માસ્ક પહેરીને ક્યારે ના કરતા આ કામો, નહિં તો સ્વાસ્થ્યને લગતી થશે આ અનકે તકલીફો

કોરોનાવાયરસ ચેપનું જોખમ હજી ટળ્યું નથી.આવી સ્થિતિમાં તેના ભયને લીધે,આપણે સતત માસ્ક પહેરવું પડે છે.પરંતુ જે લોકોને નિયમિત કસરત કરવાની ટેવ હોય અથવા જે લોકો દૈનિક સવારમાં દોડવા જાય છે,આવા લોકોએ માસ્ક પહેરીને કસરત ન કરવી જોઈએ અને ન તો દોડવું જવું જોઈએ.રોચક પોસ્ટ્સના સમાચાર અનુસાર, નિષ્ણાતો માને છે કે માસ્ક પેહરીને દોડવું અથવા કોઈ યોગા કે કસરત કરવાથી ફેફસાં પર દબાણ આવે છે,જે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

image source

ચેપના જોખમ વચ્ચે જીવન સામાન્ય થવા લાગ્યું છે.ચેપનો ભય જોઈને,લોકો માર્ગદર્શિકાઓનું પાલન કરીને માસ્ક સાથે બહાર નીકળી રહ્યા છે.જો કે,તે દરમિયાન તે ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે કે કસરત કરતી વખતે અથવા દોડતી વખતે માસ્ક ન પહેરવું જોઈએ.ફિટનેસ નિષ્ણાતના જણાવ્યા મુજબ માસ્ક પહેરીને ચાલવાથી,દોડવાથી કે પછી કોઈ યોગા અથવા કસરત કરવાથી તે હૃદય અને ફેફસાંને બંનેને નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી માણસ મરી પણ શકે છે.

image source

ચીનમાં પણ આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે.તેથી,માસ્ક પહેરીને કોઈપણ કાર્ય ન કરવું,જેથી ફેફસાં અથવા હૃદય પર દબાણ ન આવે.ખરેખર,માસ્ક પહેરીને દોડવું અથવા શરીર પર દબાવ પડે એવું કામ કરવાથી એ ઓક્સિજન લેવા અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાના વચ્ચેના સંતુલનને નુકસાન પહોંચાડે છે,કારણ કે આ ફેફસાં અને અન્ય અવયવો પર દબાણ લાવે છે,જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

image source

ડોકટરોના જણાવ્યા અનુસાર ફેફસાના પંચર થવાની સ્થિતિને ન્યુમોથ્રોક્સ કહેવામાં આવે છે.આમાં,ફેફસાં પંચર થઈ જાય છે અને ફેફસાં અને છાતીની દિવાલ વચ્ચે હવા ભરાય છે અને માણસને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આવી સ્થિતિમાં થવાથી વ્યક્તિ મરી પણ શકે છે.તેથી ડોકટરોના જણાવ્યા મુજબ માસ્ક પહેરીને દોડવાથી ફેફસાં પર વધુ દબાણ વધે છે અને તેમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી.આવી સ્થિતિમાં,ફેફસાંને ક્ષમતા કરતા વધારે કામ કરવું પડે છે અને તે પ્રતિક્રિયા આપવાનું ઓછું કરી દે છે.

અહીંયા જાણો માસ્ક ક્યાં સ્થળોએ પહેરવું જરૂરી છે ?

કોઈપણ ભીડવાળી જગ્યાની મુલાકાત લેતી વખતે માસ્ક પહેરવું જ જોઇએ.

image source

તમને કોઈ કોરોના વાયરસની શંકાસ્પદ દર્દી લાગતું હોય,ત્યારે માસ્ક પહેરવું જરૂરી છે.

જો કોઈ દર્દીને તાવ અથવા શરદી હોય તો તમે તેની કાળજી લેતા હોવ તો પણ તમારે માસ્ક પહેરવું જરૂરી છે.

માસ્ક પહેરતા પહેલા હાથને સારી રીતે સાફ કરો.માસ્કથી મોં અને નાકને સંપૂર્ણપણે રીતે ઢાંકી દો.

માસ્ક પહેરતી વખતે મોં અને નાકની નજીક કોઈ જગ્યા ન રાખશો.માસ્ક પહેર્યા પછી તેને અડશો નહીં.

જો તમે માસ્કને સ્પર્શ કર્યો છે,તો તરત જ હાથ સાફ કરો.માસ્કનો ઉપયોગ કર્યા પછી ફરીથી તેનો ઉપયોગ કરવો નહીં.

image source

માસ્કને વારંવાર અડશો નહીં અને તેને ગળામાં લટકાવશો નહીં.

જો તમે સ્વસ્થ છો તો પણ અમુક સ્થળો પર માસ્કનો ઉપયોગ કરવો જરૂરી છે.

જો માસ્ક ભીનું થઈ જાય,તો તેને 6 કલાકની અંદર બદલી નાખો.

જો તમને શરદી અથવા ઉધરસ જેવું છે તો બાર જવા સમયે અથવા કોઈ સાથે વાતચીત કરવા સમયે માસ્ક જરૂર પહેરવું.

image source

માસ્કને ક્યારેય બહારની તરફથી સ્પર્શ કરશો નહીં.

બહારથી આવ્યાની તરત જ માસ્ક પેહલા ડસ્ટબીનમાં ફેંકી દેવું જોઈએ.

માસ્ક ઉતાર્યા પછી,તમારા હાથને બરાબર રીતે ધોઈ નાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત