ગરમીમાં આ વસ્તુ આઈસ્ક્રીમ કરતા પણ છે વધુ લાભદાયી, જે લૂથી લઇને આ અનેક સમસ્યાઓને તરત જ કરી દે છે દૂર

મિત્રો, ગરમીની આ ઋતુમા હિટ સ્ટ્રોકની સમસ્યા થવી એ બાબત આજકાલ સાવ સામાન્ય બની ચુકી છે. આનો અર્થ એવો થયો કે, લૂ લાગવી, ડિહાઇડ્રેશનની સમસ્યા, કમળો, સનબર્નની સમસ્યા, એસિડિટીની સમસ્યા, અપચો, ફૂડ પોઇઝનિંગ, ટાઇફોઇડ આ બધી જ સમસ્યાઓ આ ઋતુમા થવાની સંભાવનાઓ એકદમ વધી જાય છે.

image source

આ સમસ્યાઓને ટાળવા માટે શરીરને ઠંડુ રાખવુ એ ખૂબ જ અગત્યનુ છે. આવી સ્થિતિમા જો તમે ગરમીના દિવસોમા આઇસક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, બરફવાળું પાણી પીતા હોવ તો તે તમારા શરીર માટે ખુબ જ જીવલેણ સાબિત થઇ શકે છે. તો ચાલો આજે આપણે જાણીએ કે, એવી તો કઈ-કઈ વસ્તુઓ છે? જેનુ સેવન કરીને તમે તમારા શરીરને ઠંડક સુધી પહોંચાડી શકો છો.

લેમન શિકંજી :

image source

આ વસ્તુનુ સેવન એ આપણા સ્વાસ્થ્ય માટે અનેકવિધ રીતે લાભકારી સાબિત થાય છે. વળી ગરમીની ઋતુ દરમિયાન તેનુ સેવન શરીરને આંતરિક રીતે ઠંડક પણ આપે છે. આપણા શરીરમા તે ક્યારેય પણ પાણીની ઉણપ સર્જાવા દેતુ નથી અને આપણને બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે માટે તેનુ નિયમિતપણે સેવન કરતુ રહેવુ.

કેરી :

image source

આ ફળનુ સેવન પણ આપણા માટે વિશેષ ગુણકારી સાબિત થાય છે. કાચી કેરીમાથી તૈયાર કરવામા આવેલો બાફળો એ તમને લૂ અને હિટ સ્ટ્રોકની સમસ્યા આમે સારુ એવુ રક્ષણ આપે છે, તે આપણા પાચનને પણ તંદુરસ્ત અને મજબુત રાખે છે.

બીલી :

image source

આ વસ્તુનુ શરબત તૈયાર કરીને ગરમીના સમયે તેનુ સેવન કરવુ પણ ખુબ જ લાભકારી સાબિત થાય છે. આ સિવાય તે લૂ ની સમસ્યા સામે પણ રક્ષણ આપે છે. ગરમીની ઋતુમા આ વસ્તુનુ શરબત આપણા માટે અનેકવિધ રીતે લાભકારી સાબિત થાય છે. તે પેટ સાથે સંકળાયેલ તમામ બીમારીઓ સામે તમને રક્ષણ આપે છે.

તરબૂચ :

image source

આ ફળનુ સેવન પણ ગરમીની ઋતુમા શ્રેષ્ઠ સાબિત થાય છે કારણકે, તેમા ૯૩ ટકા જેટલુ પાણી સમાવિષ્ટ હોય છે. તે એક એવુ ફળ છે કે, તેને ખાધા પછી તમને જરાપણ તરસ લાગતી નથી અને શરીરમા પાણીનો અભાવ પણ નથી થતો. તરબૂચ એ તમારા શરીરને અંદરથી ઠંડુ રાખે છે. જો તમે ઇચ્છો તો તમે તેને આ રીતે ખાઈ શકો છો અથવા તો તેનો જ્યૂસ પણ પી શકો છો.

જલજીરા :

image source

આ એક ખૂબ જ સ્વાદિષ્ટ પીણુ છે, તે ગરમીની ઋતુમા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારુ માનવામા આવે છે. શું તમને ખ્યાલ છે કે, આ પીણું ફક્ત તમારી તરસ છિપાવવા માટે જ નહી પરંતુ, વજન ઘટાડવા, પેટ ઠીક કરવા, શરીરમા પાણીની ઉણપ દૂર કરવા માટે પણ કામ આવે છે. ગરમીમા જ્યારે પણ બોડીનુ તાપમાન વધી જાય છે ત્યારે જલજીરાનુ સેવન પણ આપણા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે કારણકે, તે તમારા શરીરની ગરમીને ઘટાડે છે અને તમારા પાચનતંત્રને પણ મજબુત બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત