બેક પેઈનના દુખાવાની ગોળીઓ ગળી ને કંટાળી ગયા છો તો આ પાંચ વસ્તુઓને કરો ઇગ્નોર…

૧. જો તમે હાય હિલવાળા જૂતા પહેરો છો

image source

હાઈ હિલ પહેરવાથી તમારા શરીરનું વજન પગના આગળના ભાગ તરફ આવે છે જેથી તમારા ગુટણ અને થાપાનો ભાગ આગળની તરફ રહે છે જયારે પીઠ શરીરને સીધું રાખવા તેમજ બેલેન્સ જાળવવા પાછળની તરફ ખેંચાયેલી હોય છે. આથી ફક્ત પીઠ જ નહિ, ગુટણ, એડી તેમજ થાપાને પણ નુકસાન થાય છે.

આ ઉપરાંત, જો તમારા શરીર પ્રમાણે વજન વધારે હોય અથવા યોગ્ય પ્રકારના હિલ તમે નથી પહેરી રહ્યા તો પણ નુકસાન થઈ શકે છે.

૨. જો તમે પ્રતિકુળ પથારીમાં નથી ઊંઘી રહ્યા

image source

જો તમારી પથારી બહુ વધારે પડતી ફાટેલી છે અથવા બહુ જ કડક છે અને રાત્રિ દરમિયાન તમને યોગ્ય આરામ નથી આપી રહી તો તે તમારા બેક પેઈનનું કારણ બની જાય છે. તમારી સુવાની સ્થિતિ એકદમ તટસ્થ રહેવી જોઈએ, જો તમારી પથારી વધુ પડતી નરમ અથવા કડક હશે તો શરીર વ્યવસ્થિત સ્થિતિમાં નહિ રહે.

જો તમને સવારે ઉઠીને બેક પેન થાય છે અને ૧૫ થી ૨૦ મિનીટમાં એ મટી પણ જાય છે તો એનો મતલબ તમે અવ્યવસ્થિત પથારીમાં સુઈ રહ્યા છો.
આ ઉપરાંત પીઠની નીચેના ભાગમાં થતો દુખાવો મુખ્યત્વે કડક પથારીને કારણે થતો હોય છે.

૩. તમે વજનમાં ભારે વસ્તુ ઉચકો છો

image source

જીમમાં ભારે કસરત કરવાથી અથવા ભારે સામાન ઉચકવાથી પણ બેક પેઈન થઈ શકે છે. આવું ન થાય તે માટે કોઈ એક્સપર્ટ અથવા ટ્રેનરને કસરત કરતી વખતે જોડે રાખો અને કસરત પહેલા વોર્મ અપ અને એ પછી સ્ટ્રેચિંગ ઉપર વધારે ધ્યાન આપવું.

અને જ્યાં સુધી દુખાવો દુર ન થાય ત્યાં સુધી પીઠને તકલીફ પડે એવી કસરત ન કરો.

૪. તમે ધુમ્રપાન કરો છો

image source

તમાકુ શરીરના રુધિર પરિભ્રમણ તેમજ ઓક્સિજન પહોચાડવાની પ્રક્રિયા ઉપર અસર કરે છે જેને કારણે કરોડરજ્જુ ઉપર પણ અસર થાય છે. રિસર્ચરે એવું તારણ પણ કાઢ્યું છે કે ધુમ્રપાન બેક પેઈનની સેન્સીટીવીટી વધારી દે છે તેમજ દુખાવો ઓછો થતા પણ જોઈએ એના કરતા વધારે સમય લાગે છે.
૫. તમને સાંધાનો દુખાવો છે

image source

જો સવારે ઉઠીને ૩૦ મિનીટથી વધુ પીઠનો દુખાવો રહેતો હોય તો સાંધાનો દુખાવો પણ એક કારણ હોઈ શકે છે. આટલું જ નહિ, સાંધાના દુખાવાને કારણે પીઠનો દુખાવો સવારના સમયમાં ખાસ નથી રહેતો પણ સાંજ પછી એ વધી જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત