શેમ્પુ કર્યા પછી પણ તમારા વાળ શુષ્ક રહે છે? તો પહેલા જાણી લો તમે કઇ-કઇ ભૂલો કરો છો

શેમ્પૂ વાળની ​​ગંદકી દૂર કરવામાં ઘણી મદદ કરે છે. જ્યારે પણ આપણે શેમ્પૂ કરીએ છીએ તેના પછી વાળ નરમ અને સુંદર બને છે. પરંતુ કેટલીકવાર શેમ્પૂ કરીને આપણા વાળ સુકા અને નિર્જીવ દેખાય છે. શેમ્પુ કર્યા પછી પણ તમને જોઈતા એવા વાળ સિલ્કી નથી થતા. જો તમારા વાળમાં પણ આવું જ કંઈક થઈ રહ્યું છે, તો આજે તમે તમારા વાળને યોગ્ય રીતે ધોવા માટે કેટલીક ટીપ્સ જણાવીશું. ઘણી વખત તમે શેમ્પૂ કરતી વખતે થોડી ભૂલો કરો છો જેથી તમારા વાળ સુકા અને નિર્જીવ થઈ જાય છે. આજે અમે તમને તે ભૂલો વિશે અને તે ટાળવાની રીતો વિશે જણાવીશું… ..

image source

જ્યારે પણ તમે વાળમાં શેમ્પૂ કરો છો, ત્યારે તે શેમ્પુમાં 3-4 ટીપા પાણી ભેળવી દો. આ કરવાથી શેમ્પૂ તમારા વાળમાં બધી જગ્યા પર સરખી રીતે લાગશે. શેમ્પુ જાડું હોય છે તેથી તેમાં પાણી મિક્સ કરીને લગાડવાથી વાળમાં કોઈ નુકસાન થતું નથી અને વાળ સિલ્કી બને છે.

image source

વાળમાં ક્યારેય બે વાર શેમ્પૂ ન લગાવો. ઘણા લોકોને લાગે છે કે એકવાર શેમ્પુ કરવાથી વાળની ગંદકી બહાર નથી આવતી તેથી તે બે વાર શેમ્પુથી વાળ ધોવે છે. પરંતુ આ બિલકુલ સાચું નથી. વાળ પર વધુ શેમ્પૂ લગાવવાથી વાળ સુકાઈ જાય છે. જો તમે તમારા વાળ પર તેલ લગાવીને શેમ્પુ કરો છો તો તમે બે વાર શેમ્પૂ કરી શકો છો.

image source

ક્યારેય ઠંડા પાણીથી વાળ ન ધોવા. સૌ પ્રથમ તમારા વાળને નવશેકા પાણીથી ભીની કરો. નવશેકું પાણી ઉમેરવાથી માથાના બધા છિદ્રો ખુલે છે અને વાળની ​​બધી ગંદકી પણ દૂર થાય છે. તે પછી વાળ પર શેમ્પૂ લગાવો, ત્યારબાદ માથાને ઠંડા પાણીથી ધોઈ લો. ક્યારેય ખુબ ગરમ પાણીથી પણ વાળ ના ધોવા જોઈએ. આ કરવાથી વાળમાંથી કુદરતી તેલ નીકળી જાય છે. તેથી હંમેશા વાળને નવશેકા પાણીથી ધોવા જોઈએ.

image source

ઘણા લોકો શેમ્પૂ પછી વાળ પર તરત જ કાંસકો કરે છે જે કરવું એકદમ ખોટું છે. જયારે પણ તમે વાળ ધોવો છે ત્યારે તમારા વાળ થોડા નબળા હોય છે તેથી તરત કાંસકો કરવાથી વાળ તૂટી જાય છે અને સુકા પણ થાય છે. પાણીમાંથી શેમ્પૂ કાઢતી વખતે વાળ હંમેશા ખુલ્લા અને સીધા રાખવા જોઈએ.

image source

શુષ્ક વાળ પર શેમ્પૂ ક્યારેય ના લગાવવું જોઈએ. શુષ્ક વાળ પેહલા બરાબર ભીના કરો અને ત્યારબાદ જ તેમાં શેમ્પુ લગાવો. ભીના વાળમાં શેમ્પુ બધા વાળમાં સારી રીતે લાગી જાય છે, સારી રીતે દૂર થાય છે અને વાળ પણ સુંદર દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત