ગરમીમાં ફુદીનો સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક, જાણો આ લાભ વિશે

ઉનાળામાં ફુદીનો સ્વાસ્થ્યને આપે છે અઢળક લાભ

ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ સિઝનમાં પણ બિમારીઓ વધારે હોય છે. કેટલાક નિષઅણાતોનું માનવું છે કે ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે તમારે ગરમીથી બચવા માટે ફુદીનાનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્યને અઢળક લાગ પહોંચાડે છે. તો ચાલો જાણીએ ફુદીનાના લાભો વિષે.

લૂમાં રાહત આપે છે

image source

ઉનાળામાં સૌથી મોટી સમસ્યા લૂ લાગવાથી આવતા તાવની રહે છે. જો ઉનાળામાં તમે નિયમિત રીતે ફુદીનાનો પાવડર કે પછી ફુદીનાના પાંદડાને છાશ, દહીં કે પછી કાચી કેરીના જ્યુસમાં ભેળવશો તો તમને ખૂબ રાહત મળશે અને લૂ પણ નહીં લાગે.

પેટ માટે છે લાભપ્રદ

image source

ફુદીનાને પેટ માટે ગુણવાન માનવામાં આવ્યો છે. ઉનાળામાં ફુદીનો પેટની ગરમીને ઘટાડે છે. અને પાચન પણ સુધારે છે.

ઉધરસમાં મળે છે રાહત

image source

એવું નથી કે ઉધરસની સમસ્યા માત્ર શિયાળા કે ઠંડા વાતાવરણમાં જ થાય પણ તે ઉનાળામાં પણ થતી હોય ચે. માટે જો તમે ફુદીનાના રસમાં આદુનો રસ ભેળવીને તેની સાથે મધનું સેવન કરશો તો તમને ખૂબ રાહત મળશે અને ઝડપથી ઉધરસ મટી જશે.

ત્વચાને સ્વસ્થ બનાવે છે ફુદીનો

image source

ઉનાળામાં ચેહરો ઝાંખો પડી જવાની સમસ્યા ઘણાને રહેતી હોય છે. જો તમે ઉનાળામા પણ તમારા ચહેરાની ત્વચાને તાજી રાખવા માગતા હોવ તો તમારે ચહેરા પર ફુદીનાના પાંદડાની પેસ્ટ લગાવવી જોઈએ. ચેહરો તાજો લાગવા લાગશે.

ફુદિનાની ચટનીથી મળે છે લાભ

image source

ઉનાળામાં ફુદીનાની ચટનીનું સેવન શરીરને લાભ પહોંચાડે છે. સ્વાદની સાથે સાથે તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે. ઉનાળામાં હંમેશા ભૂખ નહીં લાગવાની સમસ્યા ઘણા લોકોને રહેતી હોય છે, પણ જો તમે ફુદીનાની ચટની ખાશો તો તમારી ભૂખ ઉઘડશે.

કમળામાં લાભ આપે છે ફુદીનો

image source

ઉનાળાં કમળાનું જોખમ રહેતું હોય છે. જો ઉનાળામાં ફુદીનાનું કોઈ પણ રીતે સેવન કરવામાં આવે, જ્યૂસમાં, છાશમાં વિગેરે રીતે તો તમે આ બિમારીથી બચી શકો છો.

ફુદીનાની કોઈ જ આડઅસર નથી

તમે ફુદીનાનું સેવન નિયમિત કરશો તો તમને કશું જ નુકસાન નહીં થાય. કારણ કે તેની કોઈ જ આડઅસર નથી પણ તે તમારા શરીરને લાભ જ લાભ પહોંચાડશે.

એડકી આવવાની સમસ્યામાં રાહત આપે છે

image source

આપણને અવારનવાર એડકી આવતી રહેતી હોય છે, પણ ક્યારેક આ એડકી માત્ર પાણી પીવાથી નથી જતી. જો તમારી સાથે પણ તેવું થતું હોય તો તમે ફુદીનાના પાનને ખાંડ સાથે ધીમે ધીમે ચાવશો તો તમને એડકીમાંથી રાહત મળશે.

પગની બળતરામાં લાભપ્રદ

image source

ઘણા લોકોને ઉનાળામાં પગના તળિયામાં બળતરા થવાની ફરિયાદ રહેતી હોય છે. જે શરીરની આંતરિક ગરમીના કારણે હોઈ શકે છે. જો તમને પણ આવી સમસ્યા હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે ફ્રિઝમાં રાખેલા ફુદીનાના ઠંડા પાનને વાટીને તેની પેસ્ટને તમારે પગના તળિયા પર લગાવવી જોઈએ તેનાથી તમને ખૂબ ઠંડક મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત