આપના શરીરમાં પ્રોટીનની ઉણપ છે કે નહી? કેટલાક સામાન્ય લક્ષણોથી જાણો

આપના શરીરમાં પ્રોટીનની ઉણપ છે કે નહી? કેટલાક સામાન્ય લક્ષણોથી જાણો

પ્રોટીન આપણા શારીરિક વિકાસમાં અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. આજે અમે આપને શરીરના એવા કેટલાક લક્ષણો વિષે જણાવીશું કે, જેનાથી આપને સમજવામાં સરળતા રહેશે કે, આપનું શરીર પ્રોટીનની ઉણપનો સામનો કરી રહ્યું છે કે નહી.

-શરીરના હાડકાનું ખુબ જ નબળું હોવું.:

image source

આપને સામાન્ય રીતે પડી જવાથી કે પછી હાથ કે પગમાં મચકોડ આવવાથી પણ જોઆપના હાડકામાં ફેકચર થઈ જતું હોય તો આપના શરીરમાં પ્રોટીનની ઉણપ ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે. પ્રોટીનની આવા પ્રકારની ઉણપ મોટાભાગે વૃદ્ધ વ્યક્તિઓમાં જોવા મળે છે.

-બીમારી માંથી સાજા થવામાં ઘણો વધારે સમય લાગે છે.:

આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને મજબુત બનાવી રાખવા માટે પ્રોટીન ખુબ મહત્વનો ભાગ ભજવે છે. જો આપ વારંવાર બીમારી પડી રહ્યા છો કે પછી આપને વાગી ગયેલ ઘાવ કે જખમને મટાવામાં વધારે સમય લાગે છે કે પછી બીમાર પડી ગયા પછી સાજા થવામાં પણ વધારે સમય લાગે છે તો આપનું શરીર પ્રોટીનની ઉણપથી પીડાઈ રહ્યું હોય છે.

-વાળ અને નખનું પાતળા થતા જવું.:

આપના વાળ અને નખ પહેલા એકદમ જાડા અને કાળા હોય અને નખ પણ ઘણા સ્વસ્થ હોય પરંતુ કેટલાક સમય પછી જો આપના વાળ પાતળા થવા લાગે અને ગ્રોથ પણ અટકી જાય છે તો આપના શરીરમાં પ્રોટીનની ઉણપ સામે આવે છે. આપના નખ વારંવાર તૂટી જાય છે તો પણ પ્રોટીનની ઉણપ છે. શરીરને બહારથી પુરતું પ્રોટીન નથી મળી રહેતું ત્યારે શરીર પોતાની અંદર રહેલ પ્રોટીન સ્ત્રોતનો ઉપયોગ કરવા લાગે છે પરિણામે આપના વાળ અને નખ નબળા થવા લાગે છે.

image source

-અશક્તિ લાગે છે.:

આખો દિવસ આપને અશક્તિ જેવું લાગે છે કે પછી કામ કરવાનું મન ના થતું હોય તો તેનો અર્થ એ થાય છે કે, આપના શરીરને પુરતું પ્રોટીન નથી મળી રહ્યું જેના માટે આપના ભોજનમાં પ્રોટીનથી ભરપુર આહારનું સેવન કરવું જોઈએ.

-વારંવાર ભૂખ લાગવી.:

આપને વારંવાર ભૂખ લાગવી એ હંમેશા પ્રોટીનની ઉણપની નિશાની નથી હોતી. પણ જો આપને પ્રોટીનની ઉણપના લીધે વારંવાર ભૂખ લાગે છે અને આ ભૂખને શાંત કરવા માટે કેલરી અને ચરબીયુક્ત આહારને પસંદ કરે છે પણ તેનાથી શરીરને પ્રોટીન મળતું નથી. તેમજ જો આપને વારંવાર ભૂખ લગતી હોય તો આપના માટે એ જ સારું રહે છે કે આપ પ્રોટીનયુક્ત આહારનું સેવન કરો.