કફ-ખાંસી સાથે ફેફસાંના રોગોમાંથી છૂટકારો મેળવો આ ઉપાયોથી, 100 ટકા છે અસરકારક, નહિં લેવી પડે દવાઓ પણ

ખાંસી થવી એક સામાન્ય બીમારી છે. ખાંસી કોઈપણ ઋતુમાં થઈ શકે છે. ઠંડુ કે પછી ગરમ વસ્તુઓનું સેવન કરવાથી, વાતાવરણમાં પરિવર્તન આવવાથી અને ફેફસામાં ચેપ લાગી જવાના લીધે કફની સમસ્યા થઈ શકે છે. ખાંસી આવવી કોઈ મોટી બીમારી છે નહી, પરંતુ જયારે આપણને ખાંસી થાય છે ત્યારે આપણે કોઈપણ કામ સારી રીતે કરી શકતા નથી.

image source

વસંત ઋતુ દરમિયાન શરીરમાં એકઠો થઈ ગયેલ કફ ઓગળવા લાગે છે. ખાંસી ઋતુના સંધિકાળમાં દરેકને થતી સમસ્યા હોય છે. સામાન્ય શરદી અને ખાંસીના ઉપાયો આપના કિચનમાં જ રહેલા છે. આ સરળ ઘરેલું ઉપાયોની મદદથી આપને શરદી- ખાંસીમાં જરૂરથી રાહત મળી શકે છે તો ચાલો જાણીએ ખાંસીથી રાહત મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો વિષે..

જો આપને ખાંસી થઈ હોય તો આપે રાતના સમયે સુતા પહેલા એક ગ્લાસ દુધમાં અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી ઘી નાખીને સેવન કરવાથી કફની સમસ્યાથી છુટકારો મળી શકે છે. જો આપને સુતા સમયે ખાંસી વધારે હેરાન કરે છે તો આપે રાતે સુવા જતા સમયે મોઢામાં લવિંગ રાખવું જોઈએ અને આ લવિંગને ચાવતા રહેવું જોઈએ. આમ કરવાથી આપને ધીરે ધીરે કફથી છુટકારો મળી શકે છે.

image source

ખાંસીથી છુટકારો મેળવવા માટે મધ ઉત્તમ ઘરેલું ઉપાય છે. મધનો ઉપાય કરવાથી આપને ખાંસી જ્લસી જ મટી શકે છે. તુલસીના આખા પાનની સાથે શુદ્ધ મધનું સેવન કરવાથી આપને ખાંસીમાં ઘણી રાહત થાય છે. ખાંસીને જલ્દીથી દુર કરવા માટે આપે આ ઉપાયને એક અઠવાડિયા સુધી કરવો જોઈએ.

ત્રિફલા ઔષધિનો ઉપયોગ ખાંસીને સંબધિત ઘણા બધા રોગોની સારવાર કરવા માટે કરવામાં આવે છે. ત્રિફલા આપને બજારમાં કે પછી ઓનલાઈન સહેલાઈથી મેળવી શકો છો. ખાંસીને દુર કરવા માટે આપે ત્રિફળા પાવડર અને મધ એકસમાન લઈને તેને ભેળવીને ચાટવાથી ખાંસી અને કફમાં ખુબ જ રાહત પ્રાપ્ત થાય છે.

image source

જો આપને ખાંસી આવતી હોય તો આપે આદુના રસમાં ગોળ ભેળવીને તેનું સેવન કરવું જોઈએ. આદુના રસ અને ગોળનું આવી રીતે સેવન કરવાથી ફેફસામાં જામી ગયેલ કફ પણ બહાર નીકળી જાય છે. જો આપને સુકી ખાંસી થઈ હોય તો આપે શુદ્ધ મધમાં તજનો પાવડર મિક્સ કરીને આ મિશ્રણને દિવસમાં બે વાર સવાર અને સાંજના સમયે સેવન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી આપને સુકી ખાંસીમાં ઘણી રાહત મળે છે.

તુલસીએ ખાંસી માટે દવા સમાન કામ કરે છે. ખાંસીથી છુટકારો મેળવવા માટે આપે ચામાં તુલસીના પાનનો ઉપયોગ કરવો જોઈએ. એક ચમચી તુલસીના રસનું સેવન સવાર- સાંજના સમયે કરવાથી લાભ મેળવી શકો છો. કાળા મરીની ચા વિષે ઘણા ઓછા વ્યક્તિઓએ સાંભળ્યું હશે, કેટલાક વ્યક્તિઓ કાળા મરીની ચાનું સેવન ખાંસીથી છુટકારો મેળવવા માટે કરે છે. આપે ચામાં એક ચપટી કાળા મરીને ઉકાળી લો. ત્યાર બાદ આ ચાનું સેવન કરવાથી કફમાં રાહત મળે છે.

image source

સિંધવ મીઠાના નાના ટુકડાને આગ પર લાલ થાય ત્યાં સુધી ગરમ કરવો જોઈએ. ત્યાર બાદ ગરમ કરેલ સિંધવ મીઠાના ટુકડાને એક કપ ગરમ પાણીમાં નાખો અને એક સેકન્ડમાં જ આપે સિંધવ મીઠાના ટુકડાને બહાર કાઢી લેવું. રાતના સમયે સુતા પહેલા સિંધવ મીઠાના આ પાણીનું સેવન કરી લેવું જોઈએ. આમ કરવાથી આપને કફથી છુટકારો મળી શકે છે. ૧૨૫ ગ્રામ પાણીમાં ૧ ગ્રામ મીઠાને ઓગળીને ત્યાર બાદ તે પાણીને અડધું થાય ત્યાં સુધી ઉકળવા દેવું. સવાર અને સાંજના સમયે મીઠાના આવા પાણીનું સેવન કરવાથી આપને ખાંસીથી છુટકારો મળી શકે છે.

image source

દુધમાં સુંઠ નાખીને તેને ઉકાળીને રાતના સમયે સુતા પહેલા સેવન કરવું જોઈએ. આપે આ દૂધનું સેવન કેટલાક દિવસ સુધી કરવાથી ખાંસીમાં લાભ જોવા મળશે. આપે શુદ્ધ મધની સાથે સુકી દ્રાક્ષ ભેળવીને પીવાથી ખાંસીને ઘણી હદ સુધી મટાડી શકાય છે. આપને સુકી દ્રાક્ષ બજારમાં સહેલાઈથી મળી જશે.

image source

લીંબુના રસમાં હિંગ, આલ્કોહોલ, ત્રિફળા, સુગર કેંડી નાખીને તેનું સેવન કરવાથી આપને ખાંસીથી છુટકારો મળી શકે છે. ડુંગળીના રસમાં મધ ભેળવીને તેનું સેવન કરવાથી આપને ગમે તેવી ખાંસી થઈ હશે તે મટી જશે. ડુંગળીનો ઉકાળો બનાવીને તેનું સેવન કરવાથી કફની સમસ્યાથી છુટકારો મળશે. અરડૂસીના પાનના રસની સાથે મધ ભેળવીને તેનું સેવન કરવાથી પણ ખાંસીથી છુટકારો મેળવી શકો છો.

આપે ઉકળતા પાણીમાં થોડોક અજમો અને થોડાક તુલસીના પાન નાખીને રહેવા દેવું. જયારે આ પાણી નવશેકા જેટલું ગરમ રહે ત્યારે આપે આ પાણીનું સેવન કરી લેવું જોઈએ. આ પાણીનું સેવન કરવાથી આપને શરદી- ખાંસીમાં ઘણી રાહત થાય છે. આપે અજમાનું ચૂર્ણ બનાવીને તેને ગોળની સાથે પણ લઈ શકો છો. આપે દિવસમાં બે વાર અજમાના ચૂર્ણનું સેવન કરવાથી રાહત મળે છે.

image source

આપે દુધમાં હળદર, મીઠું અને ગોળ ભેળવીને ગરમ કરીને તેનું સેવન કરવાથી કફની સમસ્યા દુર થાય છે. રાતના સુતા સમયે ત્રણથી ચાર તોલા શેકેલા ચણાનું સેવન કર્યા બાદ થોડુક દૂધ પીવાથી આપની શ્વસન નળીમાં જામી ગયેલ કફ બહાર નીકળી જાય છે. દાડમની છાલના ટુકડાને મોઢામાં રાખીને ચૂસવાથી ખાંસીથી છુટકારો મળશે. આમલીના બિયાને શેકીને, તેના છોતરા કાઢી લીધા બાદ તેનું ચૂર્ણ બનાવી લેવું. ત્યાર બાદ આપે આમલીના બિયાના ચૂર્ણની સાથે મધ અને ઘી ભેળવીને તેનું સેવન કરવાથી ખાંસી અને કફમાં લોહી પડતું હોય તો તે મટી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત