હાઇપરટેન્શનને કંટ્રોલમાં કરવા આજથી પીવા લાગો આ ફ્રૂટ જ્યૂસ, થઇ જશે રાહત અને નહિં ખાવી પડે દવાઓ પણ

આજની જીવનશૈલી અને ખાદ્યપદાર્થો ઘણા રોગોનું કારણ બને છે,જેમાંથી એક હાયપરટેન્શન પણ છે,જો દર્દી તંદુરસ્ત આહાર લે,તો આ હાયપરટેન્શનની સમસ્યા નિયંત્રિત કરી શકાય છે.અહીં અમે તમને કેટલાક ફળોના વિષે જણાવીશું જે તમારી હાયપરટેન્શનની સમસ્યાને નિયંત્રિત કરશે.

1 દાડમનો રસ

image source

દાડમનો રસ આવશ્યક વિટામિન્સ અને પ્રોટીનથી ભરેલો હોય છે જે લોહીને શુદ્ધ બનાવવા માટે મદદ કરે છે દાડમનો રસ એસીઈ એટલે કે એન્જીયોટેન્સિન પરિવર્તિત એન્ઝાઇમ સામે લડવા અને તેને દૂર કરવા માટે મદદગાર છે.એન્જીયોટેન્સિન પરિવર્તિત એન્ઝાઇમ એ એક એવું એન્ઝાઇમ છે જે રક્ત વાહિનીઓને સખત બનાવે છે.તેથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે.હાયપરટેન્શન જેવી સમસ્યા રોકી શકાય છે.

2 નારંગીનો રસ:

image source

નારંગીનો રસ વિટામિન સીથી ભરપૂર છે આ ફળના તાજા રસમાં પુષ્કળ પોટેશિયમ,ફોલેટ અને કુદરતી સાઇટ્રસ બાયોફ્લેવોનોઇડ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે, મેટાબિલિઝમ અને રક્તવાહિનીના આરોગ્યને સુધારે છે.

3 લાલ ખાટી બેરીનો રસ:

image source

બેરી એ પોષક તત્વોથી ભરપૂર છે જે વિટામિન સીથી સમૃદ્ધ છે લો કેલરી બેરીનો રસ રુધિરવાહિનીઓને પાતળી કરવામાં મદદ કરે છે અને લોહીના યોગ્ય પરિભ્રમણમાં મદદ કરે છે.

જાણો હાયપરટેન્શનની સમસ્યા દૂર કરવા માટે અન્ય ઉપાયો

લસણથી ફાયદો થશે

image source

લસણનું સેવન કરવાથી હાયપરટેન્શન નિયંત્રણમાં રહે છે.આ ઉપરાંત લસણના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.લસણથી વાળની ​​સંભાળ અને ત્વચામાં પણ ફાયદો થાય છે,પરંતુ લસણને શાકમાં નાખીને ખાવાથી તેના કેટલાક પોષક તત્વો નાશ પામે છે,તેથી લસણને રાંધ્યા વિના કાચું ખાવું જોઈએ અથવા જો તમને કાચું લસણ ન ભાવે તો તમે તેને પાણી સાથે પણ ખાઈ શકો છો.

કાળા મરી પણ મદદગાર છે

image source

જો તમારું હાઈ બ્લડ પ્રેશર અચાનક વધે છે,તો તે સમયે તમારે અડધા ગ્લાસ પાણીમાં કાળા મરીનો પાઉડર ઉમેરીને પીવું જોઈએ,તે તમારા વધતા બીપીમાં રાહત આપશે.આ સિવાય જો તમે કાળા મરીનું નિયમિત સેવન કરો છો,તો પછી તમે ઘણી ગંભીર બીમારીઓથી પણ બચી શકો છો.મરી તમારી પાચનની સમસ્યાઓ પણ દૂર કરે છે.આટલું જ નહીં,જો તમારા શરીરમાં સોજો આવે છે,તો કાળા મરીને પીસીને પીવાથી સોજોમાં રાહત મળે છે.દાંતના દુખાવામાં પણ કાળા મરી ખૂબ ફાયદાકારક છે.

ડુંગળી એ રામબાણ છે

image source

તમે ડુંગળીના ફાયદા તો સાંભળ્યા જ હશે,પરંતુ શું તમે જાણો છો કે ડુંગળીનું સેવન કરવાથી હાયપરટેંશન જેવી સમસ્યા થોડા સમયમાં જ દૂર થાય છે.ડુંગળી ક્વેર્સિટિન નામના ફ્લેવોનોઇડ્સ તત્વથી ભરપૂર છે.જેના કારણે લોહીની નળીઓ પાતળી થઈ જાય છે.તેથી જ ડુંગળીનું સેવન કરવાથી હાયપરટેંશનની સમસ્યા દૂર થાય છે.

આમળાંથી પણ ફાયદો થશે

image source

આમળાનું સેવન કરવાથી હાયપરટેંશનમાં રાહત મળે છે.આમળા અનેક બીમારીઓ દૂર કરે છે.તમારી હાયપરટેંશનની સમસ્યા દૂર કરવા માટે પાણીમાં આમળા અથવા આમળા પાવડર નાખીને પીવો.આ પીણું પીવાથી તમારા શરીરમાં ઘણા ફાયદાઓ મેળવી શકો છો.આ ઉપરાંત આમળાને મધ સાથે ભેળવીને ખાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે.તમે તમારા આહારમાં આમળાનો સમાવેશ કરીને ઘણા રોગોથી બચી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત