શું તમે જાણો છો દરરોજ 30 મિનિટ ગ્રીનરીમાં ચાલવાથી થતા આ ફાયદાઓ વિશે? સાથે જાણો સ્વસ્થ રાખતા 5 યોગાસનો વિશે પણ

શરીર અને મસ્તિષ્ક બંને એક જ છે. જ્યારે માણસ પોતાની સાર સંભાળ રાખે છે તો તે શરીરની આખી સિસ્ટમ સુધારવા માટે કામ કરી રહ્યો હોય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, દરરોજ આ 3 એક્ટિવિટી કોઈ પણ વ્યક્તિમાં ડિપ્રેશનનાં લક્ષણો ઓછાં કરી શકે છે.

3 સાયન્ટિફિક ફેક્ટસ જણાવે છે કે રનિંગ, યોગ અને પ્રકૃતિ સાથે રહેવાથી ડિપ્રેશન દૂર કરવામાં મદદ મળે છે.

1. યોગ: તે ગુસ્સો, ગભરામણ અને ડિપ્રેશન દૂર કરે છે

image source

એવિડન્સ બેઝ્ડ કોમ્પ્લિમેન્ટ્રી એન્ડ અલ્ટર્નેટિવ મેડિસીન જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ પ્રમાણે, યોગ ક્લાસમાં ભાગ લેનાર તમામ લોકોમાં ડિપ્રેશન, ગુસ્સો અને ગભરામણના લક્ષણો ઓછાં થતાં જોવા મળ્યાં.

2. કુદરતી વાતાવરણમાં ચાલો – સ્ટ્રેસ હોર્મોન ઘટે છે

image source

એન્વાયર્મેન્ટલ હેલ્થ એન્ડ પ્રિવેન્ટિવ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચ મુજબ, જાપાની સંશોધકોએ કેટલાક પ્રતિભાગીઓને જંગલમાં અને કેટલાકને શહેરી વિસ્તારમાં મોકલ્યા હતા. સંશોધકોને જાણવા મળ્યું કે, 20 મિનિટ સુધી જંગલમાં ફરનારા પ્રતિભાગીઓમાં સ્ટ્રેસ હોર્મોનનું લેવલ નોંધપાત્ર રીતે ઓછું થયું હતું.

3. દોડ: 5 મિનિટની દોડથી ઉંમર વધે છે

image source

વર્ષ 2014માં હેલ્થ મેગેઝિનમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, રોજ માત્ર 5 મિનિટ દોડનારા માણસો લાંબું જીવે છે. મિકેલિસના જણાવ્યા પ્રમાણે, દોડવાથી મૂડ સારો કરનારા ન્યૂરોટ્રાન્સમીટર્સ સેરોટોનિન અને નોરેપિનેફ્રિન બંને એક્ટિવ થાય છે. દોડતી વખતે મગજ પર ધ્યાન રાખવાથી વધારે અસર થાય છે.

ડિપ્રેશન, સ્ટ્રેસ અને એન્ઝાઇટિ દૂર કરતા 5 આસનો .

અધોમુખ શવાસન (ડાઉનવર્ડ ફેસિંગ ડોર પોઝ)

image source

આવી રીતે કરો

પેટના બળે સૂઈ જાઓ અને શ્વાસ ખેંચતા પગ અને હાથના બળે શરીરને ઉઠાવવો અને ટેબલ જેવો આકાર બનાવવો.

શ્વાસને બહાર કાઢતા ધીમે ધીમે હિપ્સને ઉપરની તરફ ઉઠાવો. તમારી કોણી અને ઘૂંટણને ટ્ટાર બનાવવા. ધ્યાન રાખવું કે, શરીર ઊંધા ‘વી’ આકારમાં આવી જવું જોઈએ

ખભા અને હાથને સીધી લાઇનમાં રાખો અને પગ હિપની લાઈન રહેશે. પગની ઘૂંટી બહારની તરફ રહેશે.

હવે હાથને નીચે જમીનની તરફ દબાવવો અને ગરદનને લાંબી ખેંચવાનો પ્રયાસ કરો. તમારા કાન તમારા હાથની અંદરના ભાગને સ્પર્શ કરતા રહેશે
આ સ્થિતિમાં થોડીક સેકન્ડ સુધી રહો અને ત્યારબાદ ઘુટણને જમીન પર ટેકો આપો અને મેજ જેવી સ્થિતિમાં ફરી પાછા આવી જાવ.
સેતુબંધાસન (બ્રિજ પોઝ)

image source

આવી રીતે કરવું

યોગ મેટ પર પીઠના બળે સૂઈ જવું અને શ્વાસ લેવાની ગતિ સામાન્ય રાખતા હાથોને બગલમાં રાખો.

હવે ધીમે ધીમે- તમારા પગને ઘૂટણથી વાળો અને હિપ્સની પાસે લઈ જાવ. શક્ય તેટલું ફ્લોરથી ઉપરની તરફ હિપ્સ ઉભા કરો. હાથ જમીન પર જ રહેવા દો.

થોડા સમય માટે તમારા શ્વાસને રોકી રાખો. ત્યારબાદ શ્વાસ છોડતા પાછા જમીન પર આવી જાવ, પગને સીધા કરો અને આરામ કરો.
10-15 સેકેન્ડ સુધી આરામ કર્યા બાદ ફરીથી શરૂ કરો.

શવાસન (કોર્પ્સ પોઝ)

image source

આવી રીતે કરો
પીઠના બળે સૂઈ જાવ અને પોતાની આંખો બંદ કરી લો. બંને પગને અલગ અલગ કરો અને શરીરને રિલેક્સ છોડી દો. હાથને શરીરથી થોડા દૂર રાખો અને હથેળીઓને આકાશ તરફ ખુલ્લી મુકો

ધીમે ધીમે શરીરના દરેક ભાગ તરફ ધ્યાન આપવાનું શરૂ કરો. શરૂઆત પગના અંગૂઠાથી કરો. આ કરતી વખતે શ્વાસ લેવાની ગતિ એકદમ ધીમી કરી દો.

ઘીમે ધીમે તમે ઊંડા ધ્યાનમાં જવા લાગશો. આળશ અથવા સુસ્તીના કિસ્સામાં શ્વાસ લેવાની ગતિ વધારી દેવી. શવાસન કરતાં સમયે ક્યારે પણ સૂવું ન જોઈએ.

શ્વાસ લેવાની ગતિ ધીમી રાખો. તમારું ધ્યાન ફક્ત તમારા પર અને તમારા શરીર પર જ રહેશે. 10-12 મિનિટ બાદ, તમારું શરીર એકદમ રિલેક્સ થઈ જશે.

ચક્રાસન

image source

આવી રીતે કરવું

પીઠના બળે સૂઈ જવું અને પોતાના બંને હાથ અને પગને સીધા રાખો. હવે પગને ઘુંટણની તરફ વાળો

હવે પોતાના બંને હાથને પાછળની તરફથી પોતાના માથા પાસે લઈને જમીન પર ટેકો લો.

શ્વાસને અંદરની તરફ લો અને પોતાના પગ પર વજન આપતા હિપ્સને ઉપરની તરફ ઉઠાવો

બંને હાથ પર વજન આપતા ખભાને ઉપરની તરફ ઉઠાવવો અને ધીમે ધીમે તમારા હાથને કોણીથી અહીંથી સીધા કરતાં જાવ

ધ્યાન રાખવું કે બંને પગની વચ્ચેનું અંતર અને બંને હાથની વચ્ચેનું અંતર સમાન હોવું જોઈએ

ત્યારબાદ તમારા બંને હાથને તમારા બંને પગની પાસે લાવવાનો પ્રયાસ કરો અને શક્ય તેટલા પાસ લાવો.

ઉત્તાનાસન

image source

આ રીતે કરો

સીધા ઉભા રહો અને બંને હાથને હિપ્સ પર મૂકો. શ્વાસને અંદરની તરફ ખેંચો અને કમરને વાળીને આગળની તરફ નમવું

ધીમે ધીમે હિપ્સને ઉપર ઉઠાવવો અને ઉપલા જાંઘ પર દબાણ આવવા લાગશે. તમારા હાથથી પગની પાછળની બાજુ પકડો

તમારા પગ એક-બીજાના સમાનંતરમાં રહેશે. તમારી છાતી પગની ઉપર સ્પર્શ કરતી રહેશે. જાંઘને અંદરની તરફ દબાવો અને શરીરને એડીના બળે સ્થિર સ્થિર રાખો.

માથાને નીચેની તરફ નમાવો અને પગની વચ્ચે જઈને જુઓ. આવી સ્થિતિમાં 15-30 સેકન્ડ સુધી સ્થિર રહેવું. જ્યારે તમે આ સ્થિતિને છોડવા માંગો છો ત્યારે પેટ અને નીચેના ભાગના અંગોને સંકોચો

શ્વાસને અંદરની તરફ ખેંચો અને હાથને હિપ્સ પર રાખો. ધીમે ધીમે ઉપરની તરફ ઉઠાવવો અને સામાન્ય થઈને ઉભા રહી જાવ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત