જો તમે નિયમિતપણે આ ફળોનું કરશો સેવન, તો વગર ફેસિયલે સ્કિન ખુલી ઉઠશે આપોઆપ

આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પોષક તત્ત્વોનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ આપણા શરીરને સ્વસ્થ રાખે છે અને શરીરની અનેક સમસ્યાઓ આપણાથી દૂર રહે છે આહારમાં ફળોનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક છે ફળોમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને ખનિજો જથ્થામાં જોવા મળે છે,જે આપણા શરીરમાં પોષણ પૂરું પાડે છે અને ત્વચાની સમસ્યાઓથી દૂર રહેવામાં મદદ કરે છે.કેટલાક ફળોમાં સુંદરતા વધારવા માટેના તત્વો જોવા મળે છે,તેથી તમે આ ફળોનું સેવન કરીને તમારી સુંદરતામાં વધારો કરી શકો છો.તો ચાલો અમે તમને જણાવીએ કે ત્વચાની સુંદરતામાં વધારો કરવા માટે તમારો દરરોજ ક્યાં ફળોનું સેવન કરવું જોઈએ.

તમે તમારા આહારમાં અહીં જણાવેલા ફળોનો સમાવેશ કરીને ચહેરાની સુંદરતામાં વધારો કરી શકો છો.

સ્ટ્રોબેરી લો –

image source

સ્ટ્રોબેરીમાં એવા ગુણધર્મો હોય છે,જે આપણી ત્વચાની સુંદરતામાં વધારો કરે છે.સ્ટ્રોબેરીનું સેવન કરવાથી આપણી ત્વચામાંથી શુષ્કતા,કરચલીઓ અને ડાઘ દૂર થાય છે તે આપણા ચહેરાની સુંદરતામાં વધારો કરે છે.

સફરજનનું સેવન કરો-

image source

તમે તો સાંભળ્યું જ હશે કે દરરોજ એક સફરજન ખાઓ અને ડોક્ટરથી દૂર રહો.કારણ કે સફરજનમાં યોગ્ય વિટામિન,ફાઈબર અને ખનિજો મળી આવે છે,જે આપણા શરીરને પોષણ આપે છે અને સૂર્યની અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ આપણી ત્વચાને સુરક્ષિત રાખે છે.નિયમિત સફરજનનું સેવન કરવાથી આપણી ત્વચામાં ઘણો સુધારો આવે છે.

આહારમાં નારંગીનો સમાવેશ કરો-

image source

નારંગીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે,જે આપણી ત્વચાને પોષણ આપીને કોલેજનને વધારવામાં મદદ કરે છે,તે ત્વચામાં આવતા વૃદ્ધત્વના નિશાનો ઘટાડે છે અને આપણી ત્વચાને યુવાન રાખે છે.દરરોજ સવારે એક નારંગીનું સેવન કરવાથી ત્વચાની દરેક સમસ્યાઓ દૂર થાય છે.

કેળા

image source

કેળામાં ફાઈબર અને વિટામિન હોય છે,જે આપણા પેટના આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે.તે આપણી પાચક શક્તિને વેગ આપે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.કેટલાક વૈજ્ઞાનિકોના મતે આ ફળ વિશ્વનું પ્રથમ ફળ છે.કેળામાં મળતા વિટામિન આપણી ત્વચાની દરેક સમસ્યા દૂર કરે છે.તમે પાર્લરોમાં પણ કેળાના ફેશિયલ વિશે સાંભળ્યું જ હશે,કેળા આપણી ત્વચા માટે ખુબ ફાયદાકારક છે.

ચીકુ

image source

ચિકુ એક એવું ફળ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે,કારણ કે તેમાં સારી વિટામિન એ અને સી ગુણધર્મો છે.તેમાં એન્ટીઓક્સિડેન્ટ્સ પણ હોય છે.જે આપણી ત્વચાની સુંદરતામાં વધારો કરે છે અને ત્વચા પરની કરચલીઓ દૂર કરે છે.

દાડમ

image source

નાના દાડમના દાણા આપણા સ્વાસ્થ્ય માટે અને ત્વચા માટે ફાયદાકારક છે.તે આપણી ત્વચામાં થતી ફાઇન લાઇનોને દૂર કરે છે અને આપણી ત્વચા પર મોસ્ચ્યુરાઇઝ જાળવી રાખે છે.તેથી દરરોજ એક દાડમનું સેવન કરવાથી આપણી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત