વ્યક્તિએ વ્યક્તિએ વાળ ખરવાના કારણ હોઈ શકે છે અલગ અલગ, જાણો અને મિત્રોને પણ જણાવો…

જયારે વાળ ખરવાના શરુ થાય છે તો દરેક માટે બહુ મોટી મુશ્કેલી અને ચિંતાનો વિષય બની જાય છે પછી તે પુરુષ હોય કે પછી કોઈ મહિલા. દરેકને એક જ બીક હોય છે કે કદાચ આમ ધીરે ધીરે બધા વાળ ખરી ના જાય અને જો એવું થાય તો માથે મોટી ટાલ પડી જાય. પણ જો તમારા વાળ એ થોડા થોડા ખરતા હોય તો તમારે ડરવાની જરૂરત નથી કારણકે એક સંશોધનમાં સાબિત થયું છે કે સામાન્ય રીતે જેમ વાળ વધે છે એમ વાળ ખરે પણ છે અને આ એક સામાન્ય વાત છે, પણ જો તમારા વાળ સામાન્યથી વધુ ખરે છે તો પછી તે થોડો ચિંતાનો વિષય બની શકે છે.

મોટાભાગે લોકોના વાળ દર મહીને અડધો ઇંચ વધતા હોય છે આમ દર મહીને સામાન્ય વ્યક્તિના માથામાંથી દસ ટકા જેટલા વાળ ખરી જતા હોય છે. આ જે વાળ ખરે છે તેની જગ્યાએ દરમહીને નવા વાળ આવે છે.

વાળ ખરવા અને હેર લોસ એ બંને અલગ વસ્તુ છે. જયારે વાળ જડથી ખરી જાય છે તો તે વાળ ક્યારેય ફરી ઉગતા નથી તો તેને હેર લોસ કહે છે. તણાવના કારણે સામાન્ય રીતે વ્યક્તિના વાળ તુટવા લાગે છે.

ન્યૂયોર્કના એક એક્સપર્ટ કહે છે કે “ વાળ ભલે ખરતા હોય પણ એ એક મુશ્કેલ કામ છે કારણ કે વાળ ઉગાવામાં ઘણો સમય લાગે છે. આ હેર લોસ જેવું જ હોય છે પણ એ હેર લોસ નથી હોતો.

હેર લોસ માટે એ એલોપ્સિયા એક મેડીકલ ટર્મ છે જેમાં ફક્ત માથાના જ નહિ પણ શરીરના બીજા ભાગ પરના વાળ પણ ખરવા લાગે છે. ટાલ પાછળ અમુક કારણ જવાબદાર હોય છે.

ઘણીવાર લોકો પોતાની વાળ ઓળવાની અને હેર સ્ટાઈલની ખોટી રીતના લીધે પણ હેરાન થતા હોય છે તમને જાણીને નવાઈ લાગશે પણ વાળ ખરવા પાછળ આ કારણ પણ જવાબદાર છે. અમુક લોકો વાળ પર બહુ ફીટ રબર નાખતા હોય છે. જે લોકો બહુ ઉંચી પોની કે ચોટલો વાળતા હોય છે તેમનામાં આ સમસ્યા વધુ જોવા મળે છે. આના સિવાય સતત ડાઈ, બ્લીચ અથવા તો પર્માનેન્ટ સોલ્યુશનનો ઉપયોગ કરવાથી પણ વાળ ખરવાની શરૂઆત થાય છે.

હોર્મોનમાં સંતુલન ના હોવું. – મહિલાઓ એ બર્થ કંટ્રોલ માટેની જે ગોળીઓ ગળતી હોય છે અને અમુક વાર મેનોપોઝના કારણે પણ હોર્મોનમાં આવેલ ફેરફારના કારણે પણ તૂટવાના શરુ થઇ જાય છે.

કોઈ વ્યક્તિને જયારે કોઈ બીમારી થાય છે કે પછી તેની કોઈ સર્જરી થાય છે તો તે ચિંતામાં આવી જાય છે અને એ ચિંતાને કારણે પણ તેના વાળ થોડો સમય માટે વધવાના બંધ થઇ જાય છે. થયર ડીસઓર્ડર, આયરનની કમી વગેરે જેવી કમીને કારણે પણ વાળ ખરવાની શરૂઆત થાય છે.

કેન્સરમાં થતી કિમોથેરાપીમાં શરીરની બધી ઝડપથી વધવાવાળી કોશિકાઓને ખતમ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા દરમિયાન વાળ પર પણ અસર થાય છે. ઘણી વાર અમુક દવાઓન આડ અસરના લીધે પણ વાળ ખરતા જોવા મળે છે. વિટામીન એ જયારે શરીરમાં વધી જાય છે ત્યારે પણ વાળ તૂટવાની શરૂઆત થાય છે.

વજન ઘટાડવા માટે ક્યારેક ખોટી ડાયટના ચક્કરમાં પડીને અને ખોરાકમાં અમુક પોષકતત્વોની કમી ના કારણે પણ વાળ ખરવાની શરૂઆત થતી હોય છે.

સામાન્ય રીતે મહિલાઓના માથે સંપૂર્ણ ટાલ નથી પડતી પણ ઉંમર વધવાની સાથે તેઓના કપાળની ઉપર અને કાનની બાજુમાં આવેલ વાળ ખરવા લાગે છે. અને પુરુષોમાં માથાની વચ્ચેના ભાગમાં અને આગળના વાળ વધારે ખરે છે અને તેઓમાં સંપૂર્ણ ટાલ પડે છે અને બધા વાળ ખરી જાય છે.