ડાયાબિટીસના દર્દીઓએ ઇન્સ્યુલિન ના લેવા હોય તો ખાસ ખાઓ આ વસ્તુ, થઇ જશે કંટ્રોલમાં

ડાયાબિટીઝ એ મેટાબોલિક રોગોનું એક જૂથ છે.ડાયાબિટીઝ એક લાંબી બિમારી છે જેમાં સ્વાદુપિંડ જરૂરી ઇન્સ્યુલિન બનાવવાનું બંધ કરે છે.જેના કારણે લોહીમાં ગ્લુકોઝ અથવા બ્લડ સુગરનું સ્તર સામાન્ય કરતા વધી જાય છે.તેથી ઇન્સ્યુલિન શરીરમાં યોગ્ય રીતે ઉત્પન્ન થતું નથી અથવા શરીરના કોષો ઇન્સ્યુલિન પ્રત્યે યોગ્ય રીતે પ્રતિક્રિયા આપતા નથી તેથી ડાયાબીટિઝની સમસ્યા થાય છે.જે દર્દીઓમાં બ્લડ સુગરનું સ્તર સામાન્ય કરતા વધારે હોય છે તે ઘણીવાર પોલીયુરિયાની સમસ્યાથી પીડિત રહે છે.તે લોકોને વધુ તરસ અને ભૂખ લાગે છે.ડાયાબિટીસ મુખ્યત્વે બે પ્રકારના હોય છે.ટાઈપ-1 અને ટાઈપ-2. ટાઈપ 1 ડાયાબિટીઝ શરીરમાં ઇન્સ્યુલિન પેદા કરતું નથી.ડાયાબિટીઝના આશરે 10 ટકા કેસો ટાઈપ-1 ડાયાબિટીઝના હોય છે.જ્યારે ટાઇપ 2 ડાયાબિટીઝમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન પેદા કરી શકતું નથી.વિશ્વભરમાં ટાઈપ-2 ડાયાબિટીઝના 90 ટકા કેસો છે.ડાયાબિટીસનો ત્રીજો પ્રકાર ગર્ભાવસ્થા ડાયાબિટીસ છે,જે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં જોવા મળે છે.

ડાયાબીટિઝને કેવી રીતે કંટ્રોલ કરવું જોઈએ

image source

ડાયાબિટીસને યોગ્ય કસરત,ખોરાક અને શરીરના વજન નિયંત્રણ દ્વારા જાળવી શકાય છે.જો ડાયાબિટીઝનું નિયંત્રણ યોગ્ય રીતે ન કરવામાં આવે તો દર્દીમાં હૃદય,કિડની,આંખો પગ અને વિવિધ ન્યુરોલોજીકલ રોગોની સંભાવના વધી જાય છે.તો ચાલો અમે તમને જણાવીએ કે ડાયાબીટિઝને દૂર કરવા માટે તમે તમારા આહારમાં શું શામેલ કરી શકો છો,જે સ્વાભાવિક રીતે તમારા બ્લડ સુગર સ્તરને નિયંત્રિત કરશે.

હળદર

image source

આમ જોઈએ તો ભારતના દરેક ઘરોમાં દિવસમાં બે ટાઈમ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.હળદર ઘણા રોગોને દૂર કરવા માટે અસરકારક છે,જુના સમયથી જ હળદરને એક અસરકારક ઔષધિ તરીકે માનવામાં આવે છે.પણ શું તમે જાણો છો કે આ હળદર ડાયાબિટીઝની સમસ્યા પણ દૂર કરી શકે છે ? જી હા,કારણ કે હળદરમાં હાજર કરક્યુમીન નામનું તત્વ ડાયાબિટીઝની સમસ્યા રોકવામાં મદદ કરે છે.

મેથી

image source

મેથીને પણ આયુર્વેદિક ઔષધિ માનવામાં આવે છે.મેથી ડાયાબીટિઝની સારવારમાં મદદ કરી શકે છે.તમે ડાયાબીટિઝની સમસ્યા દૂર કરવા માટે દરરોજ સવારે મેથીના પાવડરનું સેવન નવશેકા પાણી સાથે કરો.આ તમારી ડાયાબીટિઝની સમસ્યા દૂર કરશે અને તમારા ઇન્સ્યુલિનના સ્તરને પણ નિયંત્રિત કરી શકો છો.

બેરી

image source

બેરી તો દરેક લોકો ખાવાનું પસંદ કરે છે.બેરીમાં હાજર તત્વો ડાયાબીટિઝની સમસ્યા દૂર કરવા માટે ફાયદાકારક માનવામાં આવે છે.બેરી ખાવાથી તમારું બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

અખરોટ

image source

વિટામિન ઇથી ભરપુર અખરોટ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તેમાં કેલરી પણ ઓછી હોય છે.ટાઇપ -2 ડાયાબિટીઝના દર્દીઓ માટે આ સારું સાબિત થશે.તે કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખવામાં પણ મદદગાર છે.તાજેતરના એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો અખરોટ ખાતા હોય છે તેમનામાં ટાઇપ 2 ડાયાબિટીઝ થવાનું જોખમ ઓછું હોય છે.સંશોધનકારો અનુસાર લગભગ ત્રણ ચમચી અખરોટ ખાવાથી ટાઇપ -2 ડાયાબિટીસનો 47 ટકા ઘટાડો થઈ શકે છે.

બદામ

image source

એવું માનવામાં આવે છે કે બદામ ખાધા પછી તરત જ બ્લડ શુગર લેવલ કંટ્રોલ થાય છે.એક અભ્યાસ મુજબ બદામ ખાવાથી ઇન્સ્યુલિન પણ કંટ્રોલ થાય છે.

કાજુ

image source

કાજુ ઓછી ચરબીવાળું ડ્રાયફ્રુટ છે.કાજુમાં 75% ઓલિક એસિડ જોવા મળે છે,જેને મોનો-અસંતૃપ્ત ચરબી તરીકે પણ ઓળખવામાં આવે છે.તેથી કાજુ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત