શું તમારું વજન એક સાથે ભાત અને રોટલી ખાવાથી વધે છે? જાણો આ વિશે શું કહે છે નિષ્ણાંતો

ભારતમાં ભાત અને રોટલીને સામાન્ય રીતે રોજીંદા અને માન્ય ભોજન તરીકે સ્વીકારવામાં આવે છે. જયારે પણ આપણે ભરપેટ જમવા અંગે વાત કરીએ છીએ ત્યારે સૌથી પહેલા આપણી સામે રોટલી, દાળ, ભાત અને શાકથી સજેલી થાળી જ આંખો સમક્ષ આવે છે. સામાન્ય રીતે ભોજન તરીકે સૌથી પહેલા જે વસ્તુઓ આપણા મગજમાં આવે છે, એ રોટલી અને ભાત છે, જે સૌથી પહેલા આવે છે.

અલગ મત અને વિચારધારાઓ છે, અલગ સંસ્કૃતિ પણ

image source

હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે સામાન્ય રીતે સર્વમાન્ય ભોજન કોને ગણવામાં આવે છે? શું રોટલી આપણા માટે સર્વમાન્ય ભોજન છે, કે પછી ભાત અથવા આ બંને? આ વાત અપર અનેક લોકોની અલગ અલગ પ્રકારની વિચારધારાઓ અને મત છે, સાથે જ કેટલીક જગ્યાઓ પર પોત પોતાની સંસ્કૃતિ પણ છે. કેટલાક લોકોનું માનવું છે કે રોટલી અને ભાત એક સાથે ખાવા જોઈએ તો કેટલાક લોકો કહે છે કે રોટલી અને ભાત બંને એક સાથે ખાવાથી શરીરનું વજન વધે છે.

ભાત અને રોટલી સાથે ખાવાથી પેટમાં ભાર વધે છે

image source

આ અંગે ડોકટરોનું માનવું એવું છે કે ભાત અને રોટલી એક સાથે ખાવાથી પેટમાં જમવાનું ભાર વધી જાય છે. પાચન ક્રિયા માટે પણ આ ભોજન સમસ્યાઓ ઉત્પન્ન કરે છે અને મોટાપાની સમસ્યા તરફ લઇ જાય છે. એટલે આ બંને આહારને એક સાથે જમવાની સલાહ આપવામાં આવતી નથી. રોટલી તેમજ ભાતમાં કેલરીની ગણતરી પ્રમાણે કેલરીની માત્રા વધી જાય છે.

બંને સાથે લેવાથી મેદસ્વીતા વધવાની શક્યતા રહે છે

image source

એક રોટલીમાં જ ૭૦ થી લઈને ૮૦ કેલરી હોય છે, જ્યારે એક પ્લેટ ભાતમાં ૧૩૬ કેલરી હોય છે. જો બંને એક સાથે ભોજનમાં લેવામાં આવે તો તમે કલ્પના કરી શકો છો કે શરીરમાં કેટલી વધારે માત્રામાં કેલરી જમા થાય છે, જે આગળ જતા નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે. આ કેલરીના વધારાના કારણે પાચનતંત્રમાં સમસ્યા પણ થઇ શકે છે. આ સાથે જ આ બંને આહાર એક સાથે લેવાથી મેદસ્વીતા વધવાની પણ શક્યતા રહે છે.

ઊંઘ ઓછી આવે અને પાચન વ્યવસ્થિત થતું નથી

image source

ખાસ કરીને રાત્રીના સમયે આ બંને આહાર સાથે લેવા જોઈએ નહિ. રાતના સમયે આમ પણ હળવું ખાવાની સલાહ આપવામાં આવે છે. રાતના સમયે રોટલી ખાવાની સલાહ એટલે આપવામાં આવે છે કે એમાં કેલરીની માત્રા ઓછી હોય છે, સાથે જ ભાતમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે. પરિણામે ઊંઘ ઓછી આવે છે અને સાથે જ પાચન પણ વ્યવસ્થિત રીતે થઇ શકતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત