આજથી જ સુધારી દો તમારી આ 7 આદતોને, નહિં તો આંખોનું તેજ થઇ જશે ઓછુ અને આવી જશે ચશ્માના નંબર પણ

આંખોને લગતી સમસ્યાઓ મોટાભાગના લોકો ધ્યાનમાં નથી લેતા,જેની અસર ઘણી ગંભીર સમસ્યાઓ તરીકે જોવામાં આવે છે.તો આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એવી કઈ બાબતો છે જેને અવગણવી તમારી આંખો માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે અને જે આગામી સમયમાં તમારી આંખોની રોશની માટે ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે.

image source

ઘણીવાર લોકો આંખોને લગતી સમસ્યાઓની અવગણના કરે છે.આંખોમાં કોઈ મોટી સમસ્યા ન થાય ત્યાં સુધી લોકો આંખો પ્રત્યે બેદરકાર રહે છે અને આંખોના ડોક્ટરની સલાહ લેવાનું જરૂરી નથી માનતા.પછી આ સમસ્યાઓ ગંભીર સ્વરૂપો લે છે જેનો સામનો કરવો ખૂબ મુશ્કેલ છે.તો ચાલો અમે તમને જણાવીએ કે આવી કઈ બાબતો છે જેની અવગણના તમારી આંખો માટે ખૂબ જોખમી સાબિત થઈ શકે છે અને જે આગળના સમયમાં તમારી આંખોની રોશની માટે ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે.

1. દર વર્ષે આંખોની તપાસ ન કરાવવી

image source

વર્ષ દરમિયાન એકવાર તમારી આંખોની તપાસ કરાવવી તમારા માટે મહત્વપૂર્ણ છે.જો તમારી ઉંમર 55 થી ઉપર છે,તો તમારે તપાસ પ્રત્યે બિલકુલ બેદરકાર ન થવું જોઇએ.તપાસ કરાવવાથી તમે જાણી શકશો કે તમારી આંખોમાં કોઈ સમસ્યા છે કે નહીં અને માત્ર આંખો જ નહીં પરંતુ તમારા આખા શરીરની તપાસ વર્ષમાં એકવાર તો કરાવવી જ જોઈએ.

2. આંખની સમસ્યાને અવગણવી

image source

ઘણી વાર એવું બને છે કે તમને આંખોને લગતી સમસ્યાઓ હોય છો,જેમ કે ઓછું દેખાવું અથવા જોતી વખતે કોઈ સમસ્યા અનુભવવું વગેરે.આ સમસ્યાઓ તમને ખૂબ મોટી નથી લાગતી,પરંતુ જો તમે સમયસર તેની સારવાર નહીં કરો તો આ સમસ્યાઓ ચોક્કસપણે મોટું અને ભયંકર સ્વરૂપ લઈ શકે છે.આ નાની સમસ્યા માટે તમારે ઓપરેશન પણ કરાવવું પડી શકે છે.તેથી આંખોમાં થતી નાની સમસ્યા પર પણ તપાસ કરવો.

3. આંખોમાં થતી બળતરાને અવગણવી

image source

જો તમારી આંખો પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય અને આખો દિવસ આંખમાં ખંજવાળ આવતી હોય અથવા આંખમાંથી પાણી નીકળતું હોય તો તમને આંખોમાં એલર્જીની સમસ્યા હોય શકે છે.તેથી આને બિલકુલ અવગણશો નહીં.જલદીથી તમારા આંખના ડોક્ટરને મળો અને સલાહ લો.

4. સ્ક્રીન પર વધુ સમય વિતાવો

image source

અત્યારના સમયની યુવા પેઢી તેમનો લાંબી સમય સ્ક્રીન પર જ વિતાવે છે,આ લોકોને ફ્રી સમયમાં માત્ર એક જ કામ હોય છે ટીવી જોવું અથવા મોબાઈલ લઈને બેસવું.પણ શું તમે જાણો છો કે સ્ક્રીન પર વધુ સમય જોવાથી તમારી આંખોને થાકી શકે છે અને માથાનો દુખાવો પણ થઈ શકે છે.આંખોની કાળજી માટે 20-20-20 નો નિયમ એક સરળ પદ્ધતિ છે. જેનો અર્થ છે કે દર 20 મિનિટમાં 20 સેકંડ માટે કંઈક 20 ફુટ દૂર જુઓ અને તમારી આંખોને ભેજવાળી રાખવા માટે તમારી આંખોની પાંપણો પટપટાવો.આ સિવાય તમારા કમ્પ્યુટર સ્ક્રીન પર એન્ટી ગ્લેર પ્રોટેક્શન પણ તમને કામ દરમિયાન આંખોની સંભાળ રાખવામાં મદદ કરી શકે છે.

5.આંગળીથી આંખ પર ખજવાળવુ પણ આંખોને નુકસાન પોંહચાડે છે

image source

તમારે ક્યારેય તમારી આંખોમાં આવતી ખંજવાળ દૂર કરવા માટે આંગળીથી આંખવા ખંજવાળવું ન જોઈએ.આ તમારી આંખોની રુધિરવાહિનીઓને નુકસાન પહોંચાડી શકે છે.જો તમને તમારી આંખોમાં કોઈ તકલીફ છે,તો તે બમણી થઈ શકે છે કારણ કે આંગળીઓમાં રહેલા ઘણા જંતુઓ તમારી આંખોમાં જાય છે.જયારે તમારી આંખોમાં તીવ્ર ખંજવાળ આવે ત્યારે ઠંડા પાણીથી તમારી આંખો ધોઈ લો.આ ઉપાયથી તમારી ખંજવાળની સમસ્યા દૂર થશે અને તમારી આંખો પણ ઠંડી રહેશે.

6. સન ગ્લાસ પહેરવાનું ભૂલવું ન જોઈએ

image source

જો તમે બહાર જતા પહેલાં સન ગ્લાસ ન પહેરતા હો,તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો.આ એટલા માટે છે કારણ કે સૂર્યની હાનિકારક કિરણો તમારી આંખોને નુકસાન પહોંચાડે છે અને તમારી ત્વચામાં પણ બળતરાનું કારણ બની શકે છે.તેથી સનગ્લાસ પહેરો જે ઓછામાં ઓછા 99% યુવીએ અને યુવીબી કિરણોને અવરોધિત કરવામાં સક્ષમ છે.

7. કોન્ટેક્ટ લેન્સ સાફ કરવા જરૂરી છે

image source

જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો,તો તમારા માટે સમય સમય પર તમારા લેન્સ સાફ રાખવું મહત્વપૂર્ણ છે.જો તમે તેને સાફ ન કરો તો લેન્સ પર એકઠી થતી બધી ગંદકી તમારી આંખોમાં જાય છે,જે તમારી આંખને બગાડવાનું જોખમ રાખે છે.તેથી પહેરવા સમયે અને ઉતારીને તમારા લેન્સ જરૂરથી સાફ કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત