સ્કિનથી લઇને અનેક બીમારીઓ સામે લડવાની તાકાત ધરાવે છે સરસવનું તેલ, જાણો કેવી રીતે લેશો ઉપયોગમાં

આમ તો તમે રસોઈ માટે ઘણી વાર સરસવનું તેલ વાપર્યું જ હશે. હા, સરસવના તેલનો ઉપયોગ સામાન્ય રીતે અનેક પ્રકારની શાકભાજી રાંધવા, શનિદેવને પ્રસન્ન કરવા અને વાળ પર લગાવવા માટે કરવામાં આવે છે, પરંતુ આજે અમે તમને સરસવના તેલના કેટલાક ફાયદા જણાવીશું, જેના વિશે તમને જાણીને પણ આશ્ચર્ય થશે. એ તો બધા જાને છે કે સરસવનું તેલ શરીર માટે ફાયદાકારક અને લાભદાયક છે. આ જ કારણ છે કે જ્યારે કોઈ વ્યક્તિને શરીરમાં દુખાવો થાય છે, ત્યારે તેના શરીરને ગરમ સરસવના તેલથી માલિશ કરવામાં આવે છે.સરસવનું તેલ સરસવના બીયામાંથી કાઢવામાં આવે છે. જેનું વૈજ્ઞાનિક નામ બ્રાસિકા નિગ્રા છે. રસોઈ બનાવવા ઉપરાંત આનો પ્રયોગ ઘણી પારંપરિક પ્રક્રિયાઓમાં પણ કરવામાં આવે છે. જેમ કે પવિત્ર દીવો પ્રગટાવવો તથા પહેલાં આ તેલમાં જ અથાણાં પણ બનાવવામાં આવતાં હતાં. સરસવના તેલમાં લગભગ 60 ટકા મોમોસિચ્યુરિએટ ફેટી એસિડ અને 20 ટકા પોલી અનસેચુરેટિડ એસિડ હોય છે.

હ્દય માટે ઉપયોગી

image source

અમેરિકી જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રીશિયનમાં પ્રકાશિત એક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે ભોજનમાં સરસવનું તેલ શામેલ કરવાથી સ્વાસ્થ્યને ખૂબ લાભ થાય છે. તેમા રહેલા મોનોસૈચુરેટેડ ફૈટી એસિડ શરીરમાં રહેલા હાનિકારક કોલેસ્ટ્રોલ લેવલને ઓછુ કરે છે, જ્યારે લોહીમાં રહેલા ફૈટના સ્તરને સંતુલિત રાખી તેને સક્રિય બનાવે છે.

સંક્રમણથી આપે છે સુરક્ષા

image source

સરસવના તેલમાં બેક્ટેરિયા, ફંગલ અને વાયરસને દૂર કરવાના ગુણો પણ મળી આવે છે. તેનો શરીરના બહારના ભાગમાં ઉપયોગ અથવા ભોજનમાં નાખીને ખાવાથી મૌસમી સંક્રમણ સહિત પાચન તંત્રના સંક્રમણ વિરુદ્ધ લડવાની શક્તિ ઉભી કરે છે.

સ્કિન માટે ઉત્તમ

image source

સરસવનું તેલ વિટામીન ડીથી ભરપૂર હોય છે. જે સ્કિન માટે ઉત્તમ છે. તેને સ્કિન પર લગાવાથી ફાઈન લાઈન અને કરચલીઓ દૂર થાય છે. જે સન સ્ક્રિનની માફક કામ કરે છે. ખૂબ વધારે શરીર પર તેલ રગળવાથી, અથવા તો ખરાશનું કારણ બની શકે છે. ઓયલી સ્કિન અને સંવેદનશીલ સ્કિનવાળાને તેના માલિશથી દૂર રહેવું. નારિયેળ તેલમાં સરસવનું તેલ બરાબર માત્રામાં નાખવાથી સ્કિનમાં સુંદરતા આવે છે.

વાળની વૃદ્ધિ માટે…

image source

વાળ ખરતા હોય અથવા તેની વૃદ્ધિની ગતિ ધીમી પડી ગઈ હોય, તો સરસવના તેલનો ઉપયોગ મદદગાર સાબિત થશે. સરસવના તેલમાં મળતુ કૈરોટીન વાળની વૃદ્ધિને ઝડપી બનાવે છે. તેના માલિશથી માથાની અંદર લોહીનો પ્રવાહ વધારે છે. જ્યારે બેક્ટેરિયા વિરોધી ગુણ માથામાં સંક્રમણથી સુરક્ષા આપે છે. સરસવના બીજને પીસીને તેની પેસ્ટ બનાવીને તેલમાં મિલાવીને માથા પર આખી રાત લગાવી રાખો, તેનાથી ખરતા વાળને અટકાવી શકાય છે.

દાંતની ચમક માટે…

image source

ચપટી આયોડિન નમક લઈ લો અને થોડી માત્રામાં સરસવનું તેલ ભેળવીને તેનું મિશ્રણ બનાવી આંગળી વડે દાંતો પર બે મિનીટ સુધી મંજન કરો. ત્યાર બાદ થોડી વાર માટે મો બંધ કરી દો. બાદમાં હુંફાળા પાણીથી કોગળા કરી નાખો. આ પ્રકારનું મિશ્રણ દરરોજ કરવાથી થોડા દિવસમાં જ અસર દેખાશે.

image source

નોંધપાત્ર વાત એ છે કે પગના તળિયા આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. હવે તે સ્પષ્ટ છે કે પગ આપણા શરીરનું પૂર્ણ વજન ઉઠાવે છે અને એવામાં શરીરનું આખું વજન આપણા પગના તળિયા પર પડે છે. તેથી તે મહત્વનું છે કે આપણા પગ સ્વસ્થ રહે. તમારી માહિતી જણાવી દઈએ કે જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા દરરોજ રાતે સરસવના તેલથી તમારા પગની માલિશ કરો છો તો આ તમારા પગના તળિયાઓને જ રાહત મળશે તેમજ તમારી થાકને પણ રાહત આપશે. આની સાથે તમારી આંખોનો પ્રકાશ પણ તીક્ષ્ણ બનશે. આ સિવાય વ્યક્તિને રાત્રે પણ સારી ઊંઘ આવે છે અને આ પુરુષોના શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત