નખ ચાવવાની ટેવ હોય તો ચેતી જજો, નહિં તો આ ગંભીર બીમારીઓની ઝપેટમાં આવી જશો

નખ ચાવવા એ માત્ર ટેવ નહીં પણ જોખમી રોગોનાં લક્ષણો પણ છે. જો તમે પણ નખ ચાવો છો તો આ ટેવ ધીમે-ધીમે દૂર કરી દો અને આરોગ્યની તપાસ કરાવો. નખ ચાવવા એ અનેક રોગો તરફ ઈશારો કરે છે. તેમાં ડિપ્રેશન અને થાઇરોઇડ પણ સામેલ છે. તેથી નખ ચાવવા એ માત્ર ખરાબ આદત જ નહીં પણ વિવિધ રોગો થવાની નિશાની પણ છે.

image source

આપણે ઘણાં લોકોને ગમે ત્યારે મળીએ એ લોકો નખ ચાવતા દેખાય છે. એમાના ઘણા લોકો માત્ર મુશ્કેલીમાં હોય ત્યારે જ આવું કરે છે પરંતુ કેટલાક તો કાયમ જ આવું કરતાં હોય છે. સાયન્ટિસ્ટ્સનું કહેવું છે કે આવા લોકો માનસિક બીમારીના શિકાર હોય છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ શોધી કાઢ્યું કે નખ ચાવવા એ ખરાબ ટેવ હોવાની સાથે જ માનસિક વિકાર પણ છે. આ ધૂમ્રપાન જેવી લત છે જેમ સ્મેકિંગની ટેવ છુટતી નથી તેમ ઘણાં લોકો નખ ચાવવાની ટેવ છોડી શકતા નથી.

image source

ડોક્ટર્સનું કહેવું છે કે નખ ચાવવા એ તણાવ તરફ નિર્દેશ કરે છે. બાળપણમાં બાળકો ડિપ્રેશન અથવા પોતાનામાં રહેલા છૂપા ડરના કારણે નખની આજુબાજુની ચરબી ચાવે છે. તમે જોયું પણ હશે કે શાળામાં ઘણીવાર બાળકો કોઈ વાતનો ડર લાગે ત્યારે નખ ચાવવા લાગે છે.

image source

સંશોધકોનું કહેવું છે કે ૮૦% બાળકો અને ૫૦% માતા-પિતા કોઈ શારીરિક માંદગીને કારણે નખ ચાવે છે. તેમાં ડિપ્રેશનના કારણે સૌથી વધારે નખ ચાવવાની ટેવ પડે છે. વર્ષ ૨૦૧૩માં થયેલાં એક સંશોધનમાં એવું નોંધાયું હતું કે, ૧૧% બાળકો ઓબેસિન-કમ્પલસિવ ડિસઓર્ડરના કારણે નખ ચાવે છે. નખ ચાવવાની ટેવ પડવી એ થાઇરોઇડનું પણ એક લક્ષણ છે. સાયન્ટિસ્ટનું કહેવું છે કે આ એક પ્રકારનો મેન્ટલ ડિસઓર્ડર છે. કહેવાય છે કે નખ ચાવવાને લીધે ઘણીવાર વ્યક્તિની આંગળીમાં ઇન્ફેક્શન થવા લાગે છે. આવી ઇન્ફેક્ટેડ આંગળીઓ ચાવવાને લીધે બેક્ટેરિયા પણ પેટમાં જાય છે અને ઝાડા-ઉલટી, શરદી, ભૂખ ના લાગવી અને ફંગલ ઇન્ફેક્શન જેવી તકલીફો થવા લાગે છે.

image source

નખ ચાવવાથી પેટની સમસ્યાઓ પણ ઊભી થાય છે. નખ ચાવવાથી ગંદકી પેટની અંદર જતી રહે છે, જેના કારણે તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ ઉપરાંત, નખ ચાવવાથી ચેપ લગાવાનું જોખમ પણ વધી જાય છે. જ્યારે આપણે નખ ચાવીએ છીએ તો નખમાં રહેલા બેક્ટેરિયા શરીરની અંદર જાય છે અને ચેપ ફેલાઈ શકે છે. નખ ચાવતા રહેવાથી હાથની ચારેબાજુની ત્વચા કપાઈ જાય છે. તેનાથી પણ ચેપ ફેલાવાનો ડર રહે છે. નખ ચાવવાથી દાંત પર પણ ખરાબ અસર પડે છે. દાંત તેમની યોગ્ય જગ્યાએથી ખસવાનું શરૂ કરે છે, ખાડાટેકરાવાળો બને છે, આ કારણે તે આહારમાં ઘટાડો કરે છે અને એકંદર જીવનશૈલીને અસર થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત