આંખોથી પણ ફેલાય છે કોરોના વાયરસ, જાણો બચવા માટેના ઉપાયો

કોરોના ચેપના સમયગાળામાં લોકોની આંખોમાં બળતરા થતી રહે છે.દરેક જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો જ થતો જાય છે.નિષ્ણાતો કહે છે કે કોરોનાને ટાળવા માટે હાથને સેનિટાઇઝ કરવા તેમજ માસ્ક પહેરવા જરૂરી છે.તેવી જ રીતે તમારી આંખોની સંભાળ રાખવા માટે ચશ્મા પહેરવા જરૂરી છે.

image source

વિશ્વ દૃષ્ટિ દિવસ પર આંખના નિષ્ણાંત અનુસાર કેટલાક કિસ્સાઓમાં જયારે કોરોનાનો ચેપ લાગે છે,ત્યારે દર્દીને તાવ,શરદી અને કફ જેવા લક્ષણોની જગ્યાએ આંખમાં બળતરા થઈ શકે છે કોરોના વાયરસથી બચવા માટે ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ દરેક લોકો કરે જ છે,પરંતુ સાથે ઘરની બહાર જતા સમયે આંખો પર ચશ્મા પહેરીને આંખનું રક્ષણ કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

image source

કોરોના વાયરસ ચેપ આંખો દ્વારા પણ આપણા શરીરમાં પ્રવેશી શકે છે અને આંખોમાં પણ ઘણું નુકસાન થઈ શકે છે.જો તમે એવું સમજો કે આ સમસ્યામાં પેહલા આંખો લાલ થાય તો એવું નથી.આ ચેપના સામાન્ય લક્ષણોમાં આંખોમાંથી પાણી નીકળવું,ખંજવાળ અને બળતરા શામેલ છે.જેમ કોરોના વાયરસ મોં દ્વારા અન્યમાં ફેલાય છે,તેવી જ રીતે આંખ દ્વારા પણ ફેલાય છે.જ્યારે કોઈ પણ વ્યક્તિ ચેપગ્રસ્ત સ્થાનને સ્પર્શ કર્યા પછી તેના હાથને સ્પર્શ કરે છે,તો તે આ વાયરસનો શિકાર પણ બની શકે છે.

એક પ્રયોગ દરમિયાન કોરોનાનો ચેપ આંખો દ્વારા પકડાયો.

image soucre

વૈજ્ઞાનિકોએ પણ એક પ્રયોગ દરમિયાન કહ્યું છે કે આંખો દ્વારા કોરોના વાયરસનો ચેપ ફેલાય છે.કોરોના વાયરસના ચેપથી બચવા માટે વૈજ્ઞાનિકો રસી બનાવવાની શોધમાં છે.આ માટે તેઓએ કેટલાક વાંદરાઓને ચેપગ્રસ્ત કર્યા હતા.

આ પ્રયોગ દરમિયાન વૈજ્ઞાનિકોએ વાંદરાની આંખમાં કોરોના વાયરસનો ચેપ લગાડ્યો.વૈજ્ઞાનિકોએ જોયું કે આંખમાં વાયરસ દાખલ થયા પછી વાંદરાનો ચેપ તેના આખા શરીરમાં ફેલાયો.તેના આધારે વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે પ્રાણીઓમાં આંખો દ્વારા વાયરસનું ચેપ શક્ય છે.જો આવી રીતે ચેપ આગળ વધશે,તો માસ્ક પણ કોરોના વાયરસના ચેપમાં નકામું થઈ જશે.

image source

ડોકટરો હમણાં આ વિશે કંઇક નક્કર રીતે કહી રહ્યા નથી,પરંતુ તેમની પાસે પ્રાણીઓ અને મનુષ્ય બંનેનાં ઉદાહરણો છે.જો કોઈ ડોક્ટર આંખો દ્વારા વાયરસના ચેપ વિશે વાત કરી રહ્યો છે,તો પછી વૈજ્ઞાનિકોએ કેટલાક વાંદરાઓને ચેપ લગાડ્યો છે કે કોરોના વાયરસનો ચેપ આંખ દ્વારા પ્રાણીઓમાં ફેલાય છે.

આ સમસ્યા દૂર કરવા માટે અહીં જણાવેલ ઉપાય અજમાવો.

image source

-સાદા પાણીથી આંખો વારંવાર ધોઈ લો.

-સ્વચ્છ કપડાથી આંખો સાફ કરો અને આ કપડાને ઘરના બાકીના સભ્યોથી દૂર રાખો.

-જો આ સમસ્યા વધે તો કોર્નિયાને પણ અસર થઈ શકે છે.

image source

-ડોક્ટરોના અભિપ્રાય પર કોવિડ -19 નું પરીક્ષણ જરૂરથી કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત