તુલસીના પાનનો આ રીતે કરો ઉપયોગ, અને વાળની દરેક સમસ્યાઓમાંથી મેળવો છૂટકારો

જો તમારા વાળ ખરતા હોય છે, તો તે તમારા શરીરમાં આવતા કેટલાક રોગોની ચેતવણી હોઈ શકે છે. તેથી, સૌ પ્રથમ, જરૂરી છે કે તમારે તમારા સ્વાસ્થ્યને સારી સ્થિતિમાં રાખો અને વાળની ​​સંભાળ કરવાનું શરૂ કરો. વાળ ખરવા એ હોર્મોન્સ અસંતુલન, તાણ અને પોષક ઉણપ જેવાં ઘણાં કારણો પણ હોઈ શકે છે. સામાન્ય રીતે રોઝમેરી, આમળા, એલોવેરા, ગુડહલ વગેરે વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ બધી ઔષધિ તમારા વાળ ખરવા, ડેમેજ વાળને સુધારવા અને તમારા વાળના મૂળોને મજબૂત બનાવવા માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ કદાચ તમે નહીં જાણતા હોવ કે વાળની ​​સંભાળ માટે તુલસીનો ઉપયોગ પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો અમે તમને જણાવીએ તુલસીના પાનનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિશે.

વાળ બેમોવાળા થવાની સમસ્યા

image source

કેટલાક પર્યાવરણીય સંબંધિત તત્વો જેવા કે પ્રદૂષણ, ધૂળ અને હવામાનમાં ફેરફાર વગેરેના કારણે બેમોવાળા વાળ થવાની શરૂઆત થાય છે અને આ કારણોસર વાળ ખુબ જ ખરાબ દેખાય છે. જયારે આપણા વાળ ખુબ ખરાબ દેખાય તો તે આપણા માટે ચિંતાજનક છે અને તમારે તેની સારવાર કરાવવી જોઈએ. તમે કોઈપણ હર્બલ ઉપાયનો ઉપયોગ કરી શકો છો. આ સમસ્યા દૂર કરવા માટે સૌથી પેહલા આમળા અને તુલસીનો પાવડર સમાન પ્રમાણમાં લો, તેમાં એક ચમચી નાળિયેર તેલ ઉમેરી પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને વાળમાં લગાવો. હવે આ પેસ્ટ તમારા વાળ પર અડધો કલાક રહેવા દો અને પછી તમારા વાળ ધોઈ લો. આ ઉપાય નિયમિત કરવાથી બેમોવાળા વાળની સમસ્યા દૂર થશે.

વાળ ખરવાની સમસ્યા

image source

વાળ ખરવાના પણ ઘણા કારણો હોઈ શકે છે. વધુ પડતું દવાઓનું સેવન અને કોઈપણ પ્રકારના ઇન્ફેકશન પણ વાળના પાતળા થવા અથવા વાળ ખરવાનું કારણ પણ હોઈ શકે છે. જો તમે પણ આ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો તમારે કેટલાક હર્બલ ઉપાયો અજમાવવા જ જોઈએ. વાળ ખરવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તુલસીના પાનનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. આ માટે તમારે તમારા દૈનિક વાળના તેલમાં તુલસીના પાનને ક્રશ કરીને મિક્સ કરવા પડશે. હવે આ તેલથી માથાની ચામડીની માલિશ કરો અને આ તેલ વાળ પર અડધો કલાક રાખો. ત્યારબાદ તમારા વાળ શેમ્પૂ અને કન્ડિશનર કરીને ધોઈ લો. તુલસીમાં ઘણા ગુણધર્મો છે જે તમારા વાળના મૂળને મજબૂત બનાવે છે અને તમારા વાળને પાતળા થવા અથવા ખરતા અટકાવે છે.

સફેદ વાળથી રાહત મેળવો

image source

નાની ઉંમરે સફેદ વાળ જોવું ખૂબ જ ભયાનક છે. જો કે, તે હવે વધુ સામાન્ય છે. પણ આવું કેમ થાય છે ? શું તમે જાણો છો કે સફેદ વાળ થવા પાછળનું કારણ શું છે ? જ્યારે તમારા વાળના કોષો તમને રંગ આપતા રંગદ્રવ્યોને ઘટાડે છે, ત્યારે તમારા વાળ સફેદ થવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં તે વિટામિન બી 12 ની ઉણપને કારણે પણ થાય છે. તેનાથી સમસ્યાથી રાહત મેળવવા માટે આમળા અને તુલસીનો પાઉડર આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠ્યા પછી આ પાણીથી વાળ ધોઈ લો. આ પ્રક્રિયા દર અઠવાડિયે પુનરાવર્તન કરો.

ડેન્ડ્રફની સમસ્યા દૂર થશે

image source

ડેન્ડ્રફ એક એવી સમસ્યા છે જેના વિશે લગભગ દરેકને ચિંતા થાય છે. ડેન્ડ્રફ આપણને ખૂબ નુકસાન પહોંચાડે છે. આની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે તેલયુક્ત ત્વચા, માથા પરની ચામડી વધુ સંવેદનશીલ હોય અને વાળમાં શેમ્પૂનો ઉપયોગ ઓછો થતો હોય વગેરે. જો તમે આ સમસ્યા દરેક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે છતાં ડેન્ડ્રફની સમસ્યા દૂર નથી થતી, તો તમારે એકવાર તુલસીનો ઉપયોગ કરવો જ જોઇએ. આ માટે તમારા નિયમિત તેલમાં તુલસીનું તેલ ઉમેરો અને આ તેલથી માથામાં મસાજ કરો. ત્યારબાદ થોડા સમય સુધી આ તેલ તમારા માથા પર રહેવા દો અને પછી તમારા વાળ ધોઈ લો. આ તમારી ડેન્ડ્રફની સમસ્યા દૂર કરશે અને તમારા વાળને એક અલગ ચમક આપશે.

વાળની ​​પાતળા થવાની સમસ્યા

image source

તુલસીમાં એન્ટીઓક્સિડેન્ટ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણધર્મો છે. તે તમારા વાળને હાઇડ્રેટેડ તેમજ સ્વસ્થ રાખે છે. આ બધા ફાયદાઓ મેળવવા માટે, તુલસીનો રસ પીવો જોઈએ. આ તમારા વાળને મજબૂત બનાવશે અથવા તુલસીના પાંદડાની પેસ્ટ બનાવીને તમારા માથામાં લગાવો આ ઉપાય તમારા પાતળા વાળની ​​સમસ્યા દૂર કરે છે, સાથે જ વાળના મૂળ પણ મજબૂત બનાવે છે. આટલું જ નહીં, આ રીતે તુલસીનો ઉપયોગ કરવાથી વાળની ​​ફોલિકલ્સ પણ મજબૂત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત