જો તમે આ વસ્તુઓનું નિયમિત સેવન કરશો તો આપોઆપ વધી જશે હાઇટ, નહિં લેવી પડે કોઇ દવાઓ પણ

સામાન્ય રીતે ઠિંગણી હાઇટ હોવાના કારણે છોકરો હોય કે છોકરી બંને ખૂબ પરેશાન રહેતા હોય છે. તેનું કારણ એ પણ છે કે ઠિંગણી હાઇટના કારણે આપણા સમાજમાં આવા વ્યક્તિઓની ઉપેક્ષા થતી હોય છે. તો કેટલીકવાર કરિયર માટે પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. આ કારણે ઘણા લોકો માર્કેટમાં મળતા જુદા જુદા ટોનિક અને દવાઓની ભ્રામક જાહેરાતમાં આવી તેને ખરીદી લાવે છે પરંતુ અનેક મહિનાઓ ઉપયોગ કરવા છતા તેનો કોઈ ફાયદો મળતો નથી. માણસનું કદ આનનુવાંશિકતા પર નિર્ભર કરે છે. પરંતુ, શરીરની સારો ગ્રોથ અને ડેવલપમેન્ટમાં પર્યાપ્ત પોષકતત્વોનું હોવુ પણ જરૂરી છે.

image source

વૈજ્ઞનિકોનું કહેવુ છે કે, મેક્સિમમ ઉંચાઈ પર પહોંચ્યા બાદ માણસની લંબાઈ વધવી મુશ્કિલ બને છે. પરંતુ ખોરાકમાં એવી ઘણી ચીજો છે જે હાડકા તેમજ સાંધાને મજબુત બનાવી કદ વધારવામાં મદદ કરે છે. શારિરિક વિકાસ, ટિશૂ રિપેયર અને ઈમ્યૂન ફંક્શનમાં પ્રોટીનની મોટી ભૂમિકા ભજવે છે. આમ તો દરેક વ્યક્તિનું શરીર વિશિષ્ઠ હોય છે અને તેને લઈને કોઈપણ જાતની લઘુતાગ્રંથી રાખવાની જરુર હોતી નથી પરંતુ કેટલીક બાબતે કદનું ખૂબ મહત્વ હોય છે. જેને લઇને લોકો ઉંચાઈ વધારવાના અનેક પ્રકારના ઉપાય કરતા રહે છે. જેનાથી કદ તો વધતુ નથી. પરંતુ સ્વાસ્થ્યને નુકસાન જરુર પહોંચે છે. પરંતુ કેટલાક આયુર્વેદીક અને ઘરગથ્થુ ઉપાય ઉંચાઈ વધારવામાં ચોક્કસ મદદ કરે છે અને કોઈ નુકસાન થતું નથી. ઉંચાઈ વધારવા માટે પ્રોટીન, કેલ્શ્યિમ, વસા અને આયરનનો તમારા આહારમાં સામેલ કરો. તે સિવાય વધારે પ્રમાણમાં શાક અને ફળોનું પણ નિયમિત રીતે સેવન કરવું જોઇએ.

કઠોળ

image source

કઠોળમાં પ્રોટીન ઉપરાંત ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. પ્રોટીન ઈંસુલિન ગ્રોથ ફેકટરની સ્તરને વધારવાનનું કામ કરે છે. તેમાં આયર્ન અને વીટામીન-બી પણ મળે છે. જે એનીમિયાથી તમારો બચાવ કરે છે.

બદામ

બદામમાં રહેલા કેટલાક પ્રાકરના વિટામીન અને મિનરલ પણ લંબાઈ માટે ખૂબ જ જરૂરી છે. તેમાં હેલ્દી ફેટ ઉપરાંત ફાઈબર, મેગ્નીઝ અને મૈનીશિયમ પણ મળે છે. તે ઉપરાંત તેમાં વિટામીન-ઈ પણ હોય છે. જે એંટીઓક્સિડના રૂપમાં બેગણુ થઈ જાય છે. એક સ્ટડી અનનુસાર બદામ આપણા હાડકા માટે પણ ફાયદાકારક છે.

પાંદડાવાળી શાકભાજી

image source

પાલક, મેથી, કેળ, કોબી જેવી પાંદડાવાળી શાકભાજીઓમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે. આ શાકભાજીઓમાં વિટામીન-સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ ઉપરાંત વિટામીન-કે પણ મળે છે. જે હાડકાઓના ઘનત્વને વધારી લંબાઈ વધારવાનું કામ કરે છે.

યોગર્ટ

image source

યોગર્ટ પણ પ્રોટીન ઉપરાંત અલગ પ્રકારના પોષક તત્વોનો સારો સ્ત્રોત મનાય છે. 200 ગ્રામ યોગર્ટમાં 20 ગ્રામ પ્રોટીન હોય છે. તેમાં અમુક ફાયદાકારક પ્રોબાયોટિક્સ બેકટેરીયા પણ મળે છે.

શક્કરીયા

image source

વિટામીન એ યુકત શક્કરીયા હાડકા સેહતને સુધારીને લંબાઈ વધારવામાં મદદ કરે છે. તેમાં સોલ્યૂબલ અને ઈનસોલ્યૂબલ બંન્ને પ્રકારના તત્વ હોય છે. જે તમારી ડાયજેસ્ટિવ હેલ્થને પ્રમોટ કરે છે. તે વિટીમીન-સી ઉપરાંત મેગ્નીઝ, વિટામીન બી6 અને પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે.

ક્વિનોઆ

image source

ક્વિનોઆ એક પ્રકારનું બીજ છે. જેનો ઉપયોગ હંમેશા અન્ય અનાજના સ્થાન પર કરવામાં આવે છે. તેમાં તે તમામ 9 પ્રકારના એમિનો એસિડ હોય છે જેની જરૂરત તમારા શરીરને હોય છે.

ઈંડા

image source

ઈંડા ન્યૂટ્રશિનનો પાવરહાઉસ છે. તેમાં ભરપુર માત્રમાં પ્રોટીન હોય છે. 874 બાળકો પર થયેલા એક અભ્યાસમાં જણાયુ કે, નિયમીતરૂપથી ઈંડા ખાનારા બાળકોની હાઈટ વધે છે.

બૈરીઝ

image source

બ્લૂબેરી, સ્ટ્રોબેરી, બ્લેકબેરી અથવા રાસબરી કેટલાક પ્રકારના ન્યૂટ્રશિનથી લેસ હોય છે. તેમાં રહેલ વિટામીન-સી કોશિકાઓને સારી કરે છે અને ટીશૂ રિપેયર કરે છે. વિટામીન-સી કૉલેજનના સિંથેસિસને વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત