અપેંડીકસના દુખાવામાં રાહત મેળવવા માટે અજમાવી જોવો આ ઘરેલું ઉપાયો.

અપેંડીકસના દુખાવામાં રાહત મેળવવા માટે અજમાવી જોવો આ ઘરેલું ઉપાયો.

અપેંડીકસ એક ખુબ જ ખતરનાક બીમારી છે. અપેંડીકસની બીમારીમાં ખુબ જ અસહનીય દુખાવો થાય છે. અપેંડીકસ એક પેટમાં થતી બીમારી છે. જો અપેંડીકસની બીમારીમાં ઇન્ફેકશન થઈ જાય છે તો કેટલીક વાર તો ઉપચાર કરવામાં બેદરકારીના કારણે અપેંડીકસનું ફાટી જવાની ખુબ જ શક્યતા વધી જાય છે. અપેંડીકસના ફાટી જવાથી પેટને પણ નુકસાન થઈ શકે છે.

image source

અપેંડીકસની બીમારી મોટાભાગે મહિલાઓમાં વધારે જોવા મળે છે. ઘણીવાર મહિલાઓ અપેંડીકસના શરુઆતના લક્ષણ તરીકે પેટમાં દુખાવો, ગેસ થવો, જેવી સમસ્યાને હળવાશથી લે છે ઉપરાંત ઘણીવાર જો તેઓ જાડા ખુલીને નથી આવતો તો ત્યારે પણ કેટલીક મહિલાઓ આ લક્ષણને કબ્જ સમજીને નજરઅંદાજ કરી દે છે. એટલા માટે મોટાભાગે ડોક્ટર અપેંડીકસના દર્દીને ઓપરેશન કરાવી લેવાની સલાહ પણ આપે છે. આજે અમે આપને જણાવીશું કે, આ અપેંડીકસની તકલીફને દુર કરવા માટેના કેટલાક ઘરેલું ઉપાયો વિષે જાણકારી આપીશું….

-અપેંડીકસની બીમારીમાં નિયમિતપણે એલોવેરા જ્યુસનું સેવન કરવાથી આંતરડામાં જમા થયેલ કચરો સાફ થવાનો શરૂ થઈ જાય છે.

-અપેંડીકસના દર્દીએ ભોજન કરતા પહેલા ટામેટાના સલાડને આદુ અને સિંધવ મીઠા સાથે સેવન કરવું જોઈએ.

-અપેંડીકસના દર્દીએ કાચું દૂધ પીવાથી પરેજી પાળવી જોઈએ. અપેંડીકસના દર્દીએ ઉકાળેલ દુધને ઠંડુ કરીને પીવાથી અપેંડીકસના દર્દી માટે ખુબ લાભકારક સાબિત થાય છે.

image source

-અપેંડીકસના દર્દીએ નિયમિતપણે સવારના સમયે ખાલી પેટે ૨ થી ૩ લસણની કળીઓનું સેવન કરવાથી આપના માટે ખુબ લાભપ્રદ સાબિત થાય છે.

-અપેંડીકસના દર્દીએ છાશનું સેવન જરૂરથી કરવું જોઈએ. તેમજ છાશમાં કાળુ મીઠું ઉમેરીને સેવન કરવાથી વધુ ફાયદા મળે છે.

-અપેંડીકસની બીમારીમાં દર્દીએ દિવેલનું નિયમિતપણે સેવન કરવાથી પણ અપેંડીકસમાં રાહત મેળવી શકાય છે.