વાળ ડેમેજ થઇ ગયા હોય તો આ રીતે કરો દેશી ઘીનો ઉપયોગ, જાણો બીજા ફાયદાઓ તમે પણ

મોટાભાગના લોકોને લાગે છે કે દેશી ઘી ખાવાથી ફેટ વધે છે, વજન વધે છે અને હૃદય સંબંધિત ઘણી બીમારીઓ થાય છે. જો કે ઘણા લોકો માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે ક્યારેક ક્યારેક ઘી ખાઈ લેતાં હોય છે. પરંતુ આ એક ભ્રમ છે. વિટામિનથી ભરપૂર દેશી ઘી તંદુરસ્તી માટે જ નહિ વાળ અને સ્કીન માટે પણ ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદાચાર્ય ડૉ. સરોજ પાંડેય કહે છે કે, “આયુર્વેદ અનુસાર દેશી ઘી પીત્તનો નાશ કરે છે. ઠંડીમાં ઘી ખાવાથી વિશેષ ફાયદો થાય છે.” દરરોજ એક ચમચી ઘી ખાવાથી શરીરને ઘણાં લાભ થાય છે.

image source

આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ દેશી ઘીના ફાયદા. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીનકાળથી જ દેશી ઘીનો ઉપયોગ રસોઈ બનાવવામાં, પૂજા પાઠ વગેરેમાં કરાય છે. તેની સાથે આયુર્વેદમાં પણ દેશી ઘીના ફાયદા વિસ્તૃત ઉલ્લેખ મળે છે. જે શરીરના હાડકાને મજબુત બનાવે છે. આંખોની રોશનીને વધારવા અને તમને યુવાન રાખવામાં મદદ કરે છે. દેશી ઘીના ફાયદા ખૂબ છે. દેશી ઘીના સેવનથી હર્દય સ્વાસ્થ્ય, પેટ, ત્વચા અને વાળ વગેરે માટે ફાયદાકારક છે.

દેશી ઘી ખાવાના ગજબ ફાયદાઓ

મોટાપાથી રાહત

image source

ઘીનનું સેવન મોટાપાથી રાહત અપાવે છે. કહેવાય છે કે, દેશી ઘીમાં રહેલા સીએલએ મેટાબોલીઝમને સારુ રાખે છે. જેનાથી વજન કંટ્રોલમાં રાખવા માટે મદદ કરે છે. ગાયના ઘીમાં કોલેસ્ટ્રોલ નથી હોતુ, જે શરીરમાં જમા થયેલી ચરબીને પીગાળીને મેટાબોલીઝમ વધારવામાં મદદ કરે છે.

હાડકા થશે મજબુત

image source

જો તમે દરરોજ પોતાના ડાયટમાં ઘીને સામેલ કરો છો તો હાડકા મજબુત થશે. ઘીમાં ભરપુર માત્રામાં વિટીમાન K2 મળે છે. જે હાડકા માટે જરૂરી તરલ પદાર્થનનું નિર્માણ કરવામાં મદદ કરે છે. જે માટે ઘીના સેવનથી હાડકા મજબુત થાય છે. ઘીમાં (20-25)ગ્રામ મીશ્રી મીકસ કરીને ખવડાવવાથી દારૂ, ભાંગ તેમજ ગાંજાનો નશો ઓછો થાય છે.

આંખો માટે છે ફાયદાકારક

image source

દેશી ગાયના ઘીમાં એંટીઑક્સીડેંટ, એંટીબેકટેરીયલ અને વિટામીન રહેલા હોય છે. જે શરીરના સંક્રમણથી બચાવે છે. આ તમામ તત્વ શરીરમાંથી ટૉક્સિન પદાર્થને બહાર કાઢે છે. એક ચમચી ગાયના ઘીમાં એક ચૌથાઈ કાળા મરીનો પાઉડર ભેળવીને સવારે ખાલી પેટે તેમજ રાતે સૂતા સમયે અવશ્ય ખાવું જોઈએ. તેનાથી આંખોની રોશની વધે છે.

વાળને હાઈડ્રેટ કરે છે

image source

જો તમારા વાળ ડેમેજ અને ડલ હોય તો સ્કાલ્પને મજબુત કરવા માટે ઘીનો ઉપયોગ કરી શકો છો. ઘીનો ઉપયોગ કરવાથી વાળ મૉશચરાઈઝ રહેશે.
પાચન ક્રિયા સારી રહેશે

ઠંડીની ઋુતુમાં કબ્ઝની સમસ્યા વધારે રહે છે. જો તમે સૂતા પહેલા એક કપ ગરમ દૂઘમાં બે ચમચી ઘી ભેળવીને પીશો તો સારુ અનુભવશો. દેશી ઘી પાચન ક્રિયા સારી રાખવામાં ઘણી મદદ કરે છે.

હોર્મોનલ સંતુલન

image source

દેશી ઘીમાં વિટામીન D,E,A અને વિટામીન K2 જેવા પોષક તત્વો મળે છે. જે શરીરના હોર્મેન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે. એવામાં કિશોરઅવસ્થાની બાળકીઓ તેમજ ગર્ભવતી સ્ત્રી અને સ્તનપાન કરાવનાર માં એ ઘીનનું સેવન જરૂર કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત