ભારતમાં હવે કોરોના જેવી જ બાળકોને અસર કરતી બીમારીની થઇ એન્ટ્રી, જાણો લક્ષણો અને ધ્યાન રાખો તમે પણ

ભારતમાં હવે કોરોના જેવી જ બાળકોને અસર કરતી આ નવી બીમારીએ કર્યો પ્રવેશ, આવા છે લક્ષણ

કોરોના વાયરસની સાથે સાથે હવે એક નવી બીમારીએ ભારતમાં કર્યો છે પગપેસારો, જે ફક્ત બાળકોમાં જોવા મળે છે, તો જાણો તેના લક્ષણો

આપણે જાણીએ છીએ કે COVID-19 મોટાભાગે વૃદ્ધ વયસ્કો અને અંતર્ગત આરોગ્યની સમસ્યાઓ ધરાવતા લોકોમાં ગંભીર રોગનું કારણ બને છે. સદભાગ્યે, મોટાભાગના બાળકોને માંદગીની સૌથી ખરાબ સ્થિતિમાંથી બચાવી લેવામાં આવ્યા છે.

અમેરિકા અને યૂરોપીય દેશોમાં અનેક બાળકોના જીવ એક અજાણી બીમારીના કારણે ગયા છે. હવે આ બીમારી ભારતમાં પણ પ્રવેશી ચૂકી છે. આ બીમારીનું નામ છે મલ્ટી સિસ્ટમ ઈંફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ. આ દુર્લભ બીમારીના લક્ષણ ચેન્નાઈમાં 8 વર્ષના બાળકમાં જોવા મળ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ તેને લઈને એલર્ટ જાહેર કર્યું છે.

image source

બાળકોમાં જોવા મળતી આ ખાસ બીમારીના લક્ષણોમાં ડોક્ટરોએ જણાવ્યું છે કે આ બીમારીના કારણે બાળકોના શરીરમાં સોજા આવે છે અને શરીર પર લાલ ચકામા પણ થઈ જાય છે.

શા માટે છે મોટો ખતરો?

image source

આ બીમારીથી શરીરમાં મલ્ટી ઈંફ્લામેન્ટ્રી સિંડ્રોમ એટલે કે ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે અને તે શરીરમાં ફેલાઈ જાય છે. તેની અસર અનેક મહત્વના અંગો પર પડે છે. એકસાથે અનેક કામ બંધ કરી શકે છે. બાળકોના જીવ પણ તેના કારણે જઈ શકે છે.

પહેલા પણ જોવા મળ્યા હતા આ બીમારીના લક્ષણ

થોડા દિવસો પહેલાં કોલકત્તામાં ચાર મહિનાના એક બાળકમાં પણ આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા હતા. આ બાળક કોરોનાથી સંક્રમિત હતો. આ પછી ભારતમાં પણ આ બીમારી પર નજર રાખવામાં આવી રહી છે.

કોરોના પ્રભાવિત વિસ્તારોમાં 30 ગણી વધુ બીમારી

image source

એક રિપોર્ટ અનુસાર શોધકર્તાઓએ કોરોના વાયરસ અને આ બીમારીને સંબંધિત શોધ કરાઈ છે, તેના આધારે આ દુર્લભ બીમારી છે. તેને પીડિયાટ્રિક ઇંફલામેટ્રી મલ્ટી સિસ્ટમ સિન્ડ્રોમનું નામ આપવામાં આવ્યું છે. છેલ્લા 2 મહિનામાં આ બીમારીના કારણે બાળકોના બીમાર થવાના દરમાં 30 ગણો વધારો થયો છે. અમેરિકાના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રએ પણ આ સિન્ડ્રોમ પીડિત 145 કેસને કોરોના સંબંધિત ગણાવ્યા છે.

WHOએ જાહેર કર્યું એલર્ટ

image source

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સ્પષ્ટ કર્યું છે કે બાળકોમાં ઈન્ફ્લામેન્ટ્રી સિન્ડ્રોમ જેવા હાથ અને પગ પર લાલ ચકામા, સોજા આવવા અને પેટમાં દુઃખાવો થવાના લક્ષણો હોઈ શકે છે. આવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો. બાળકોમાં જોવા મળતો આ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લામેટ્રી સિન્ડ્રોમ સીધો કોરોના વાયરસના લક્ષણ ન હોઈને શરીરની રોગ પ્રતિકારક તંત્રની વધુ સક્રિયતાનું પરિણામ છે. આ માટે તેની તપાસ થાય તે પણ જરૂરી છે.

આ છે બીમારીના લક્ષણો

image source

બાળકોને 105 કે તેનાથી વધારે તાવ આવવો. પેટમાં વધારે દુખાવો થવો કે ઉલ્ટી થવી કે ડાયરિયાની સમસ્યા ઉભી થવી. આંખોનું લાલ થવું અને તેમાં દુઃખાવો થવો અનુભવવો. બાળકોના શરીર પર લાલ ચકામાના નિશાન દેખાવા. બાળકોના હોઠ કે જીભ પર લાલ દાણા ઉપસી આવવા. શરીરના રંગમાં ફેર પડવો, શરીર પીળું થવું કે ભૂરું પડી જવું. બાળકને ખાવાપીવામાં તકલીફ થવા લાગવી. શ્વાસ લેવામાં તકલીફ થવી અથવા શ્વાસ ચઢવાની સમસ્યા પણ થવા લાગવી. છાતીમાં દુઃખાવો થવો. બાળકમાં ચીડિયાપણું થવું કે સુસ્તી અનુભવવી. હાથ અને પગમાં સોજા આવવા અને લાલ પડવા. ગળામાં સોજા આવવા એ પણ આ રોગનું પ્રમુખ લક્ષણ.

ખાસ ધ્યાનમાં રાખો

image source

પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વધારે અસર જોવા મળે છે. ધમનીઓમાં સોજા આવવાથી હ્દયને નુકસાન થવાની સંભાવના છે. જેટલી જલ્દી ઓળખ થશે તેટલી જ સારા થવાની શક્યતા વધુ છે. આ કાવાસાકી બીમારીની જેમ ઉપચાર પણ અલગ છે. આ સિન્ડ્રોમ પ્રભાવિત બાળકોને કોરોના સંક્રમિત થવું શક્ય છે.

ડરવાની જરૂર શા માટે નથી?

જનરલ ઓફ ઈન્ડિયન પીડિયાટ્રિક્સમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર ચેન્નઈના બાળકોમાં ટોક્સિક ઓફ સિન્ડ્રોમ, કોરોના વાયરસ, નિમોનિયા અને કાવાસાકી બીમારીના લક્ષણ એકસાથે મળ્યા હતા. ઈમ્યુનોગ્લોબુલિન અને ટોસીલીજુંબૈબ દવાઓ પછી આ બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા છે.

આગળનાં પગલાં અને સંસાધનો:

image source

જો તમારું બાળક બીમાર દેખાતું નથી, પરંતુ તમને ચિંતા છે, તો તમારા ડૉક્ટરને કોલ કરો અને તમારા બાળકના લક્ષણોનું નિરીક્ષણ કરો. જો તે વધુ ખરાબ હોય એમ લાગી રહ્યું છે, તો તમારા બાળકને નજીકના ઇમરજન્સી વિભાગમાં લઈ જાઓ અથવા 108 પર કોલ કરો.તમારી નજીકના બાળરોગ ચિકિત્સકને શોધો. COVID-19 ફાટી નીકળ્યા દરમિયાન બાળકોને ઇમરજન્સી વિભાગમાં લઈ જવા. બાળકો અને કોવિડ -19: અહીં આપણે જાણીએ છીએ તે છે, જો તમને એ બીમારી લાગે છે, તો ટેલિમેડિસિન ક્યારે અને કેવી રીતે વાપરવી તે વિશે માહિતી મેળવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત