દિશા પટનીની જેમ સ્કિનને ચમકતી કરવા આજે જ ધરે બનાવો આ ફેસ પેક

દિશા પટની એ બી ટાઉનની સૌથી સુંદર અભિનેત્રીઓમાંથી એક ગણાય છે. દિશા અવારનવાર પોતાની મેકપ વગરની તસ્વીરો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. જો કે આપને જણાવી દઈએ કે દિશા પોતાના મેકપ સિવાયના લુકમાં પણ એટલી જ સુંદર લાગે છે.

image source

ઉલ્લેખનીય છે કે દિશા પટની એમની ત્વચાની સાર-સંભાળ માટે પોતાના ચહેરા પર કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરતી નથી. દિશા તેની ચમકતી ત્વચા માટે ઘરેલું ફેસપેકનો જ ઉપયોગ કરે છે. તો આજે આપણે જાણીશું કે દિશા પટનીના આ ચમકતા ચહેરા પાછળનું રહસ્ય શું છે.

બેસનનું ફેસ પેક

image source

દિશા પટનીની ચમકદાર ત્વચાનું રહસ્ય છે બેસન દ્વારા ઘરે બનેલો ફેસપેક. લેકમે ફેશન વિક દરમિયાન દિશા પટનીએ જણાવ્યું હતું કે 12 મા ધોરણ સુધી તેણે પોતાના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ફેસ વોશ કે ક્લીન્સરનો ઉપયોગ કર્યો ન હતો. એમની માતા એમને હમેશા દહીં અને ચણાના લોટ દ્વારા જ ચહેરો ધોવાની સલાહ આપતા હતા. અને દિશા પણ ચહેરાને લોટ અને દહીથી જ સાફ કરતી.

દહીં અને બેસનના ફેસ પેકથી થતા ફાયદા

image source

ચમકતી તવ્ચા માટે દહીં બેસનનું ફેસપેક ઘણું લાભદાયક છે. દહી અને બેસનનું ફેસ પેક લગાડવાથી ત્વચા પરના દાગ ઓછા થઇ જાય છે, તેમજ એના કારણે ડલ ત્વચા પણ દુર થાય છે. દહીં અને બેસનના લેપને લગાડવાથી ખીલ અને ફોલ્લીઓ પણ ઓછી થઇ જાય છે. આ લેપથી ત્વચા ગોરી અને ચમકદાર બને છે.

દહીં બેસનના ફેસ માસ્કને બનાવવાની રીત

image source

બેસનના ફેસ માસ્કને બનાવવા માટે 1 વાટકી બેસનમાં 1 ચમચી દહીં ઉમેરીને, મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણ ૧ કલાક સુધી ચહેરા પર લગાડીને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. જો તમારી સ્કીન શુષ્ક છે, તો તમે બેસન સાથે દુધની મલાઈ અને મધ ઉમેરીને પણ મિશ્રણ બનાવી શકો છો. આ મિશ્રણથી તવ્ચા મોઇશ્ચરાઇઝ્ડ રહે છે. સનબર્ન ત્વચા માટે ૪ ચમચી બેસનમાં ૧ ચમચી લીંબુનો રસ અને ૧ ચમચી દહીં મિલાવીને મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને ચહેરા પર લગાડો. આ મિશ્રણ લગાડવાથી ચહેરાની બધી ટેનિંગ દુર થઇ જશે.

દહીંથી થનાર લાભ

image source

દહીં આરોગ્ય સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ભરપુર હોય છે. જે ત્વચાના કોષોને મજબૂત બનાવવાનું કામ કરે છે. જેના કારણે ચહેરા પર પર ચમક દેખાય છે. દહીં ત્વચા સાથે વાળ માટે પણ ખૂબ ફાયદાકારક હોય છે. રેશમી અને સ્વસ્થ વાળ માટે તમે પણ દહીંનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત