દિલ્હી અગ્નિકાંડ, 27 લોકોના મોત માટે જવાબદાર કોણ? બિલ્ડીંગનો માલિક હજુ પણ ફરાર, આરોપી બિલ્ડીંગના ઉપરના માળે રહેતો હતો

શુક્રવારે મુંડકામાં ચાર માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. ઉપરના માળે રહેતો આ બિલ્ડિંગનો માલિક ઘટના બાદથી ફરાર છે. એક સરકારી અધિકારીએ શનિવારે આ જાણકારી આપી.

image source

પોલીસે માલિકની ઓળખ મનીષ લાકરા તરીકે કરી છે, જોકે તે ઘટના સમયે બિલ્ડિંગમાં હાજર હતો કે કેમ તે જાણી શકાયું નથી. અધિકારીએ કહ્યું કે હાલમાં માલિકો ક્યાં છે તેની કોઈ માહિતી નથી. હાલ તેને પકડવા માટે શોધખોળ ચાલુ છે.

ઘટના સમયે બિલ્ડિંગના બીજા માળે મોટાભાગના લોકો હાજર હતા. આગ સૌથી પહેલા બિલ્ડિંગના પહેલા માળે લાગી હતી. પહેલા માળે સીસીટીવી અને રાઉટર બનાવતી કંપની હાજર હતી.

image source

આ કંપનીઓના માલિકો હરીશ ગોયલ અને વરુણ ગોયલને પોલીસે કસ્ટડીમાં લીધા છે.જેમાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 12 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.