મોંઘા મોંઘા શેમ્પુ અને કંડીશનર વાપરી જોયા પણ વાળ તો એના એ જ છે ને તો અપનાવો આ અચૂક ઈલાજ…

વાળને લાંબા અને મજબૂત બનાવવા માટે માથામાં તેલ નાખવુ ખૂબ જ જરૂરી છે. જો કે ઘણી છોકરીઓને હેર ઓઇલ કરવુ ગમતુ હોતુ નથી. જે કારણોસર તેમના વાળ તૂટવા લાગે છે અને બીજી અનેક પ્રકારની સમસ્યાઓ પણ થાય છે. જો તમે વાળમાં રેગ્યુલરલી તેલ નાખતા નથી તો તમારા વાળને અનેક ઘણું નુકસાન થાય છે. વાળને મજબૂત અને સુંદર બનાવવા માટે તેલ ખૂબ જરૂરી હોય છે એટલે ઘરના વડીલો નિયમિત માથામાં નિયમિત તેલ નાખવાની સલાહ આપતા હોય છે. પણ આજના પોલ્યૂશન ભરેલા માહોલમાં વાળને ડેમેજ થતા બચાવવા માટે માત્ર ઓઇલિંગ પૂરતું નથી.

image source

આજના આ સમયની વાત કરીએ તો ઘણા લોકોને માથામાં તેલ નાખવુ ગમતુ હોતુ નથી. જો તમે પણ માથામાં તેલ નાખ્યા વગર વાળને લાંબા, મજબૂત અને સિલ્કી બનાવવા ઇચ્છો છો તો આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાયો જણાવીશું જેની મદદથી તમે તેલ નાખ્યા વગર જ તમારા વાળને પૂરતુ પોષણ આપી શકશો.

દહીં

જો તમને વાળમાં તેલ નાખવુ ગમતુ નથી તો તમારા માટે દહીં એક બેસ્ટ ઓપ્શન છે. દહીંથી તમારા વાળને પૂરતુ પોષણ મળી રહે છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ ખાટુ દહીં લો અને તેને સ્કેલ્પ તેમજ વાળમાં લગાવો.

image source

ત્યારબાદ દહીંને અડધો કલાક સુધી વાળમાં રહેવા દો અને પછી હેર વોશ કરી લો. હેર વોશ કર્યા પછી વાળમાં કન્ડિશનર કરવાનુ નથી. તમને જણાવી દઇએ કે, દહીં વાળમાં કન્ડિશનર કરવાનું કામ કરે છે. આમ, જો તમે આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણ વાર કરશો તો તમારા વાળમાં ચમક આવશે અને વાળનો ગ્રોથ પણ વધશે.

ઇંડુ અને કાચુ દૂધ

image source

જો તમને વાળમાં તેલ નાખવુ ના ગમતુ હોય તો આ પ્રયોગ તમારા માટે એકદમ બેસ્ટ છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ એક ઇંડુ લઇને તેને ફોડીને તેમાં જરૂરિયાત મુજબ કાચુ દૂધ ઉમેરીને આ મિશ્રણને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ પેક વાળમાં લગાવો અને તેને એક કલાક સુધી રહેવા દો.

Should I Wash My Hair Before I Color It? - L'Oréal Paris
image source

પછી હેર વોશ કરી લો. હેર વોશ કર્યા પછી વાળમાં કન્ડિશનર કરી લો. ધ્યાન રહે કે, કન્ડિશનર સારી કંપનીનું જ વાપરવુ. આમ, જો તમે આ પેક અઠવાડિયામાં બે વાર લગાવો છો તો તમારે ક્યારે પણ વાળમાં તેલ નાખવાની જરૂરિયાત રહેશે નહિં. દૂધમાં કેલ્શિયમનુ પ્રમાણ વધારે હોવાથી વાળને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે.

લીંબૂનો રસ અને કેળા

image source

આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ એક પાકેલુ કેળુ લો અને તેને બરાબર મેશ કરી લો. હવે તેમાં બે ચમચી લીંબૂનો રસ એડ કરો. ત્યારબાદ આ મિશ્રણને વાળમાં લગાવો અને તેને 20 મિનિટ સુધી રહેવા દો અને પછી હેર વોશ કરી લો. જો તમે આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણ વાર કરો છો તો તમારા વાળ એકદમ સિલ્કી થશે. આ સાથે જો તમને વાળમાં ખોડો વધુ પ્રમાણમાં થાય છે તો આ પેકનો ઉપયોગ કરો. લીંબૂના રસથી વાળમાં ખોડો જલદી દૂર થઇ જાય છે અને વાળનો ગ્રોથ પણ એકદમ મસ્ત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત