તમારા દિવસની શરૂઆત પણ ચાની ચૂસ્કીથી થાય છે? તો જાણી લો ચા પીવાના આ નિયમો, નહિં તો પાછળથી આવશે પસ્તાવાનો વારો

ઘણા એવા લોકો હશે કે જેની સવારની શરૂઆત ચાની સાથે થતી હોય છે, અને જો સવારે ચા ન મળે તો જાણે કે દિવસ અધુરો લાગે છે. ઘણા લોકોનું તો એમ પણ કહેવું છે કે ચાને રાષ્ટ્રીય પીણું જાહેર કરી દેવું જોઈએ. દરેક ચાર રસ્તે ચાની નાની દુકાન કે લારી હોય છે અને બીજે કશે નહિ, પણ આ જગ્યાએ લોકોની ભીડ સતત જોવા મળે જ છે.શિયાળાની સીઝન છે. તેમાં લોકો ચા કંઈક વધારે જ પીવાનું પસંદ કરે છે. જોકે, કેટલાક લોકો દરેક સીઝનમાં ચા જ પ્રથમ પસંદ હોય છે. જ્યારે પણ થાકનો અનુભવ થઈ રહ્યો હોય અથવા ફરી માથામાં હળવો દર્દ જ કેમ ન હોય. લોકો ચા પીને રાહતનો એહસાસ કરે છે. તો ઘર હોય અથવા ઓફિસ ચા પીવાના શોખિસ ચાના દોર સવારથી સાંજ સુધી ચાલે છે, પરંતુ શું તમે જાણો છો કે, ઘણીવખત ચા પીતા સમયે કરવામાં આવતી ભૂલ સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક હોઈ શકે છે.

image source

ચા પીવી એક શોખ નથી પણ ઘણા લોકોને ચાની એવી લત હોય છે જે શરીર માટે હાનીકારક સાબિત થઈ શકે છે. તમને તો ખબર જ હશે કે કોઈ પણ ચીજની વધારે પડતી લત ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ ચા પીવાના ફાયદા અને નુકસાન. જો તમે કડક ચા પીઓ છો તો તે તમારા સ્વાથ્ય માટે તે ખુબ જ નુકસાનકારક છે. જ્યારે તમે ચા બનાવો ત્યારે મહેરબાની કરીને તેમાં ચા પત્તી વધુ ન ઉમેરો. કેમ કે વધુ પડતી ચા પત્તીને લીધે તબીયત બગડી શકે છે, આપણે બીમાર પડી શકીએ છીએ, ચહેરા પર ડાઘ કે ધબ્બા પણ આવી શકે છે. તેના સિવાય તમારા પેટમાં ગેસ પણ બની શકે છે.

તો ચાલો જાણીએ તેના વિશે…

જમ્યા બાદ તરત ન પીવો

image source

કેટલાક લોકોની આદત હોય છે કે, તેઓ ભોજન બાદ તરત ચા પીવાનું પસંદ કરે છે, પરંતુ આ સ્વાસ્થ્ય માટે સારુ નથી. તેનું કારણ છે એ છે કે, ભોજન બાદ ચા પીવાથી શરીરને મળેલ પોષક તત્વ અવશોષિત થઈ શકતા નથી. એવામાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ભોજન ખાવાના ઓછામાં ઓછા એક કલાક બાદ ચા પીવો.

વધારે ઉકાળવાથી બચો

image source

ચા બનાવતા સમયે લોકો તેને વધારે ઉકાળી લે છે. તેની પાછળ તેમનું માનવું હોય છે કે, તેની ચાનો સ્વાદ વધી જાય છે, પરંતુ તેને વધારે ઉકાળવો જોઈએ નહી. તેનાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. તેનાથી બચો.

ખાલી પેટ ચા પીવું ખતરનાક

image source

ઘણી વખત હોય છે કે, સવારે સૌ પ્રથમ લોકો ચા પી લેતા છે, પરંતુ સવારે ખાલી પેટ ચા પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક હોય છે. તેનાથઈ એસિડિટીની સમસ્યા વધી શકે છે. સાથે જ તેનાથી કેન્સરનો ખતરો પણ વધી શકે છે. સવારે સૌ પ્રથમ પાણી અને ત્યારબાદ જ ચા પીવું શ્રેષ્ઠ રહેશે.
સૂતા પહેલા બિલકુલ નહી

image source

કેટલાક લોકો ચા પીવું ખૂબ પસંદ કરે છે. આ જ કારણ છે કે, રાત્રીમાં સૂતા પહેલા પણ ચા પીવે છે. આ સ્વાસ્થ્ય માટે ખતરનાક હોઈ શકે છે. ખરેખર ચામાં કેફીનનું પ્રમાણ હોય છે. એવામાં ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત