વધેલુ વજન ઉતારીને પેટને ફ્લેટ કરવા માટે ફોલો કરો આ ટિપ્સ

આળસુ લોકો માટે વજન ઘટાડવા માટેની ટીપ્સ: જાડાપણું એ ઘણા રોગોનું મૂળ કારણ છે.આજે આપણે સુસ્ત લોકો માટે 5 અસરકારક પદ્ધતિઓ જણાવીશું, જે તેમને ચરબી ઘટાડવા માટે મદદ કરશે.

મુખ્ય વાતો

વજન ઓછું કરવાની ઇચ્છામાં,સુસ્તી ઘણીવાર માર્ગમાં આવે છે.જો સુસ્ત લોકો વર્કઆઉટ્સ ન કરી શકે તો ખોરાકમાં કેલરી મર્યાદિત કરો.જંક ફૂડ ન ખાઓ અને ચા અથવા કોફીનું વધુ પડતું સેવન ટાળો

image source

સુસ્તીવાળી જીવનશૈલી ધરાવતા લોકો માટે જાડાપણું ઘટાડવું કોઈ પડકાર ઓછું નથી.વજન ઘટાડવા માટે કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.સુસ્ત લોકો માટે જીમમાં જવું અને પરસેવો વળે એવું કાર્ય કરવું એવું તો એ લોકો વિચારી પણ ના શકે.આપણે જાણીએ છીએ કે વધારે વજન હોવાને કારણે હૃદયની સમસ્યાઓ,ટાઇપ -2 ડાયાબિટીઝ જેવા રોગો અથવા સ્વાસ્થ્ય માટેના ઘણા પ્રશ્નો થઈ શકે છે.

તેથી,અમે તમને તમારી સમસ્યાનું નિરાકરણ લાવવાના 5 અસરકારક ફાયદાઓ જણાવી રહ્યા છીએ. જે તમને તમારા વજન ઘટાડવામાં પણ મદદ કરશે અને તમારું સુસ્તિપણું પણ દૂર કરશે.

ઓછો ખોરાક ખાવો

image source

સુસ્ત લોકો માટે જીમમાં પરસેવો કરવો ખૂબ મુશ્કેલ છે.તેથી,અમે તમને એક સરળ ઉપાય જણાવી રહ્યા છીએ.જે તમારા માટે ખુબ ફાયદાકારક છે.વજન ઓછું કરવા માટે એક દિવસમાં મર્યાદિત માત્રામાં કેલરી લેવી પડે છે.જો તમને બે રોટલીની ભૂખ હોય,તો ફક્ત એક જ રોટલી ખાવાનો પ્રયત્ન કરો.સરળ શબ્દોમાં કહીએ તો, તમારી પ્લેટમાંથી 20 ટકા ખોરાક ઓછો કરવો.ઓછું ખાવું અને ધીમે ધીમે ચાવીને ખાવું.

પ્રોસેસ્ડ ફૂડને દૂર રાખો

image source

પ્રોસેસ્ડ ફૂડ જાડાપણાના કારણોમાંનું એક છે.તમારા ખોરાકમાં સામાન્ય મીઠું,સફેદ ખાંડ અને રીફાઇન્ડ તેલ ન મૂકો. ઓછું ખાવ અને પોષક તત્વોથી ભરપુર ખોરાકને તમારા રૂટીનમાં સ્થાન આપો.ખોરાકમાં રીફાઇન્ડ તેલની જગ્યાએ સરસવનું તેલ અથવા દેશી ઘીનો ઉપયોગ કરો.સામાન્ય મીઠાને બદલે સિંઘવ મીઠું ખાઓ.આ રીતથી પણ તમે તમારું વજન ઓછું કરી શકો છો અને તમારા શરીરને અનેક રોગોથી દુર રાખી શકો છો.

સુક્ષ્મ પોષક તત્ત્વોનું પ્રમાણ વધારવું

image source

તંદુરસ્ત રહેવા માટે સૂક્ષ્મ પોષક તત્વોનું પ્રમાણ પૂરતું હોવું જોઈએ.સુક્ષ્મ પોષક તત્ત્વો એ વિટામિન અને ખનિજો છે,જે શરીરની ચરબી બાળવાની ક્ષમતામાં વધારો કરે છે.જો તમારું લક્ષ્ય થોડા કિલો વજન ઓછું કરવાનું છે તો તમારું વિટામિન ડી, વિટામિન બી 12 અને કેલ્શિયમનું સેવન વધારવું જોઈએ.

ચા અથવા કોફીનું સેવન ઓછું કરો

image source

જો તમે પણ સવારની ઊંઘ અને બપોરે સુસ્તી દૂર કરવા માટે એક કપ ચા અથવા કોફીનું સેવન કરો છો,તો તે તમારા વજન વધારવાનું કામ કરે છે.એક દિવસમાં બે કપથી વધારે ચા અથવા કોફી પીવાથી ઘણી સમસ્યાઓ થાય છે.તે તમારા શરીરમાં કબજિયાત,આધાશીશી એસિડિટી થવાનું કારણ બની શકે છે.જો તમે અંદરથી ફિટ ન રહો,તો તમે વજન ઓછું કરી શકશો નહીં.

થોડી કસરત કરવી જરૂરી છે

image source

ખબર છે કે,તમે જીમમાં જઈ શકતા નથી,પરંતુ તમે બગીચામાં અથવા ઘરની લોનમાં તો જઈ શકો છો.કંઈક ખાતી વખતે થોડું ચાલવું.જો તમને ચાલવું પસંદ નથી.તો તમે સંગીત સાંભળતા અથવા તમારા જીવનસાથી સાથે ચાલો.આજ-કાલ તો મોબાઈલ ફોનના ઉપયોગ ઘણા છો,તો તમે કોઈ સાથે ફોનમાં વાત કરવા સમયે ચાલો.આ નાની પહેલ તમને વજન ઘટાડવામાં મદદ કરશે.

image source

તમારું વજન ઘણું વધારે છે અને તમે નિરાશ છો કે તેને ઓછું કરી શકાતું નથી,પછી પ્રથમ આ હતાશાને તમારા મગજથી દૂર કરો.ધીરે ધીરે તમે તમારી જાતે જ તફાવત જોશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત