ફિલ્મોમાં એક્ટર્સ અને એક્ટ્રેસ દ્વારા પહેરવામાં આવતા મોંઘા કપડા ક્યાં જાય છે ? જાણો આ ખાસ માહિતી

ઘણીવાર ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર્સની સ્ટાઈલ કોપી કરવાનો પ્રયાસ કરે છે. લોકો રિયલ લાઈફમાં પણ ફિલ્મોમાં પહેરેલા મોંઘા કપડા પહેરવાની કોશિશ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ફિલ્મ રિલીઝ થયા પછી આ અભિનેતાઓ કે અભિનેત્રીઓના મોંઘા કપડાનું શું થાય છે ? જો નહીં, તો આજે અમે તમને આ વિશે વિગતો આપીશું.

image source

તમને જણાવી દઈએ કે ફિલ્મ પૂરી થયા પછી તેની સાથે જોડાયેલી તમામ વસ્તુઓ બોક્સમાં પેક કરીને પ્રોડક્શન હાઉસને મોકલવામાં આવે છે. આ કપડાંનો ઉપયોગ અન્ય ફિલ્મોમાં ‘મિક્સ એન્ડ મેચ’ દ્વારા કરવામાં આવે છે. જોકે આ ડ્રેસ મુખ્ય કલાકારો માટે પહેરવામાં આવતો નથી. ફિલ્મ ‘બંટી ઔર બબલી’ના ગીત ‘કજરા રે’ માટે ઐશ્વર્યા રાયે જે ડ્રેસ પહેર્યો હતો તે ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’ના એક ગીતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર માટે ફરીથી ઉપયોગમાં લેવાયો હતો.’

બોલિવૂડ સ્ટાર્સના ફેન્સની દિવાનગી જેવી કોઈ વાત નથી. ઘણા ચાહકો તેમના મનપસંદ સ્ટારની વપરાયેલી વસ્તુઓ માટે લાખો કરોડ રૂપિયા ખર્ચવા તૈયાર છે. સલમાનના એક ચાહકે તેનો ટુવાલ 1.5 લાખમાં ખરીદ્યો હતો. સલમાને આ ટુવાલનો ઉપયોગ ફિલ્મ ‘મુઝસે શાદી કરોગી’માં કર્યો હતો. ઘણી વખત ફિલ્મોમાં હીરો-હીરોઈન દ્વારા પહેરવામાં આવતા કપડાની હરાજી કરવામાં આવે છે. હરાજીમાંથી મળેલા પૈસા ચેરિટી માટે વપરાય છે. ફિલ્મ ‘દેવદાસ’માં માધુરી દીક્ષિતે પહેરેલા લીલા ચોલી 3 કરોડમાં વેચાય હતા.

image source

ઘણી વખત ફિલ્મના હીરો-હીરોઈનને ડ્રેસમાં તેનો દેખાવ એટલો ગમતો હોય છે કે તે તે ડ્રેસને પોતાની સાથે લઈ જાય છે. તે આ ડ્રેસ પહેરતા નથી પરંતુ ફિલ્મ સાથે જોડાયેલી યાદગીરી તરીકે તેને પોતાની પાસે રાખે છે. તેઓ કપડાંના સપ્લાયર સાથે જોડાણ કરે છે. જે બાદ તે દરેક પ્રસંગ અનુસાર કપડા મંગાવે છે અને તેનો ઉપયોગ કર્યા બાદ તે કપડા પરત મોકલવામાં આવે છે.