ક્રેનબેરી ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ, જે ઘટાડી દે છે વધેલું વજન અને સાથે શરદી-ખાંસીમાં પણ આપે છે રાહત

ભારતના કેટલાક રાજ્યો અને હિમાલયના ક્ષેત્રોમાં મળી આવતા ફળ ક્રૈનબેરી, જેને હિંદીમાં કરૌદા કહેવામાં આવે છે, ખુબ જ સ્વાદિષ્ટ અને ફાયદાકારક હોય છે. આ ફળ આકારમાં ખુબ જ નાના અને જોવામાં ઘાટા ગુલાબી રંગના હોય છે અને ખાવામાં થોડા મીઠા લાગે છે. ઉચ્ચ પોષક તત્વો અને એંટીઓક્સિડન્ટથી હોવાના કારણે આ ફળને ‘સુપરફૂડ’ પણ કહેવામાં આવે છે. કેમ કે, ક્રૈનબેરીની તાસીર ગરમ હોય છે, એટલા માટે એવું કહેવામાં આવે છે કે, શિયાળાની ઋતુમાં ક્રૈનબેરીનું સેવન કરવાનું સારું રહે છે. કેટલીક જગ્યાઓ પર તો તેનું શાક બનાવીને પણ સેવન કરવામાં આવે છે. ચાલો જાણીએ કે, ક્રૈનબેરી એટલે કે, કરૌદાનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે…

વજનને કરે છે ઓછું.:

image source

-ક્રૈનબેરી એટલે કે, કરૌંદા ફાયબરથી ભરપુર હોય છે, એટલા માટે ક્રૈનબેરીનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. એનો અર્થ એ થાય છે કે, આપનું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ક્રૈનબેરીના રસનું સેવન કરવાથી વજન ઘટાડવામાં લાભકારક સાબિત થાય છે. એટલા માટે જો આપ પોતાનું વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો આપે ક્રૈનબેરીનું જ્યુસ જરૂરથી પીવું જોઈએ.

મસ્તિષ્ક માટે સારું હોય છે ક્રૈનબેરી ફ્રુટ.

image source

-આ ફળને મસ્તિષ્ક માટે પણ સારું માનવામાં આવે છે. ખરેખરમાં, ક્રૈનબેરીમાં રહેલ એંટીઓક્સિડન્ટ અને સોજામાં ઘટાડો કરનાર યૌગિક સ્મૃતિમાં સુધાર કરવાનું કામ કરે છે. એટલા માટે જો આપ પોતાની યાદદાશ્તને તેજ કરવા ઈચ્છો છો તો ક્રૈનબેરી એટલે કે, કરૌંદાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

હ્રદય રોગના ખતરાને ઓછો કરે છે.

image soucre

કરૌંદાનું સેવન કરવાથી હ્રદય રોગનો ખતરો ઘટી જાય છે. એક અધ્યયન મુજબ, રોજ એક ગ્લાસ ક્રૈનબેરીનો રસનું સેવન કરવાથી એચડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. ખરેખરમાં,એચડીએલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોવાનું સારા સંકેત હોય છે, કેમ કે, એનાથી હ્રદયના સ્વસ્થ હોવાની ખબર પડે છે.

ક્રૈનબેરીના હજી પણ અન્ય કેટલાક ફાયદાઓ.:

image source

-દસ્તથી લઈને શરદી અને ખાંસી સાથે લડવામાં આ ફળ ક્રૈનબેરી ઉપયોગી માનવામાં આવે છે. એના સિવાય ક્રૈનબેરી લોહીને સાફ કરે છે અને બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે. ક્રૈનબેરી આયર્નથી ભરપુર હોવાના કારણે આ એનિમિયાના દર્દીઓ માટે કોઈ વરદાન કરતા ઓછી હોતી નથી. ક્રૈનબેરીનું સેવન કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે જળવાઈ રહે છે અને ક્રૈનબેરીના સેવન કરીને વ્યક્તિ પોતાનું વજન ઘટાડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત