કોરોના કાળમાં ઇમ્યુનિટી વધારતી ગિલોયથી પણ થાય છે અનેક નુકસાન, જાણો અને ચેતો તમે પણ

કોરોના વાયરસથી બચવા માટે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે. આયુષ મંત્રાલયે પણ આ વાત પર જોર આપ્યુ છે કે આયુર્વેદ દ્વારા કોરોનામુક્ત થઇ શકાય છે. જે લોકો કોરોનાગ્રસ્ત થયા હતા તે લોકોએ પણ જણાવ્યું છે કે આયુર્વેદ જ કોરોનાનો ઉપાય છે. તો આજે આપણે ગિલોય નામની એક જડીબૂટી વિશે જાણીશું.શરીરની પ્રતિરોધક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટીને વધારવામાં ગિલોય ખૂબ કારગર થાય છે. આ તમને ઘણા રોગો સામે લડવાની ક્ષમતા પુરી પાડે છે. કોરોના વાયરસથી બચવા માટે તમારી અંદર ઇમ્યુનિટી હોવી જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે દરરોજ તમે નિશ્વિત માત્રામાં ગિલોયનું સેવન કરો.

image source

ગિલોયના જ્યૂસનું નિયમિત સેવન કરીને તાવ, ફ્લૂ, ડેન્ગ્યૂ, મલેરિયા, પેટમાં કીડાની સમસ્યા, લોહીમાં ખરાબી, લો બ્લડ પ્રેશર, હાર્ટની બિમારીઓ, ટીબી, પેટના રોગો, ડાયાબિટીસ અને સ્કીનની બિમારીઓમાંથી રાહત મળી શકે છે. ગિલોય ભૂખ વધારે છે. આયુર્વેદમાં ગિલોયનો ઉપયોગ દવાના રૂપમાં વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે ઇમ્યુનીટી વધારવાના દાવા પછી આ વધુ ચર્ચામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(US) પણ ઘણી વખત એના ઈલાજમાં એના ઉપયોગની મંજૂરી આપી ચુકી છે. કેટલાક લોકો ગિલોયના પાનને પાણીમાં ઉકાળીને એનું સેવન કરે છે તો કેટલાક કેપ્સ્યુલ, પાવડર અને જ્યૂસના રૂપમાં એને પીવે છે. પરંતુ શું તમને ખબર છે આ ચમત્કારી ઔષધિનો ઉપયોગ અંધાધુન સેવન કરવાથી સાઇડ ઇફેક્ટ પણ થાય છે.

લો બ્લડ સુગર

image source

જો તમારું બ્લડ લેવલ ડાઉન રહે છે તો તમારે એના વધુ સેવનથી બચવું જોઈએ. ગિલોય લોહીમાં ઉપલબ્ધ સુગર લેવલને ઓછું કરવાનું કામ કરે છે. મેડિકલ ભાષામાં એને હાઈપોગ્લાઈકેમિયા કહેવામાં આવે છે. એવા લોકોએ ડોક્ટરની સલાહ પછી જ ગિલોયનો ઉપયોગ કરવો જોઈએ.

કબ્જની સમસ્યા

image source

ગિલોય તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્વસ્થ કરવા માટે ઓળખવામાં આવે છે. જો કે કેટલાક કિસ્સામાં આનો વધુ ઉપયોગથી કબ્જની સમસ્યા પણ થઇ શકે છે. જો એનાથી તમને પેટથી સંબંધિત અથવા અન્ય સમસ્યા થાય છે તો ડોક્ટરનો સંપર્ક કરો.

ઓટો ઇમ્યુન ડિસઓર્ડર

image source

કોરોના સંક્રમણ પછી ગિલોયને ઇમ્યુનીટી વધારવા માટે ચમત્કારી પત્તીઓન રૂપમાં ઓળખ મળી. પરંતુ ડોક્ટર કહે છે કે એના વધુ સેવનથી ઓટો ઇમ્યુન ડિસઓર્ડરનો ખતરો વધે છે. એનાથી તમને મલ્ટીપલ સેલોરોસીસ, સિસ્ટેમેટિક લ્યુપસ ઇરીથેમેટોસિસ, રૂમેટોઇડ આર્થરાઇટિસ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

સર્જરી પહેલા ન કરો સેવન

image source

ડોકટર કહે છે કે કોઈ પણ પ્રકારની સર્જરી પહેલા ગિલોયનો ઉપયોગ હાનિકારક હોય છે. સર્જરી દરમિયાન તમારું બ્લડ સુગર અંદર કંટ્રોલ હોવું જોઈએ, જયારે ગિલોય બ્લડ સુગર પર અસર કરે છે. માટે કોઈ પણ સર્જરી કરાવવા પહેલા ઉપયોગ ન કરો.

શું ગર્ભવતી મહિલાઓએ સેવન કરવું જોઈએ

image source

ગર્ભવતી મહિલાઓ પર ગિલોયના પ્રભાવને લઇ હજુ કોઈ સ્પષ્ટ કહી ન શકાય. જો કે કેટલાક એક્સપર્ટ મને છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ આના સેવન ટાળવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત