં આવે છે.

image source

આજકાલ ડાઘ,દાદર અને ખંજવાળની ​​સમસ્યા સામાન્ય થઈ ગઈ છે કારણ કે મોટાભાગના લોકો તેમના શરીર પર ધ્યાન આપતા નથી અને પોતાનું શરીર સાફ રાખતા નથી,તેના કારણે ડાઘ,દાદર તથા ખંજવાળની સમસ્યા ઉત્પન્ન થાય છે.આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે રામબાણ ઈલાજ જણાવીશું,જાણો ડાઘ,દાદર અને ખંજવાળની સમસ્યાથી બચવા માટેના ઉપાયો.

image source

ડાઘ,દાદર અને ખંજવાળની ​સમસ્યાથી છુટકારો મેળવવા માટે લીમડો ખૂબ જ ફાયદાકારક છે.જો તમે પણ ડાઘ,દાદર અને ખંજવાળથી છૂટકારો મેળવવા માંગતા હો,તો પછી એક તપેલીમાં પાણી લો અને તેમાં લીમડો નાખો,ત્યારબાદ આ પાણીને ખુબ જ ઉકળવા દો અને જયારે પાણી ગરમ થઈ જાય ત્યારે આ પાણીને ગાળી લો અને એ પાણીથી સ્નાન કરો.લીમડાના પાનનાં પાણીથી નહાવાથી શરીર પરના કીટાણુ દુર થાય છે.તેથી ડાઘ,દાદર તથા ખંજવાળની સમસ્યા દુર થાય છે.

image source

ડાઘ,દાદર અને ખંજવાળની ​​સમસ્યાથી છુટકારો મેળવવા માટે લસણ પણ ખૂબ ફાયદાકારક છે.જો તમે પણ તમારી આ ​​સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હો,તો લસણની છાલ કાઢી લસણને વચ્ચે કાપી લો અને લસણનો રસ કાઢી તેને તમારા ડાઘ,દાદર અને ખંજવાળની જગ્યા પર લગાવો,તેને લગાવવાથી આ સમસ્યાથી છુટકારો મળશે.

image source

નાળિયેર તેલ ત્વચાની સમસ્યાઓ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.તે ડાઘ,દાદર તથા ખંજવાળની સમસ્યાથી રાહત આપે છે અને ત્વચાને મુલાયમ અને નરમ પણ બનાવે છે.તેથી અસરગ્રસ્ત વિસ્તારમાં નાળિયેર તેલ લગાવવાથી રાહત મળે છે.

image source

હળદર કુદરતી એન્ટીબાયોટીકની જેમ કાર્ય કરે છે.હળદર અને પાણી મિક્ષ કરીને એક પેસ્ટ બનાવો અને રૂની મદદથી આ પેસ્ટ અસરગ્રસ્ત વિસ્તારમાં લગાવો.તે આયુર્વેદિક રીતે ફંગલ ઇન્ફેક્શનની સારવાર કરે છે.

image source

ડાઘ,દાદર અને ખંજવાળની સમસ્યાને દૂર કરવા માટે એપલ સાઇડર વિનેગર પણ ફાયદાકારક છે.દિવસમાં ઓછામાં ઓછા ચારથી પાંચ વખત અસરગ્રસ્ત વિસ્તારમાં એપલ સાઇડર વિનેગર લગાવો.આ ઉપાયથી તમને જરૂર લાભ મળશે.

image source

ટી ટ્રી ઓઇલ અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે.ચેપગ્રસ્ત વિસ્તારમાં રૂની મદદથી દિવસમાં ત્રણથી ચાર વખત ટી ટ્રી ઓઇલ લગાવવું ફાયદાકારક રહેશે.તે આયુર્વેદિક રીતે ફંગલ ઇન્ફેક્શનની સારવાર કરે છે.

એલોવેરા એન્ટી ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ છે.અસરગ્રસ્ત વિસ્તાર પર એલોવેરા જેલ લગાવો અને તેને આખી રાત રહેવા દો.તે શરીરની દરેક સમસ્યાનો ઇલાજ કરે છે અને શરીર પર થતી ખંજવાળ મટાડવા માટે ઘણા પોષક તત્વો અને ખનિજો પ્રદાન કરે છે.

image source

સરસવના દાણા પાણીમાં અડધો કલાક પલાળી રાખો.તે પછી તેને ગ્રાઇન્ડ કરો અને તેને ચેપગ્રસ્ત વિસ્તાર પર લગાવો.તે ચામડી પર થતા દરેક રોગ માટે એક આયુર્વેદિક દવા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત