દૂધમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીવાનો કરી દો શરુ, બ્લડ પ્રેશર રહેશે કંટ્રોલમાં અને સાથે થશે અનેક ફાયદાઓ પણ

ઈલાયચી અને દૂધ બંનેમાં ફાઈબરનો જથ્થો હાજર હોય છે જે પાચન શક્તિને મજબૂત બનાવે છે. જે લોકોની પાચન ક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થતી ન હોય, આવા લોકોએ ખાધા પછી ચોક્કસપણે દૂધ અને ઈલાયચીનું સેવન કરવું જોઈએ.

image source

લોકડાઉનમાં તણાવને કારણે લોકો તેમના આહારની વિશેષ કાળજી લઈ શકતા નથી અને તેના કારણે તબિયત બગડવાનું શરૂ થાય છે. લોકો ગંભીર રોગોનો શિકાર બનવા માંડે છે. ગંભીર રોગોની ઝપેટમાં ફસાઈ ન જઈએ તે માટે આહારની ટેવ (Diet) પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે તંદુરસ્ત રહેવા માટે દૂધ પીવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ જો તમે દૂધ સાથે ઇલાયચી મિક્ષ કરીને પીશો તો તે તમને અનેક પ્રકારના રોગોથી દૂર રાખે છે. ચાલો તમને જણાવીએ કે ઈલાયચીચીનું દૂધ પીવાથી તમને કેવી રીતે ફાયદો થઈ શકે છે.

હાડકાં મજબૂત બનશે:-

image source

હાડકાં મજબૂત બનાવવા માટે દૂધ ખૂબ જ સારું હોય છે. હકીકતમાં તેમાં વધુ માત્રામાં કેલ્શિયમ હાજર હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. તેમજ ઈલાયચીમાં હાજર કેલ્શિયમની માત્રા તેના ફાયદાઓને બમણી કરે છે. તેથી વૃદ્ધ લોકોને ઈલાયચી સાથે ભળેલું દૂધ વિશેષ પીવડાવવામાં આવે છે.

પાચન ક્રિયા મજબૂત બને છે:-

image source

ઈલાયચી અને દૂધ બંનેમાં ફાઈબરની માત્રા હાજર હોય છે જે પાચક ક્રિયાને મજબૂત બનાવે છે. ફાઇબર, પોષક તત્વો, આપણી પાચન ક્રિયામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી, જે લોકોની પાચન ક્રિયા યોગ્ય રીતે કાર્ય કરતી નથી, આવા લોકોએ ખાધા પછી ચોક્કસપણે દૂધ અને ઈલાયચીનું સેવન કરવું જોઈએ. આ દ્વારા, પાચન ક્રિયા યોગ્ય રીતે કાર્ય કરશે અને તમે ઘણા પ્રકારના પાચક રોગોથી પણ દૂર રહી શકશો.

મોંમાં થતા ચાંદાને દૂર કરે છે:-

image source

મોંના ચાંદાથી (અલ્સર) ઘણા લોકો પરેશાન હોય છે. તે સામાન્ય રીતે પેટના યોગ્ય રીતે સાફ ન થવાને કારણે થાય છે, જ્યારે ઇલાયચીમાં એવા વિશેષ ગુણધર્મો હોય છે જે મોંના અને પેટના ચાંદાને મટાડવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે. દૂધ અને ઈલાયચીનું સેવન કરવાથી મોંના ચાંદાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે:-

image source

બ્લડ પ્રેશરને જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ કોઈપણ સમયે હૃદયરોગની પકડમાં આવી શકે છે. આટલું જ નહીં, હાઈ બ્લડ પ્રેશર સ્ટ્રોક અને હાર્ટ એટેક જેવા ઘણા ગંભીર હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ વધારે છે. તેનાથી બચવા માટે દૂધ અને ઈલાયચી મિક્ષ કરી પીવાથી એકદમ ફાયદાકારક સાબિત થાય છે. દૂધ અને ઈલાયચી બંનેમાં પુષ્કળ માત્રામાં મેગ્નેશિયમ જોવા મળે છે. આ પોષક તત્વો હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા અને બ્લડ પ્રેશરને સંતુલિત રાખવા માટે અસરકારક રીતે કાર્ય કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત