મેળવવી છે સુંદર ત્વચા અને આકર્ષક વાળ? તો આ રીતે કરો બીટનો ઉપયોગ, માત્ર અઠવાડિયામાં જ મળી જશે રિઝલ્ટ

મિત્રો, જ્યારે ગરમીની ઋતુની શરૂઆત થાય છે કે તુરંત જ ત્વચા સાથે સંકળાયેલ સમસ્યાઓ થવાની શરુ થઇ જાય છે. જો તમે આ સમયે તમારી ત્વચાની વિશેષ સાર-સંભાળ ના રાખો તો તમારે વાળ સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે તમારા વાળની યોગ્ય સાર-સંભાળ નથી રાખતા તો તમારા વાળ ખરાબ પણ થઇ શકે છે.

image soucre

એકવાર જો તમારા વાળ બગડી જાય તો પછી તમે ગમે તેટલા મોંઘા પ્રોડક્ટ વાપરો તો પણ તમને પહેલા જેવી પ્રાકૃતિક સુંદરતા તો મળતી જ નથી. આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જ્રનો ઉપયોગ કરીને તમે ખુબ જ સરળતાથી તમારી સ્કીન અને વાળની પ્રાકૃતિક ચમક પાછી મેળવી શકો છો.

image soucre

આ વસ્તુ બીજી કોઈ નહિ પરંતુ, બીટરૂટ છે. આ બીટરૂટ તમને ત્વચા અને વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમાંથી ખુબ જ સરળતાથી મુક્તિ અપાવી શકે છે. તમારે તમારી ત્વચાની સાર-સંભાળ રાખવા માટે ફક્ત આટલુ જ ધ્યાન રાખવુ પડશે. એક સામાન્ય માપના બીટરૂટને મિક્સરમા ગ્રાઇન્ડ કરો અને તેની પેસ્ટ તૈયાર કરી લો.

image source

ત્યારબાદ આ મિશ્રણને તમારા ચહેરા અને ગરદન પર ૧૫ મિનિટ માટે લગાવી રાખો અને ત્યારબાદ તાજા પાણીથી તમારી ત્વચાને સાફ કરી લો. જો તમે આ ઉપાય અજમાવશો તો તમારી ત્વચા તુરંત નીખરી જશે. આ સિવાય જો તમારા હોઠ કાળા પડી ગયા હોય તો તેને ગુલાબી બનાવવા માટે બીટમા ખાંડ મિક્સ કરી તેનુ સ્ક્રબ તૈયાર કરો.

image soucre

આમ, કરવાથી તમારા હોઠ પર જમા થયેલી ડેડ સ્કિનની સમસ્યા દૂર થઇ જશે અને ધીમે-ધીમે તમારા હોઠ કુદરતી ગુલાબી થઇ જશે. આ સિવાય ડાર્ક સર્કલની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. એક પાત્રમા એક ચમચી કાકડીનો રસ, તાજો બીટનો રસ, મધ અને થોડુ દૂધ ભેળવી કોટન ડુબાડીને તમારી આંખો પર લગાવો અને ત્યારપછી તાજા પાણીથી ધોઇ લો તો તમને ઠંડક મળશે અને આંખોની તાજગી પણ આવી જશે.

image soucre

આનાથી આંખોની આસપાસ પડતી કરચલીની સમસ્યા પણ દૂર થઇ જશે. આ સિવાય બીટના રસને ગરમ કરીને તમારા માથા પર મસાજ કરો અને ૧૫-૨૦ મીનીટ રાખીને માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઇ લો. આમ, કરવાથી તમારા વાળ ખરતા અટકી જશે અને તમારા વાળ કાળા, લાંબા, ભરાવદાર અને શાઇની બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત