વેક્સીન લીધા બાદ થતી સાઈડ ઈફેક્ટને રોકવા પાણી છે અસરકારક? જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ

મિત્રો, હાલ જે રીતે કોરોનાની બીજી લહેર ચાલી છે ત્યારબાદ વેક્સિનેશનનુ કાર્ય જોરશોરથી આગળ વધી રહ્યું છે પરંતુ, ઘણા બધા લોકોમા આ વેક્સીન લીધા પછી હળવા એવા સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી રહ્યા છે. જો આપણે નિષ્ણાંતોનુ માનીએ તો આ સામાન્ય એવા સાઈડ ઈફેક્ટને આપણે સંપૂર્ણ રીતે ખતમ કરી શકીએ છીએ.

image source

નિષ્ણાંતો નો દાવો એવો છે કે, વેક્સિન લીધા પહેલા અને પછી પુષ્કળ માત્રામા તરલ પદાર્થ અથવા તો પાણીનુ સેવન કરવુ જોઈએ. આમ, કરવાથી પોસ્ટ વેક્સિનેશનની આડઅસરોનો ભય ઓછો થઈ જાય. તો ચાલો આજે આ લેખમાં આ અંગે હજુ પણ થોડી વધુ માહિતી મેળવીએ.

વેક્સિન લીધા પછી શા માટે થાય છે આડઅસરો ?

image source

જ્યારે આપણે વેક્સિન લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં એન્ટીબોડીનુ નિર્માણ થવાની શરૂઆત થઈ જાય છે. આ સાથે જ આપણી ઈમ્યુન સિસ્ટમ પણ ડિફેન્સ મોડમાં આપી જાય છે. આ જ કારણોસર વેક્સિનેશન લીધા બાદ શરીરમા હળવી એવી આડઅસરો પણ જોવા મળે છે. વાસ્તવમા શરીર આ પ્રકારે જ દરેક પ્રકારના બીમારી ફેલાવતા વાયરસ અથવા બેક્ટેરિયા વિરૂદ્ધ પ્રતિક્રિયા આપે છે.

આ આડઅસરને ઘટાડવા શું પાણી છે શ્રેષ્ઠ વિકલ્પ?

image source

વાસ્તવમા આવા કોઈ પુરાવા નથી કે, કોરોના વેક્સિનેશનની આડઅસરોને પાણી પીવાથી ઘટાડી શકાય પરંતુ, વેક્સીનેશન બાદ ઘણા લોકોને ચક્કર આવવા અને બેભાન થવા વગેરેની સમસ્યાઓ થઈ શકે છે. એવામાં તજજ્ઞોનું માનવું એવું છે કે, શરીરને હાઈડ્રેટેડ રાખવાથી આવી સમસ્યા ઓછી થઈ શકે છે.

વધુ પડતુ પાણી બની શકે છે જીવલેણ :

image source

ઘણીવાર લોકો આવી સ્થિતિમાં ગભરાઈને વધારે પડતું પાણી પીવા લાગે છે પરંતુ, તમને જણાવી દઈએ કે, આવી સ્થિતિમા વધારે પડતું પાણીનું સેવન પણ તમારા માટે જીવલેણ સાબિત થઇ શકે છે. વધુ પડતુ પાણી શરીરનું સોડિયમ લેવલ એકાએક નીચે લાવી શકે છે અથવા તો સરદર્દ, થાક વગેરે થવાનું શરૂ થઈ શકે છે, જેનાથી મૃત્યુની પણ સંભાવના છે.

શા માટે વેક્સીન પહેલા અને પછી પીવું જોઈએ પાણી?

image source

વાસ્તવમા યુનાઈટેડ સ્ટેટ્સ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની જો વાત માનીએ તો વેક્સિન લીધા પછી જો તમને તાવ આવે તો તમારે તરલ પદાર્થ ભરપુર માત્રામા પીવો જોઈએ. માત્ર પાણી પીવાથી જ શરીરમા નમકનું પ્રમાણ ઘટી શકે છે પરંતુ, તરલ પદાર્થ પીવાથી શરીરમાં પાણી અને નમકની માત્રા સંતુલિત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત