જો તમને દહીં ખાવું પસંદ નથી તો પણ આજથી જ ખાવાનું શરુ કરી દો કેમ કે…

કેમ રોજ દહીં ખાવાનું ?

રોજ દહીનું સેવન વધારે છે ઈમ્યુનીટી, આ સાથે જ સ્વાસ્થ્યને થશે ઘણા બધા ફાયદાઓ.

ભારતીય ભોજનના પ્રાણ છે દહીં. પછી તે ભલે ખાંડની સાથે ગળ્યા સ્વાદ માટે હોય કે પછી રાયતાના રૂપમાં. એક પારંપારિક ભારતીય થાળીમાં રાયતું ખુબ જ ખાસ સ્થાન ધરાવે છે. પરંતુ શું આપ જાણો છોકે દહીં ફક્ત સ્વાદ માટે નથી ખાવામાં આવતું ઉપરાંત દહી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે.

image source

જો આપને દૂધ પીવાનું ઓછું પસંદ છે તો દહીં ખાવ કેમકે દહીંમાં પણ કેલ્શિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. આ સાથે જ રોજ એક વાટકી દહીંનું સેવન ઉનાળામાં સ્વાસ્થ્યની સાથે શરીરને પણ ગરમીથી રાહત આપે છે. તો ચાલો જાણીએ દહીં ખાવાથી સ્વાસ્થ્યને ક્યાં ક્યાં ફાયદા થાય છે.

મોટાભાગે આપણે સાંભળીએ છીએ કે રોજ દહીં ખાવું જોઈએ. પરંતુ શું આપ જાણો છો કે ફક્ત એક વાટકી દહીં ખાવાથી શરીરને એટલા બધા મિનરલ્સ મળે છે કે શરીર સરળતાથી સ્વસ્થ રહી શકે છે. બપોરના ભોજનમાં દહીં ખાવાના નિયમ સ્વસ્થ રહેવા માટેનો સરળ ઉપાય છે.

ઈમ્યુનીટી સીસ્ટમ.:

ખરેખર, દહીં ખાવાથી શરીરની ઈમ્યુનીટી સીસ્ટમ સ્વસ્થ રહે છે. ઘણી બધી શોધોમાં આ વાત સામે આવી છે કે, દહીંમાં રહેલ ગુડ બેક્ટેરિયા બીમારી સામે લડવામાં મદદ કરે છે. પેટને લગતી બીમારીઓ માટે તો દહીં કોઈ ઔષધિથી ઓછું નથી.

પાચન ક્રિયાને સુધારે છે.:

image source

રોજ દહીં ખાવાથી શરીરમાં પ્રોબાયોટિકનું પ્રમાણ વધે છે. જે આંતરડાને સુરક્ષીત રાખવાની સાથે જ તેને ઉનાળામાં થતી બીમારીઓ જેવી કે, ડાયરિયા અને પેટમાં દુખાવાથી રાહત આપે છે. જો દહીં નિયમિત રીતે ખાવામાં આવે તો એનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રણ કરે છે.:

દહીં જો ઓછા ફેટવાળા દૂધ માંથી બનાવવામાં આવે તો બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે. દહીંમાં કોલેસ્ટ્રોલ સામે લડવા વાળા તત્વ પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે લોહીને ચોખ્ખું કરે છે. સાથે જ દહીંમાં રહેલ કેલ્શિયમનું પ્રમાણ હ્રદયના મસલ્સને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

દહીંમાં કેલ્શિયમનું ભરપુર પ્રમાણ હોય છે. એટલા માટે આ હાડકાઓ અને સાંધાઓના દુખાવામાં રાહત આપે છે. હાડકામાં થતા દુઃખાવા અને ઘર્ષણને દહીં ખાવાથી દુર કરવામાં આવી શકે છે.