શું તમારે પણ જોઈએ છે દીશા પાટની જેવા કાળા ઘેરા વાળ, તો જાણી લો દીશા અઠવાડિયે બે વાર કયુ લગાવે છે તેલ

શું તમારે પણ જોઈએ છે દીશા પાટની જેવા કાળા ઘેરા વાળ – અઠવાડિયે બે વાર લગાવે છે તેણી આ વસ્તુનું તેલ

દરેક સ્ત્રીનું એક સ્વપ્ન હોય છે કે તેના વાળ પણ કાળા-ઘેરા – લાંબા અને સુંદર હોય. તેવામાં તેને મેઇનટેઇન કરવા થોડા મુશ્કેલ બની જાય છે. પણ જો વાત દિશા પાટનીની થઈ રહી હોય તો તે પોતાના વાળની સુંદરતા માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ નથી કરતી. આપણે બધા જાણીએ છીએ કે દિશા પાટની બોલીવૂડની સૌથી ફીટ તેમજ ગ્લેમરસ એક્ટ્રેસમાંની એક છે.

image source

આમ તો દિશા પોતાની પર્સનલ લાઇફને લઈને ખૂબ ઓછી વાત કરે છે, પણ એક ઇન્ટર્વ્યૂ દરમિયાન તેણીએ પોતાના લાંબા-ઘેરા અને સુંદર વાળનો ખુલાસો કર્યો હતો. તેણીએ જણાવ્યુ હતું કે તે પોતાના વાળની કેવી રીતે સંભાળ રાખે છે. આજ કાલની છોકરીઓ દિશા પાટનીને સુંદરતાની રીતે પોતાની આઇડલ માને છે. તેઓ દિશા પાટની જેવી જ દેખાવા માંગે છે. તો તેવામાં જો તમે પણ દિશા પાટનીના મોટા ફેન હોવ અને એ જાણવા માગતા હોવ કે તેણી પોતાના વાળમાં શું નાખે છે તો આગળ જરૂર વાંચો.

અઠવાડિયામાં આટલીવાર માથામાં લગાવે છે તેલ

image source

દિશા માને છે કે જો વાળને હેલ્ધી રાખવા હોય તો અઠવાડિયામાં બે વાર તો વાળમાં તેલ લગાવવું જ જોઈએ. તે વાળમાં ડુંગળીના બીજનું તેલ નાખે છે, કારણ કે તે વાળને સારી રીતે પોષણ આપે છે.

image source

બિઝિ શેડ્યુલના કારણે દિશા પાટની પોતાના વાળને બે કે ત્રણ વાર માઇલ્ડ શેમ્પુ અને એક કન્ડિશ્નર સાથે ધોવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તેણી વાળમાં સીરમનો ઉપયોગ કરવાનું પણ ક્યારેય ભૂલતી નથી. સીરમથી વાળ માત્ર સોફ્ટ નથી થતાં પણ તેનાથી વાળ શાઈની પણ દેખાય છે.
વાળ સાથે તમારે આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ

image source

વાળની સંભાળ માટે શેંપુ તેમજ કન્ડીશનર લગાવવા ઉપરાંત દિશા પાટની તેને હીટ ટ્રીટમેન્ટથી બને ત્યાં સુધી દૂર જ રાખે છે. તેણી કહે છે કે , જેટલું હોઈ શકે વાળને હેયર સ્ટ્રેટનર કે અન્ય પ્રકારના હીટિંગ ટૂલથી દૂર રાખવા જોઈએ. કારણ કે ઉચ્ચ તાપમાનમાં વાળને નુકસાન પહોંચે છે. અને જ્યારે જ્યારે તમે વાળને ધુઓ ત્યારે એક સારું કંડીશનર લગાવવાનું ન ભુલવું જોઈએ.

વાળ માટે હેલ્ધી ડાયેટ પણ જરૂરી છે

image soucre

દિશાનું માનવું છે કે સુંદર ત્વચા તેમજ વાળ માટે હેલ્ધી ડાયેટ પણ ખૂબ જરૂરી છે. તેણી લીલા પાનવાળા શાકભાજી અને સલાડ તેમજ ખૂબ બધા ફળ ખાય છે. અને બને ત્યાં સુધી જંક ફૂડ નથી ખાતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત