કોરોના મહામારીમાં ખાસ જાણવા જેવું: જાણો કયા બ્લડગ્રૂપની વ્યક્તિનું બ્લડ કોને ચઢાવી શકાય છે…

હાલમાં દેશમાં કોરોના મહામારીની સ્થિતિ કહેર મચાવી રહી છે ત્યારે આપણને દરેકને આપણા બ્લડ ગ્રૂપનો ખ્યાલ હોય તે જરૂરી છે. બ્લડ ગ્રૂપના પણ 4 પ્રકાર છે. અમુક જ બ્લડગ્રૂપનું લોહી અમુક બ્લડગ્રૂપવાળાને માફક આવી શકે. બ્લડગ્રૂપ બરાબર ન હોય તો રિએકશન પણ આવે. દરેકે પોતાનું બ્લડગ્રૂપ જાણવું જોઇએ, પોતાને કર્યું બ્લડગ્રૂપ માફક આવશે તે પણ જાણવું જોઇએ. કોઇપણ પોઝિટિવ ગ્રૂપનું લોહી સરળતાથી મળી શકે છે. જ્યારે Rh નેગેટિવ લોહી મળવું મુશ્કેલ છે. O નેગેટિવ ગ્રૂપનું લોહી કોઇ પણ વ્યક્તિને આપી શકાય છે. જાણો કયા બ્લડગ્રૂપની વ્યક્તિ કયા બ્લડગ્રૂપને લોહી ચઢાવી શકાય છે.

image source

બ્લડગ્રૂપના મુખ્ય ગણાતા ચાર પ્રકાર હોય છે. દરેક વ્યક્તિએ પોતાનું બ્લડગ્રૂપ કર્યું છે તે જાણવું અત્યંત જરૂરી છે. લોહીમાં અમુક ચોક્કસ પદાર્થોની હાજરી-ગેરહાજરીને કારણે લોહીના ચાર ગ્રૂપ પડે છે. A, B, AB અથવા O લોહીની તપાસ Rh નેગેટિવ કે Rh પોઝિટિવ રીતે કરાય છે. જેના કારણે દરેક બ્લડગ્રૂપના પોઝિટિવ અને નેગેટિવ એમ 2 ભાગ પડે છે. એટલે કે બ્લડગ્રૂપના 8 પ્રકાર છે.

image source

બ્લડ ગ્રૂપ ચેક કરાવવા વિશે એક્સપર્ટ્સનું માનવું છે કે જ્યારે પણ બ્લડ બેંકથી બ્લડ લેવામાં આવે છે ત્યારે બંને પક્ષના બ્લડ ચેક કરીને જ કોઇ પણ પેશન્ટને ચઢાવવામાં આવે છે. બ્લડ બેંકનો સિક્કો લાગ્યા બાદ જ તે બ્લડ ડોક્ટર્સ ચઢાવે છે. આ ક્રોસ મેસ સિસ્ટમ પરફેક્ટ હોય છે. તેનાથી ક્યારેય કોઇ પણ પ્રકારનું રિએક્શન આવતું નથી. જાણો બ્લડગ્રૂપ ડોનેટ કરવાને લઇને લગતી કેટલીક ખાસ વાતો.

કયું બ્લડ ગ્રૂપ કયા બ્લડ ગ્રૂપને કરી શકે છે મદદ

  • A (+ve) ગ્રૂપની વ્યક્તિ A+ અને AB+ બ્લડગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.
  • A (-ve) ગ્રૂપની વ્યક્તિ A-, A+,AB- અને AB+ બ્લડગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.

    image source
  • O (-ve) ગ્રૂપની વ્યક્તિ કોઇપણ બ્લડ ગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.
  • O (+ve) ગ્રૂપની વ્યક્તિ A+, AB+, O+ અને B+ બ્લડગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.
  • AB (+ve) ગ્રૂપની વ્યક્તિ AB+ બ્લડગ્રૂપની વ્યક્તિને જ બ્લડ ડોનેટ ચઢાવી શકાય છે.
  • AB (-ve) ગ્રૂપની વ્યક્તિ AB- અને AB+ બ્લડગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.
  • B (+ve) બ્લડગ્રૂપની વ્યક્તિ B+ અને AB+ બ્લડગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.

    image source
  • B (-ve) બ્લડગ્રૂપની વ્યક્તિ AB-, AB+, B- અને B+ બ્લડગ્રૂપની વ્યક્તિને બ્લડ ચઢાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત