આ 5 વસ્તુઓ ઉનાળામાં નહિં થવા દે શરીરમાં પાણીની કમી, જાણો અને તમે પણ ખાવાનું કરી દો શરૂ

મિત્રો, જો તમે ક્યારેય કોઈ ડાયટિશિયન્સને માંક્યા હશો અથવા તો તેમની સલાહ લેતા હશો તો તેમની વાતમા એક સલાહ અવશ્યપણે હોય છે કે, આખા દિવસમા કમ સે કમ બે લિટર પાણીનુ સેવન અવશ્યપણે કરવુ,. તે તમારા સ્વાસ્થ્યને નીરોગી અને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે પરંતુ, દરેક વ્યક્તિ માટે રોજનુ બે લિટર પાણી પીવુ તે શક્ય નથી.

image soucre

આ પાછળના અમુક તાર્કિક કારણ એવા માનવામા આવે છે કે, કોઈ વ્યક્તિને તરસ વધુ લાગે છે તો કોઈ વ્યક્તિને ઓછી તરસ લાગે છે. આવી સ્થિતિમા જે લોકોને તરસ ખુબ જ ઓછી લાગે છે, તે લોકો પાણીનુ સેવન ખુબ જ ઓછુ કરતા હોય છે. આવી સ્થિતિમા તમારે તમારા ભોજનમા અમુક વિશેષ પ્રકારની વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓનુ સેવન તમારા શરીરમા રહેલી પાણીની ઉણપની સમસ્યાને દૂર કરે છે અને તમારા શરીરને નીરોગી અને તંદુરસ્ત બનાવે છે.

ફાયદા :

દહી :

image soucre

જો તમે ડિહાઇડ્રેશનની સમસ્યાથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો તેના માટે દહીનુ સેવન એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમા ૮૫ ટકા પાણીની માત્રા હોય છે અને તેમાં શરીર માટે ખુબ જ આવશ્યક એવા પ્રોબાયોટિક્સનો પૂરતો જથ્થો સમાવિષ્ટ હોય છે. આ કારણોસર તે શરીરને ગરમીની એલર્જી સામે રક્ષણ આપવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે.

બ્રોકલી :

image soucre

આ વસ્તુમા ૮૯ ટકા જેટલો પાણીનો ભાગ હોય છે. આ ઉપરાંત તે પોષણથી સમૃદ્ધ સબ્જી છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટીઈંફ્લેમેટરી તત્વો સમાવિષ્ટ હોય છે, જે તેમને ગરમીની સમસ્યા સામે રક્ષણ આપે છે. જો તમે ઈચ્છો તો તમે તેનુ કાચું સલાડ બનાવીને પણ ખાઈ શકો છો. મોટાભાગના લોકો તેની સબ્જી બનાવીને પણ તેનુ સેવન કરતા હોય છે.

સફરજન :

image soucre

આ ફળમા ૮૬ ટકા જેટલુ પાણી સમાવિષ્ટ હોય છે. આ ઉપરાંત તે ફાઈબર, વિટામિન સી વગેરેનો સારો સ્રોત છે. ડોકટરો પણ સલાહ આપે છે કે, જો કોઈ વ્યક્તિ નિયમિત એક સફરજનનુ સેવન કરે તો તેમનુ સ્વાસ્થ્ય હમેંશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે.

સલાડ :

image soucre

સલાડના પાનમા ૯૫ ટકા જેટલા પાણીનો સમાવેશ થાય છે. તેનો ઉપયોગ આપણે સેન્ડવીચમા પણ આકરી શકીએ છીએ. પ્રોટીન અને ઓમેગા-૩ થી ભરપૂર આ સલાડનુ નિયમિત સેવન તમારા શરીરમા પાણીનુ સંતુલન જાળવી રાખે છે.

ભાત :

image soucre

ગરમીની ઋતુમા રાંધેલા ભાતનુ સેવન પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમા ૭૦ ટકા જેટલુ પાણી સમાવિષ્ટ હોય છે. આ સિવાય તેમાં આયર્ન, કાર્બોહાઈડ્રેટ વગેરે પણ પૂરતા પ્રમાણમાં હોય છે. માટે તમારે પણ દિવસમા એક વાટકી ભાત અવશ્યપણે ખાવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ