હૃદય અને કિડનીને સ્વસ્થ રાખવા માટે અપનાવો આ અકસીર ઉપાય…

હ્રદય અને કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે કીસમીસનું પાણી, આ બીમારીઓનો છે રામબાણ ઉપચાર.

લોકો સ્વસ્થ રહેવા માટે શું નથી કરતા! ખાવાપીવાથી લઈને જીવનશૈલીને સુધારવા સુધીના બધા પ્રયત્નો કરે છે. કાજુ,બદામ, ખજુરથી લઈને પીસ્તા અને કીસમીસ સુધી, આ બધા મેવાઓનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદેમંદ હોય છે. સુકામેવાનું સેવન આપણને સ્વસ્થ તો બનાવે જ છે, એમાંથી કેટલાક મેવોને પલાળીને ખાવાથી પણ વધારે ફાયદેમંદ થાય છે. કીસમીસના સ્વાદ અને ગુણો વિષે તો આપને ખબર જ હશે, પરંતુ કીસમીસનું પાણી પણ ખુબ ફાયદેમંદ હોય છે. આવો, આપને જણાવીએ કે તેને કેવીરીતે બનાવવું અને તેના સેવનથી ક્યાં ફાયદા થાય છે.:

image source

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કીસમીસનું પાણી તૈયાર કરવા માટે આપે કીસમીસને આખી રાત પાણીમાં પલાળીને રાખો. સવારે આ પાણીમાં કીસમીસને મસળીને પી લેવું. કે પછી ૨૦ મિનીટ સુધી ધીમા તાપે ઉકાળી લો અને આખી રાત એમ જ રહેવા દો. સવારમાં આ પાણીનું સેવન કરવું ખુબ ફાયદેમંદ છે. ધ્યાન રાખવું કે, ઘાટા રંગની કીસમીસને પસંદ કરો, કેમકે ચોખ્ખી અને ચમકદાર કીસમીસમાં રસાયણ પણ હોઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક થઈ શકે છે.

રોજ સવારે કીસમીસનું પાણી પીવાથી આપને કેટલાક પ્રકારના ફાયદા થાય છે. ખાસ કરીને પેટને લગતી બીમારીઓમાં તેનું સેવન ફાયદેમંદ થાય છે. એના નિયમિત સેવનથી આપની કબ્જ અને એસિડીટીથી છુટકારો મળે છે. આ પાચનને સ્વસ્થ બનાવે છે. સાથેજ થાક જેવી સમસ્યા પણ દુર થાય છે.

image source

અનિયમિત અને વધારે કોલેસ્ટ્રોલ લેવલના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરનાર વ્યક્તિઓ માટે કીસમીસનું પાણી દરરોજ પીવાથી ખુબ જ ફાયદેમંદ છે. કીસમીસનું પાણી આપણા શરીરમાં ટ્રાઈગ્લીસેરાઇડ્સના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરે છે.

કીસમીસના પાણીમાં ફ્લેવેનોઈડસ એંટીઓક્સીડન્ટ ભરપુર પ્રમાણમાં હોય છે, આ આપણી સ્કીન પર થતી ઝુરિયોને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. ઉમર વધે છે, જો સ્કીન પર થતી ઝુરીયોને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. આ વધતી ઉમરની સાથે ચેહરા પર થનાર નિશાનને ઓછા કરે છે અને આપને યુવાન દેખાવામાં મદદ કરે છે.

image source

કીસમીસનું પાણી અમાશય રસ બનાવવામાં મદદ કરે છે. દરરોજ કીસમીસના પાણીનું સેવન કરવાથી આપનું લીવર સ્વસ્થ રહે છે. આ આપણા શરીરમાં મેટાબોલીઝમના સ્તરને નિયંત્રિત કરીને આપના લીવરનું સ્વાસ્થ્ય બનાવી રાખે છે અને તેને સુચારુ રીતે કામ કરવા માટે પ્રેરિત કરવાનું કામ પણ કરે છે. સાથેજ આપના મેટાબોલીઝમના સ્તરને નિયંત્રણ કરવામાં પણ સહાયક થાય છે.